ચમકદાર અને લાંબા વાળ માટે અપનાવો દાદીમાના આ ઘરેલુ નુસખા

વાળ માંટે નેચરલ વસ્તુ જ હમેશા સારી ગણવામાં આવી છે. સ્કીન કેર હોય કે હેર કેર દાદી માં પાસે દરેક વસ્તુ નું સોલ્યુસન હોય છે. દાદી માં ના આ નુસખા ને આપણે એક વાર જરૂર થી ટ્રાય કરવા જોઈએ. 

Image Source

આપણે બધા જ એવઉ ઈચ્છીએ છીએ કે આપણાં વાળ કાળા અને લાંબા હોય. વાળ ને વધારવા માંટે આપણે ન ઇચ્છતા પણ કેમિકલ યુક્ત પ્રોડક્ટ નો ઉપયોગ કરીએ છીએ. પણ ઘર ની પ્રાકૃતિક વસ્તુ ના ઉપયોગ વિશે ભૂલી જઈએ છીએ. બાળપણ માં આપણાં વાળ ની દેખભાળ આપણાં નાની કે દાદી કરતાં હતા. જેનાથી આપણાં વાળ મજબૂત રહેતા હતા. 

જો તમે પણ તમારા વાળ મજબૂત રાખવા માંગતા હોવ તો અહી બતાવેલ દાદી માં ના નુસખા ને અપનાવી જુઓ. આ દેશી નુસખા ઘણા કામ ના છે. અને કેમિકલ થી પણ બચાવે છે. જો તમારી પાસે ઓફિસ ના કામ માથી ટાઇમ ન મળતો હોય તો પણ તમે અઠવાડિયા માં એક વાર પણ તેને અજમાવી શકો છો. 

Image Source

લીમડા ના પાંદડા ની પેસ્ટ  

શિયાળા માં વાળ રુક્ષ થઈ જાય છે. એટલે જ વાળ માં ખોડો ન થાય તે માંટે તમે લીમડા ના હેર માસ્ક નો ઉપયોગ કરી શકો છો. લીમડા ના પાંદડા ને પીસી ને તેની પેસ્ટ બનાવી લો. તેમા દહી મિક્સ કરી ને તેને વાળ માં લગાવી લો. અડધા કલાક પછી વાળ ધોઈ નાખો. 

દહી અને મેહન્દી 

વાળ માંટે દહી ખૂબ જ સારું ગણવામાં આવે છે. એટલે જ તમે દહી અને મેહન્દી ને મિક્સ કરી ને વાળ માં લગાવી શકો છો. તે કન્ડિશનર નું કામ કરે છે. જે વાળ ને સોફ્ટ બનાવે છે. તેને વાળ માં લગાવી ને અડધા કલાક પછી વાળ ધોઈ નાખવા. ત્યારબાદ તેલ થી માલિશ કરી લેવી. 

Image Source

પ્રોટીન 

આપણાં વાળ ને સ્વસ્થ રાખવા માંટે પ્રોટીન ખૂબ જ જરુરી છે. તેની માંટે તમે ઈંડા નો ઉપયોગ કરી શકો છો. 2 ચમચા ઓલિવ ઓઇલ ને ઈંડા માં મિક્સ કરી ને વાળ માં લગાવો. હેર પેક ની જેમ લગાવી ને તેને અડધા કલાક માંટે છોડી દો. પછી વાળ ને શેમ્પૂ થી ધોઈ લો. આમ કરવા થી વાળ શાઈની થશે. અને બે મોઢા વાળા વાળ ની સમસ્યા પણ દૂર થશે. 

Image Source

બ્રાહ્મી  

લાંબા વાળ માંટે આયુર્વેદિક જડી બુટ્ટી બ્રાહ્મી, જટામાસી, આમળા અને ભૃંગરાજ ને મિક્સ કરી ને પીસી લો. તેનો રસ કાઢો અને તેને વાળ માં લગાવી લો. આમ કરવા થી વાળ લાંબા થાય છે. 

Image Source

શિકાકાઈ અને સૂકા આમળા 

શિકાકાઈ અને સૂકા આમળા ને દૂધ અને પાણી માં નાખી ને પીસી લો. અને રાતભર તેને પલાળી રાખો. સવારે તેને ગાળી લો અને તેની પેસ્ટ બનાવી ને વાળ માં લગાવો. પછી એક કલાક પછી વાળ ને ધોઈ નાખો. નારિયળ કે બદામ ના તેલ થી માલિશ કરો. આ નુસખા થી વાળ જલ્દી જ લાંબા અને ઘટાદાર થાય છે.   

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *