રાજકોટ – માતાપિતાની છત્રછાયા ગુમાવનાર 5 દીકરીઓને દત્તક લઈને ‘દીદીનો દીદીને વ્હાલ’ આ કાર્યક્રમનું કરાયું આયોજન અને આપી સમાજને પ્રેરણા 

Image Source

‘દીકરી’ એટલે ઈશ્વરે આપણને કરેલુ કન્યાદાન

આજે આપણે વાત કરીશું એવા વ્યક્તિ ની જેમને પોતાની દીકરી ના પ્રથમ જન્મ દિવસે લીધો એક અનોખો નિર્ણય અને ‘દીકરી વ્હાલનો દરિયો’ આ વાક્યને ખુબ સારી રીતે સાર્થક કર્યું છે.

પેલું કહેવાય છે ને ‘દીકરી આવે એટલે જીવનમાં ખુશીઓની સુગંધ આપોઆપ ઘોળાઇ જાય છે’

દીકરીનો પ્રથમ જન્મદિવસ હોય તો કયા માતાપિતા હોય કે પોતાની દીકરીનો જન્મદિવસ ધામધૂમથી ન ઉજવે, પરંતુ રાજકોટ ના જે. એમ. જે ગ્રુપ ના એમડી મયુરધ્વજ જાડેજા ના પરિવારે પોતાની દીકરી નો જન્મદિવસ ન ઉજવતા કોરાના માં જેમને પોતાની માતાપિતાની છત્રછાયા ગુમાવી છે તેવી 5 દીકરીને દત્તક લીધી અને એટલું જ નહી તેમની શિક્ષણ ની પણ સંપૂર્ણ જવાબદારી લીધી છે.

મયુરધ્વજસિંહ જાડેજા ના પરિવાર માં ખુબ જ આનંદની લાગણી છવાઈ છે, અને એક અનેરો આનંદ અને ઉત્સાહ છે કારણકે તેમની દીકરીના જન્મદિવસ ને યાદગાર બનાવીને એક અનોખી ઉજવણી કરી છે.

Image Source

“જિંદગી તો મૃત્યુ પછી સાથ છોડી દે, પણ જિંદગીથી વધુ સાથ નિભાવે એ દીકરી”

મયુરધ્વજસિંહ જણાવે છે કે અમે જયારે દત્તક લેવાનો વિચાર કર્યો અને દીકરીઓ દત્તક લીધી એમાં મોટાભાગની દીકરીઓ 4 થી 5 વર્ષ ની છે,અને એક દીકરી એવી છે જે નર્સિંગનો કોર્સ કરવા માંગે છે.તે દીકરી ને નર્સિંગ નો કોર્સ કરાવીશું અને બીજી દીકરીઓને કોલેજ સુધી ભણાવીશું.

ત્યારબાદ બીજા 81 જેટલાં બાળકો છે તેમને પણ તેમને પણ “પ્રધાનમંત્રી વીમા કવચ” માં સુરક્ષિત કરવાનાં છે જેના કારણે ભવિષ્ય માં કોઈપણ મેડીક્લેમ્પ કે બીજી મેડિકલ સુવિધાઓ છે એમાં તેમને તકલીફ ન પડે. અને આ તકલીફ હોય તો તેમને બીજી કોઈ જગ્યા એ જવું ના પડે તેની માટે કાર્ય કરશે. સરકારે ઘણી બધી યોજનાઓ બહાર પડી છે પરંતુ આ યોજનાઓ લાભાર્થી પાસે પહોંચતી નથી, તેથી તેમને કોઈજ અગવડતા ન પડે તેની માટે આ યીજના માં સુરક્ષિત કરવાનાં છે.

Image Source

‘દીદીનો દીદીને વ્હાલ’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

મયુરધ્વજસિંહ ના આ સામાજિક અભિયાનના ભાગ રૂપે

‘દીદીનો દીદીને વ્હાલ’ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોરોનાકાળ માં માતાપિતા ની છત્રછાયા ગુમાવનાર 5 દીકરીઓ ને દત્તક લઇ સમાજ ને પ્રેરણા પુરી પડી છે.અને લોકોને આ બાબતે જાગૃત પણ કર્યા છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment