ચહેરા પરના અણગમતા વાળથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ત્રણ હોમમેઈડ ફેસ પેક 

Image Source

ચહેરા પરના વાળ ખૂબ જ વધુ ખરાબ લાગે છે. પરંતુ જો તમને એવું કહેવામાં આવે છે કે ઘરમાં ઉપસ્થિત સામાનના ઉપયોગથી તમે આ વાળથી છુટકારો મેળવી શકો છો તો કદાચ તમારા મનમાં પણ આ ઉપાય જાણવાની ઉત્સુકતા વધી શકે છે. તો ચાલો જાણીએ ઘરમાં કેવી રીતે બનાવવો ચહેરા પર થી વાળ છુટકારો મેળવવા માટે ફેસપેક.

1 લીંબુ, ખાંડ અને પાણી

જ્યારે લીંબુ, ખાંડ અને પાણીને એકસાથે મિક્સ કરવામાં આવે તો તે સ્કિન પર ખૂબ જ કમાલ કરે છે. લીંબુના રસમાં બ્લીચિંગ પ્રોપર્ટીજ જોવા મળે છે.જે તમારી ત્વચાને ચમકદાર બનાવે છે અને ખાંડ એક્સફોલિઅન્ટનું કામ કરે છે.

કેવી રીતે કરવો ઉપયોગ

એક ચમચી ખાંડમાં બે ચમચી લીંબુનો રસ અને ત્રણ ચમચી પાણી ઉમેરો,અને પોતાના ચહેરા પર કોટનની મદદથી એપ્લાય કરો, તેને ઓછામાં ઓછા 20 થી 30 મિનિટ સુધી સૂકવવા દો.

2 પપૈયું અને હળદર

ઘરે આ ફેસપેક બનાવવા માટે તમારે બજારથી પપૈયુ લાવવાની જરૂર છે. આ પેકથી તમારી ત્વચાનો  રંગ ખૂબ જ સારો થશે.

કેવી રીતે કરવો ઉપયોગ

પપૈયાને સ્મેશ કરો અને તેમાં એક ચમચી હળદર પાવડર ઉમેરો. ત્યારબાદ ચહેરા પર સારી રીતે મસાજ કરો, અને આ માસ્કને ઓછામાં ઓછા દસ મિનિટ સુધી ચહેરા પર લગાવીને રહેવા દો.

3 ચણાનો લોટ, હળદર અને ગુલાબ જળ

આ વસ્તુઓ ન માત્ર ચહેરા પરના વાળ હટાવવા માટે ઉપયોગમાં લેવાય છે પરંતુ તે તમારી સ્કિન માટે પણ ફાયદાકારક હોય છે તે તમારી સ્કિનને સોફ્ટ અને ખુબ સુંદર ગ્લો આપે છે.

કેવી રીતે કરવો ઉપયોગ

ચણાના લોટ અને હળદરને સરખી માત્રામાં ગુલાબજળની સાથે મિક્સ કરો. અને તેની જાડી પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ તેને ચોખ્ખા ચહેરા પર લગાવો અને ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ચહેરાને સારી રીતે સાફ કરી લો.

ધ્યાન રાખો

ઉપર આપેલા ઉપાય સંપૂર્ણ રીતે ઇન્ટરનેટઉ પર ઉપલબ્ધ શોધ અને ડેટાની પર આધારિત છે. તેને ડોક્ટરની સલાહના રૂપમાં બિલકુલ ન સમજો. અને કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા સ્કિન વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment