શિયાળામાં મુલાયમ હાથો માટે અપનાવો કેટલાક ખાસ ઉપાયો

Image source

ત્વચાની સંભાળ માટે ના ઉપાયો:

Image source

એકંદર વ્યક્તિત્વ માટે સુંદર હાથ પણ જરૂરી છે. શુષ્ક અને ખરબચડા હાથ તમારી સુંદરતાને ઓછી કરવાનું કામ કરે છે. શિયાળાની ઋતુમાં ઓછા તાપમાન અને ભારે ઠંડી હવાને લીધે ત્વચામાં શુષ્કતા ની સમસ્યા શરૂ થઈ જાય છે. દરેક કામ માટે હાથનો ઉપયોગ કરવામાં આવે છે, સાથે વર્ક ફ્રોમ હોમ ની વચ્ચે હાથોની સંભાળ રાખવી જરૂરી હોય છે. તેમજ કોવિડ -૧૯ દરમિયાન વારંવાર હાથ ધોવા થી અને સેનેટાઈઝર કરવાથી પણ હાથની ત્વચા પર અસર પડે છે. તેવામાં ચાલો જાણીએ કે કઈ રીતે તમારી ત્વચાનું ધ્યાન રાખવું જોઈએ.

હાથમોજા પહેરો:

Image source

કોઈપણ કામ જેમ કે સાફ સફાઈ કે બાદ કામ કરતી વખતે હાથ મોજા પહેરવા થી હાથની ત્વચા હાનિકારક રસાયણો અને ડિટર્જન્ટ ના સંપર્ક માં આવવાથી બચી શકે છે.શિયાળામાં હાથના મોજા ફક્ત તમારા હાથની ગરમ જ નથી રાખતી પરંતુ તે ત્વચાની નમણાશ પણ જાળવી રાખે છે.સાથે જ સુકી હવાઓને લીધે ત્વચા ફાટવા લાગે છે. તેવામાં કોઈ સારી ક્રીમ લગાવ્યા પછી હાથના મોજા પહેરીને જ બહાર નીકળો.

કઈ ક્રીમ નો ઉપયોગ કરવો:

Image source

ત્વચાના નિષ્ણાંતોના મત મુજબ રસાયણ વાળા બ્યુટી પ્રોડક્ટ તમારા હાથની ત્વચાને નુકસાન પણ પહોંચાડી શકે છે. એવામાં ત્વચાની સંભાળ માટેની પ્રોડક્ટ ની પસંદગી સમજી વિચારીને કરવી જોઈએ. તેથી લોકોએ પોતાના હાથો માટે એવી ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ જેમાં પૂરતા પ્રમાણમાં યુરિયા, ખનીજ તેલ, સિરામાઈડસ, યુરિયા અને હાયલયૂરોનિક એસિડ રહેલું હોય. આ ઉપરાંત જે સનસ્ક્રીનનો SPF 30 તેનો ઉપયોગ પણ કરી શકાય છે.

વેસેલીન લગાવવું:

સતત હેન્ડ વોશ કરવાથી સંવેદનશીલ ત્વચા વાળા લોકોમાં ઘણા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. તેમાં ત્વચાનું લાલ થવું, તેમાં દુખાવો થવો, ખંજવાળ આવવી, સફેદ છાલના સ્તરની રચના થવી, હાથની ત્વચાને ફાટી જવું એ પણ મુખ્ય છે.તેનાથી બચવા માટે હાથ ધોયા પછી સારી રીતે કોઇ ક્રીમ કે વેસેલીન લગાવવું. તેનાથી ત્વચામાં સુધારો થવાની સાથે નુકસાન થવાથી પણ બચી શકાશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment