શું છે એક્યુપ્રેશર થેરપી? પીઠના દુખાવાથી લઈ ને તણાવ ને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે આ થેરપી

Image Source

ચિકિત્સા જગતમાં કોઈ પણ પ્રકારની બીમારીઓનો ઈલાજ કરવામાં આવે છે. કોઇમાં દવાઓનો ઉપયોગ થાય છે તો કોઈમાં જડીબુટ્ટીઓ નો. અમુક લોકો શરીરની સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે યોગ પણ કરે છે. બીમારી અને શારીરિક સમસ્યાઓને દૂર કરવા માટે બીજો એક ઉપાય પણ છે. જેને એક્યુપ્રેશર ના નામથી પણ જાણવામાં આવે છે. એક્યુપ્રેશર ની ઉત્પત્તિ પ્રાચીનકાળમાં ચીનમાં થઈ હતી.કોઇ પણ બીમારી ને સુધારવા માટે મદદરૂપ સાબિત થાય છે. ધ્યાનમાં રાખવા વાળી વાત એ છે કે આ લેખમાં બતાવવામાં આવેલી સમસ્યાઓ નો પૂર્ણ ઈલાજ નથી.કોઈ પણ સમસ્યાઓને જડથી ખતમ કરવા માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. અને તેથી જ  “ફક્ત ગુજરાતી”ના આર્ટિકલમાં અમે એક્યુપ્રેશર ની સાથે સાથે એક્યુપ્રેશર થેરાપીના ફાયદા અને નુકશાન ને પણ તમને વિસ્તારથી જણાવીશું.

Image Source

એક્યુપ્રેશર શું છે?

એક્યુપ્રેશર એક પ્રકારની થેરાપી છે જેનો ઉપયોગ પ્રાચીન કાળમાં ચીનમાં ઘણી બધી બીમારીઓના ઈલાજ માટે કરવામાં આવતો હતો. આ થેરાપી ને કરવા માટે શરીરમાં અમુક પ્રકારના પોઇન્ટને દબાવવામાં આવે છે જે પોઇન્ટને એક્યુપોઈન્ટ કહેવામાં આવે છે. ecu પોઇન્ટને દબાવવાથી સ્ટ્રેસ હોર્મોનની સાથે સાથે અન્ય જરૂરી હોર્મોનને પણ નિયંત્રણમાં કરવામાં આવે છે. જે થાક અને દર્દમાંથી છુટકારો આપવા માટે મદદરૂપ સાબિત થાય છે. તે સિવાય પોઇન્ટ દબાવાથી માસપેશીઓમાં તણાવ ઉત્પન્ન થાય છે અને તેનાથી રક્ત સંચારમાં પણ સુધારો લાવી શકાય છે.

એક્યુપ્રેશર શું તે જાણ્યા બાદ હવે એક્યુપ્રેશર ના અમુક પૉઇન્ટના વિશે અમે તમને જણાવીશું.

Image Source

મુખ્ય એક્યુપ્રેશર પોઈન્ટ

કહેવામાં આવે છે જે સંપૂર્ણ માનવ શરીર એક્યુ  પોઇન્ટનો સમૂહ છે. એક્યુ પોઇન્ટ ચામડીના પડની એકદમ નજીક હોય છે. તેથી તેને એક્યુપ્રેશર દ્વારા એક્ટિવ કરવામાં આવે છે. અને આમ કરવાથી ઘણી પ્રકારની બિમારી અને શારીરિક સમસ્યાઓનો ઈલાજ પણ થઈ શકે છે. એક્યુપ્રેશર ના ત્રણ અલગ-અલગ એક્યુપોઇન્ટ બતાવવામાં આવ્યા છે. અલગ-અલગ પોઇન્ટ પર દબાવવાથી અલગ-અલગ પ્રભાવ પડે છે. તેમાં લોકલ પોઇન્ટ અને ડિસ્ટલ પોઇન્ટ બે મહત્વપૂર્ણ પોઇન્ટ છે. જે એક્યુપ્રેશર ડોક્ટરો દ્વારા રોગોના ઈલાજ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એક્યુપ્રેસર થી આ પોઇન્ટ પર અલગ-અલગ શારીરીક પ્રભાવ જોવા મળે છે. ત્યાં જ ટેન્ડર  પોઇન્ટ ત્રીજા પ્રકારનો એક્યુપોઇન્ટ છે જે દર્દમાં રાહત મેળવવા માટે મદદરૂપ સાબિત થાય છે.

એક્યુપ્રેશર પોઈન્ટ પછી આપણે જાણીએ કે આ થેરેપીની ને કેવી રીતે કરવામાં આવે છે.

Image Source

એક્યુપ્રેશર કેવી રીતે કરવું?

એક્યુપોઇન્ટને કોણી,આંગળી પગ,હથેળી, અંગૂઠા અથવા તો વિશિષ્ટ ઉપકરણ દ્વારા તેને સક્રિય કરવામાં આવે છે. પ્રાચીનકાળમાં ચીનમાં પથ્થરોની મદદથી એક્યુપોઈન્ટ ને સક્રિય કરવામાં આવતો હતો. જેને બિયાન સ્ટોન્સ ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. વર્તમાનમાં એક્યુપ્રેશર કરવાના ઘણા બધા ઉપકરણ ઉપલબ્ધ છે. અમુક જગ્યા પર માલિશ ને પણ એક્યુપ્રેશર ની પદ્ધતિ માં શામિલ કરવામાં આવ્યું છે. અહીંયા આપણે એક્યુપ્રેશર કરવાના ઉપયોગને વિસ્તારથી બતાવીશું.

 • સૌથી પહેલા શરીરમાં ઉપસ્થિત એક્યુ પોઈન્ટ વિશે માહિતી મેળવવી ખૂબ જરૂરી છે.
 • તેના પછી દરેક પોઇન્ટ પર માલિશ કરી અથવા તેને દબાવવામાં આવે છે તેથી એક્યુપોઇન્ટ સક્રિય થઈ જાય.
 • એક્યુપોઇન્ટ ની માલીશ કરાવતી વખતે શાંત રહેવું અને સામાન્ય રૂપથી શ્વાસ લેતા રહેવું જરૂરી છે.
 • આ એક યુ પોઇન્ટ પર જાતે માલિશ કરીને તેની સાથે કોઈ જાણકાર માલિશ કરે તો મદદરૂપ સાબિત થાય છે.

સુચના : એક્યુપ્રેશર ને હંમેશા યોગ્ય પ્રશિક્ષક ની દેખરેખ ની સામે જ કરવું જોઈએ. તે હાથ ની સાથે સાથે અન્ય ઉપકરણો પણ ઉપયોગ કરી શકે છે.ધ્યાન રાખો કે જો આપને કોઈ જાણકારી નથી તો જાતે ન કરો એક્યુપ્રેશર ની જાણકારી મેળવ્યા બાદ તમે જાણશો કે એક્યુપ્રેશર થેરાપીના ફાયદા શું છે.

Image Source

એક્યુપ્રેશર ના ફાયદા

જો તેને સાચી રીતથી કરવામાં આવે તો એક્યુપ્રેશર ના ફાયદા શારીરિક અને માનસિક બન્ને રીતે થઈ શકે છે અહીંયા એક્યુપ્રેશર થેરાપીના ફાયદા ના વિશે જણાવવામાં આવ્યું છે તેના પ્રકાર છે

Image Source

૧. પીઠના દુખાવામાં રાહત મેળવવા માટે એક્યુપ્રેશર ના ફાયદા

 • એક્યુપ્રેશર ઘણા પ્રકારના દર્દ દૂર કરવા માટે મદદરૂપ સાબિત થાય છે. તેમાંથી એક છે પીઠનો દુખાવો. શોધના અનુસાર આરિકુલર પોઇન્ટ ( કાનના બહારના ભાગમાં ઉપસ્થિત મુખ્ય હિસ્સો ) પર વેકસિરીયા બીજો ની સહાયતાથી સાવધાનીપૂર્વક તેના પર ટેપ કરવામાં આવ્યું. પરિણામમાં જોવા મળ્યું કે આ બીજો ની સહાયતાથી એક્યુપોઈન્ટની ઊપર જોર આપીને પીઠના દુખાવામાં રાહત મળી શકે છે. આ એક્યુપોઇન્ટ  ની મદદથી પીઠના દુખાવામાં ઘણા પ્રકારની રાહત મળે છે.

