જુઓ આદિત્ય નારાયણના લગ્નના ફોટા, વરમાળાથી લઈને ફેરા સુધી

સિંગર અને હોસ્ટ આદિત્ય નારાયણે તેમના જીવનની નવી સફર શરૂ કરી દીધી છે. તે લગ્નના પવિત્ર બંધનમાં બંધાય ગયા છે. ૧ ડિસેમ્બરે આદિત્ય નારાયણે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે સાત ફેરા લીધા.


આદિત્યના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આદિત્ય અને શ્વેતાની જોડી દુલ્હા દુલ્હનના ફોટામાં બંને શાનદાર લાગી રહ્યા છે. બંનેની જોડી ખુબજ સુંદર લાગી રહી છે.

આદિત્ય અને શ્વેતા બ્રાઇડલ આઉટફિટ્સમાં ખૂબ સુંદર દેખાતા હતા. બંને એ રંગીન સંકલન પોશાક પહેર્યા છે. આદિત્યે ક્રીમ રંગની શેરવાની પર બેબી પિંક કલરનો દુપટ્ટો નાખ્યો હતો.

તેમજ શ્વેતાએ ગુલાબી અને ક્રીમ રંગનો લહેંગો પહેર્યો હતો. તેણે કુંદનની જવેલરી તેના આ લહેંગા ની સાથે પહેર્યા હતા. માથા પટ્ટી, લાંબી ઈયારરિંગ, ભારે નેકલેસ માં શ્વેતા ખુબજ સુંદર લાગતી હતી.

વરમાળા સમારોહથી લઈને ફેરા ફરવા સુધી આદિત્ય નારાયણના લગ્નના ફોટો ઇન્ટરનેટ પર વાયરલ છે. ફોટામાં બંને એકબીજા માટે બનેલા હોય તેવું લાગતું હતું.

બંને સાથે ઘણા ખુશ દેખાઈ રહ્યા હતા. તમને જાણ હશે કે આદિત્યએ ગયા મહિને શ્વેતા સાથેના સંબંધોને જાહેર કર્યા હતા. ત્યારબાદ બધાએ તેને ખૂબ અભિનંદન આપ્યા.

આદિત્ય અને શ્વેતા લાંબા સમયથી રીલેશનશીપ માં છે. બંને સાથે શાપિત નામની એક ફિલ્મ પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મનું દિગ્દર્શન વિક્રમ ભટ્ટે કર્યું હતુ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author :FaktGujarati Team

All Photo Credit to Social Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *