એવું તે શું થયું કે નિખાલસ સ્વભાવના દયાભાભી ને આવ્યો આટલો ગુસ્સો?😠😮

આપણા સૌની ફેવરીટ ભોળી અને નિખાલસ દયાભાભી ( દિશા વાકાણી ) જેમને આપણે છેલ્લા ઘણાય વર્ષોથી તારક મેહતા કા ઉલટા ચશ્માં સીરીયલ માં જોતા આવ્યા છીએ. પણ દિશા ની પ્રેગ્નેસીના કારણે અને તેમની પુત્રી ના જન્મ બાદ દિશા એ શો પર થી રજા લઇ લીધી છે.

અત્યારે દિશા ઘણી ગુસ્સા માં છે અને ગુસ્સો વ્યક્ત કર્યો છે તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા. હાલ દિશા રજા પર હોવાના કારણે ઇનસ્ટાગ્રામ દ્વારા તેમનો ક્રોધ વ્યક્ત કર્યો છે.

દિશાએ ઇનસ્ટાગ્રામ પર પોસ્ટ કરી લખ્યું હતું કે, “આ છેલ્લી ચેતવણી છે, મને અયોગ્ય, અસંસ્કારી અને આક્રમક સામગ્રીમાં ટેગ કરવાનું હ કરો. દિશાએ ગયા વર્ષે એક બાળકીને જન્મ આપ્યો હતો અને તે પછીથી તે પ્રસૂતિ રજા પર રહી છે.

દિશાએ મયુર પડિયા સાથે લગ્ન કર્યા છે. દિશાને થીએટર એક્ટિંગ નો ઘણો અનુભવ છે, અને ઘણા ફેમસ નાટકમાં પણ કામ કર્યું છે. સાથેજ દિશાએ સંજય લીલા ભણસાલી ની ફિલ્મ દેવદાસ અને આશુતોષ ગોવારીકર ની ફિલ્મ જોધા અકબર માં પણ નાની નાની ભૂમિકાઓ ભજવી છે. આવા નાના-નાના રોલ કરીને દિશાએ ‘તારક મેહતા કા ઉલટા ચશ્માં’ શો કર્યો અને આજે તે પોતાના જીવન માં ઘણી સફળ પણ છે.

એક ફેમસ વેબસાઈટના રિપોર્ટ અનુસાર દિશા વાકાણીએ પોતાની લાડલી દીકરીનું નામ સ્તુતિ રાખ્યું છે. જેનો અર્થ પ્રાર્થના તેમજ વખાણ થાય છે. હાલ દિશા વાકાણી પોતાની લાડલી સાથે ખૂબસૂરત પળ એન્જોય કરી રહી છે.

તાજેતરમાં જ એવી ચર્ચા હતી કે દિશા વાકાણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી રહી છે. એવી ચર્ચા હતી કે નાની દીકરીનું ધ્યાન રાખવા તે આ શોને અલવિદા કહી રહી છે. નોંધનીય છે કે આ શો ટીઆરપીની લિસ્ટમાં હંમેશા ટોપ 10માં જ રહે છે.

આ પહેલા પણ દિશાની પ્રેગ્નન્સી દરમિયાન શો છોડવાની ચર્ચા હતી. એવી પણ ચર્ચા હતી કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ કોઈ નવા ચહેરાની તલાશમાં છે. આ દરમિયાન જિયા માણેકનું નામ પણ સામે આવ્યું હતું જોકે, આવી ચર્ચાઓ પછી પ્રોડ્યુસરે સ્પષ્ટ કર્યું હતું કે દિશા જ શોમાં રહેશે.

બાળક માટે પ્રાર્થના કરવા માટે આ કપલ જામનગર સ્તીઠ નાગેશ્વર મંદિરે શીશ ન્માવા આવ્યા હતા. દયાભાભી સાવ સાદી રીતે આ મંદિરે પોતાના પરિવાર સાથે આવ્યા હતા. ગ્રીન કલરની સાદી અને સાદો શણગાર કર્યો હતો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

 

Leave a Comment