૨. તણાવને દૂર કરવા માટે એક્યુપ્રેશર થેરપીના ફાયદા

 • તણાવને દૂર કરવા માટે એક્યુપ્રેસર એક આસાન અને સુરક્ષિત ઉપાય છે. તે નસોના દબાવ ના માધ્યમથી મસ્તિષ્કની કાર્યપ્રણાલીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેની સાથે તે સ્ટ્રેસ હોર્મોન ને નિયંત્રિત કરવામાં પણ સહાયરૂપ થાય છે. જેનાથી તણાવને ઓછો કરવામાં આવે છે. તે સિવાય બીજી એક શોધમાં જાણવા મળ્યું છે કે એક્યુપ્રેશર નાતણાવ ની સાથેસાથે હોમોડાયાલિસિસની પ્રક્રિયા દરમિયાન કિડનીના રોગીઓમાં જોવા મળતી ચિંતા અને સામાન્ય મનોવૈજ્ઞાનિક સમસ્યાને પણ ઓછી કરી શકીએ છીએ. કિડનીની સમસ્યાથી ગ્રસ્ત દર્દીઓ ને લોહીને સાફ કરવામાં આવતી પ્રક્રિયાને હોમોડાયાલિસિસ કહેવાય છે.

૩. લેબર પેઇન માં એક્યુપ્રેશર ના ફાયદા

 • પ્રસૃતિ દરમ્યાન ઉત્પન્ન થતી પીડાની ઓછી કરવા માટે પણ એક્યુપ્રેશર મદદરૂપ સાબિત થાય છે. એક વૈજ્ઞાનિક શોધમાં જાણવા મળ્યું છે કે અમુક ઈંચ ઉપર  સાંયિંજીઓ નામનું એક પોઈન્ટ હોય છે.આ પોઇન્ટ પર એક્યુપ્રેશર ના ઉપયોગથી લેબર પેઇન ને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે. તેવામાં એવું માનવામાં આવે છે કે એક્યુપ્રેશર ગર્ભવતી મહિલાઓને પ્રસવ દરમિયાન ફાયદાકારક થઈ શકે છે.

૪.  આત્મરક્ષા પ્રણાલી માટે એક્યુપ્રેશર થેરાપીના ફાયદા

 • એનસીબીઆઈ ની વેબસાઈટ પર પ્રકાશિત એક શોધ અનુસાર એક્યુપ્રેશર ના લીધે રોગોમાં લડવાની ક્ષમતાને વધારવામાં મદદ મળે છે. તે આત્મરક્ષા પ્રણાલીને સુધારવા માં મદદરૂપ થાય છે. એક્યુપ્રેશર દ્વારા ચામડીની પરંતુ પર આંગળીઓની ઉપયોગથી મુખ્ય બિંદુઓને દબાવવાથી મેરેડિયન  ( શરીરની અંદર ઉર્જાને પ્રવાહિત કરવા વાળી શૃંખલા ) તથા ચક્રો ( માનવ શરીરમાં શક્તિનું કેન્દ્ર ) ના માધ્યમથી શરીરમાં ઉર્જાના પ્રવાહ નિયંત્રણમાં લાવી શકાય છે. માનવામાં આવે છે કે ઊર્જાના પ્રભાવ આત્મરક્ષા પ્રણાલીને મજબૂતી આપે છે. અને તેની સાથે સાથે બીજી શારીરિક સમસ્યાઓને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે.

૫. કરચલીઓની દૂર કરવા માટે એક્યુપ્રેશર ના ફાયદા

 • એક્યુપ્રેશર આરોગ્યની સાથે-સાથે ચામડી માટે પણ ફાયદાકારક છે. કહેવામાં આવે છે કે બંને આંખો ની કિનારી પર એક એક્યુપોઇન્ટ હોય છે. જેને ટોન્ગ જી લિયાઓ પોઇન્ટ કહે છે. આ એક યુ પોઇન્ટ પર એક્યુપ્રેસર કરવાથી આંખોમાં લોહીના પરિભ્રમણ માં સુધારો આવે છે અને તેની સાથે સાથે કરચલીઓ દૂર કરવામાં પણ મદદ મળે છે.

Image Source

એક્યુપ્રેશર ના  નુકસાન

એક્યુપ્રેશર એવી થેરેપી છે જે માત્ર ફાયદો જ આપે છે તેનાથી થવાવાળા નકારાત્મક પરિણામો ની શોધ ઓછી છે.પરંતુ વ્યક્તિગત અનુભવના આધાર પર એક્યુપ્રેશર ના નુકસાન છે જેના વિષે નીચે બતાવવા માં આવ્યું છે.

 • જમવાનું આલ્કોહોલ અથવા નશીલા પદાર્થોનું સેવન કર્યા બાદ તેના હાનિકારક પરિણામોથી બચવા માટે એક્યુપ્રેસર કરવું જોઈએ નહીં. અહીંયા તમને જણાવી દઈએ કે આલ્કોહોલ ધૂમ્રપાન અને નશીલા પદાર્થોનું સેવન કોઈપણ રીતે લાભકારી નથી.
 • સોજો દુખાવો અથવા તો વાગેલું હોય તો એક્યુપ્રેશર કરવું જોઈએ નહીં. આમ તે સ્થાનો પર કરવામાં આવતું એક્યુપ્રેશર અમુક સારા પરિણામો આપતું નથી.
 • ગર્ભવતી મહિલાએ પેટ પર એક્યુપ્રેશર કરવાથી બચવું જોઇએ નહીં તો હાનિકારક પ્રભાવ જોવા મળે છે.
 • ગંભીર હૃદય સંબંધી સમસ્યાઓમાં તે વ્યક્તિના લોહીના પરિભ્રમણ ઓછું થવાના કારણે એક્યુપ્રેસર થી બચવું જોઈએ.
 • વધારે પડતું દબાવવું કોઈપણ અંગ ને નુકસાન પહોંચાડી શકે છે તેવી જ રીતે ઓછા તીવ્રતાનું દબાવવું પણ અસફળ સાબિત થઈ શકે છે.
 • જો ખોટું એક્યુપોઇન્ટ પર દબાવ આપવામાં આવે તો જે સમસ્યાઓના લીધે એક્યુપ્રેસર કરવામાં આવે છે તેની કોઈ અસર થાય નહીં. અને સંભવ છે કે તેના લીધે બીજી કોઈ પરેશાની પણ થઈ શકે.
 • જૂની અને ગંભીર બીમારીને સારી કરવા માટે એક્યુપ્રેશર ફાયદા કારક થતું નથી.

આ લેખમાં તમે જાણ્યું કે એક્યુપ્રેશર એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે અને તેનો પ્રમુખ ભાગ છે આ એક એવી થેરેપી છે જે કોઈપણ ઓપરેશન, એક્સરસાઇઝ અને દવા ની બીમારી ને વધારે હદ સુધી તેને ઓછી કરવામાં મદદરૂપ થાય છે. તમે આ ચિકિત્સા અને તેના લાભ વિશે વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી અને તમે જાણ્યું કે આ થેરાપી કેટલી ફાયદાકારક છે. તો આજે જ એક્યુપ્રેશર ના જાણકાર થી એક્યુપોઇન્ટના વિશે જાણીને થેરેપીનો લાભ લો. સાથે જ એ પણ ધ્યાન રાખો કે તે જાતે ન કરો, પરંતુ પ્રશિક્ષિત ડોક્ટર સાથે ઉપચાર કરાવો. આ લેખ તમારા માટે કોઈપણ પ્રકારનો ફાયદો દેખાડે છે તો કોમેન્ટ બોક્સમાં તમારી વાત જરૂર થી જણાવશો.

આ લેખના માધ્યમથી તમને એતો ખબર પડી જ ગઈ હશે કે અંડર આર્મ ની દુર્ગંધ કેમ આવે છે એવામાં દુર્ગંધની સમસ્યાને દૂર કરવાનું એટલું પણ અઘરું નથી. જરૂર છે તો નિયમિત દિનચર્યા માં સ્વચ્છતાનો ખાસ ખ્યાલ રાખો. તેની સાથે જ તમને આ લેખમાં બતાવવામાં આવેલા અંડરઆર્મ્સ ની દુર્ગંધને દૂર કરવાના ઘરેલૂ ઉપચારની સમસ્યાથી પણ તમને મદદગાર સાબિત થાય છે. તો પછી વાર શેની આ લેખમાં જણાવ્યા મુજબ ઘરેલુ ઉપચારોને અપનાવો અને જલ્દીથી જલ્દી તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવો. પરંતુ નિષ્ણાત ની સલાહ આવશ્યક છે.

 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *