તહેવારોના સમયે તમારી તંદુરસ્તી જાળવી રાખી વધારાની ચરબી ઘટાડવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાયો.

તહેવારો નું અઠવાડિયું આવવાનું છે. આવી સ્થિતિમાં છેલ્લા કેટલાક મહિનામાં પોતાના આરોગ્યનું સંતુલન જાળવી રાખનારા લોકોને એક અલગ જ ચિંતા સતાવી રહી છે. કે વજન ઘટાડવાનો નિર્ણય કર્યો હોય…. અહી તમારા માટે સરળ સમાધાન

ધનતેરસ ના દિવસથી લઈને ભાઈબીજ સુધી એક પછી એક સિલસિલો ચાલુ રહેશે. વર્ષ દરમિયાન આ એક એવો સમય હોય છે, જ્યારે આખા પરિવાર, સબંધીઓ અને મિત્રો સાથે મીઠાઈઓની મજા માણવામાં આવે છે. એવામાં વધુ ખાવાથી લીધે તમારા ભોજનમાં ગોટાળો થઈ જાય છે. જો તમે તહેવારોના અઠવાડિયામાં તમારા આનંદ ની અસર તંદુરસ્તી અને ભોજન ચાર્ટ પર નથી પાડવા દેવા માંગતા તો અમુક સરળ ઉપાયો ને તમારી દિનચર્યા નો ભાગ બનાવી લો. તેનાથી તમારામાં વધારે પડતી ચરબી જમા નહિ થાય.

જમ્યા પછી ગરમ પાણી પીવું.

ભોજન કર્યા પછી તમારે ગરમ પાણી પીવું જોઇએ. જો ભોજન કરતી સમયે પાણી પીવાની આદત હોય તો હુંફાળું પાણી પીવું. પરંતુ શ્રેષ્ઠ તો એજ છે કે ભોજન સમયે પાણી ન પીવું. જો ખૂબ જરૂરી હોય તો હુંફાળું પાણી પી શકો છો. કેમ કે તે તમારા પાચનને ધીમું નથી કરતું અને તેનાથી શરીરમાં ભારેપણું અને ગેસની સમસ્યા થતી નથી.

ભોજન પછી અડધા કલાકે ગરમ પાણી પીવાથી શરીરમાં વધારાની ચરબી ઓછી જામે છે. ગરમ પાણી શરીરમાં રહેલી બિન જરૂરી ચરબીને પીગળીને તેને પરિવર્તિત કરવાનું કામ કરે છે અને તેને મળ મૂત્ર કે પરસેવા દ્વારા શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે.

Image source

ગ્રીન ટી નું સેવન કરવું.

ગ્રીન ટી નું સેવન શરીરને ડીટોકસ કરતું રહે છે એટલે કે બિન જરૂરી, હાનિકારક અને ઝેરીલા તત્વોને જમાં થવા દેતું નથી. ગ્રીન ટી પાચનને સારૂ રાખવામાં મદદ કરે છે અને તેનું નિયમિત સેવન પેટની ખરાબીથી બચાવે છે. એટલે તંદુરસ્ત અને સ્વસ્થ શરીર માટે તમારે દરરોજ ગ્રીન ટી નું સેવન કરવું જોઇએ.

જો તમે હજુ સુધી આ ચાનું સેવન કરતા નથી તો તહેવારોની સાથે આની શરૂઆત કરવી જોઈએ. જેથી તહેવારોના સમયે જાણતા અજાણતા થતાં વધારાના ભોજન ડાયેટ ચીટની અસર તમારી તંદુરસ્તીને ખરાબ કરી ન શકે.

ઓછી મીઠી વસ્તુઓની પસંદગી.

ખાંડ ખૂબ જ ઝડપથી ચરબી વધારવાનું કામ કરે છે. પરંતુ આપણે ત્યાં તો મીઠાઈ વગરના તહેવારની કલ્પના જ નથી કરી શકતા. ખાસ કરીને દિવાળી વિશે તો એવું વિચારી પણ નથી શકતા કે મીઠાઈ ખાધા વગર પણ દિવાળી હોઈ શકે છે.

પરંતુ મીઠાઈની લાલચમાં ઘણા મહિનાની મહેનત પર પાણી પણ ન ફેરવી શકાય. એટલા માટે જરૂરી છે કે તમે એવી મીઠાઈની પસંદગી કરો, જેમાં ચાસણી નો ઉપયોગ કરવામાં આવ્યો ન હોય. કેમ કે સામાન્ય રીતે ચાસણી સાથે ખવાતી મીઠાઈઓ પહેલા ડીપ ફ્રાય કરવામાં આવે છે. તેનાથી તેમાં ચરબીની માત્રા બીજી મીઠાઈઓની સરખામણીમાં વધી જાય છે.

દિવાળી પર તમે ઘરે બનાવેલી ખીર ખાઈ શકો છો, કાજુ કતરી અને રસગુલ્લા એટલે કે સફેદ રસગુલ્લાનો ઉપયોગ કરી શકો છો. પરંતુ તેને પણ સીમિત માત્રામાં ખાઓ. સબંધીઓ ના ઘરે જાઓ ત્યારે મીઠાઈઓ આખો ટુકડો ખાવાને બદલે નાનો ટુકડો ખાઓ. રસગુલ્લા ખાતી વખતે તેની ચાસણીને ચમચી થી દબાવીને ખાઓ. તેનાથી સબંધીઓને ખરાબ પણ નહિ લાગે અને તમારી તંદુરસ્તી પણ જળવાઈ રહેશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Comment