165 વર્ષ પછી અધિક મહિના નો આવો સંયોગ કે જેનાથી થશે બધી મુશ્કેલીઓ દૂર

Image Source

અનિરુદ્ધ જોશી

દર વર્ષે શ્રાદ્ધ પક્ષ ની પૂર્ણાહૂતિ પછી નવરાત્રિ આસો મહિનામાં શરૂ થાય છે પરંતુ આ મહિનામાં અધિક મહિનો હોવાને લીધે એક મહિના પછી નવરાત્રિ ની શરૂઆત થશે. આવો સંજોગ લગભગ ૧૬૫ વર્ષ પછી જવા થઈ રહ્યો છે. આસો મહિના મા અધિક મહિનો ૧૮ સપ્ટેમ્બર થી શરૂ થઇ ૧૬ ઓક્ટોબર સુધી ચાલશે.

આ જ કારણે આ વખતે ૨૪ ના બદલે ૨૬ અગિયારસ હશે અને ચાર ને બદલે પાંચ મહિનાનો ચાતુર્માસ હશે. એવા માં જ્યોતિષ અને ધર્મ ના જાણકારો ના મતે આ અધિક મહિનો ખૂબ જ પુણ્ય ફળ પ્રદાન ક૨નારૂ સાબિત થશે. અથર્વવેદ માં આને ભગવાન નું ઘર માનવામાં આવે છે – ‘ ત્ર્યોદશો માહ ઇન્દ્રસ્ય ગૃહ:’…આ મહિના મા એવું શું કરે જેનાથી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય?

Image Source

 વિષ્ણુ ની પૂજા કરો:

અધિક મહિના ના આધિપતિ દેવતા ભગવાન વિષ્ણુ છે. આ મહિના ની કથા ભગવાન વિષ્ણુ ના અવતાર ભગવાન નરસિંહ અને શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે. આ મહિનામાં શ્રીકૃષ્ણ, શ્રીમદભાગવત ગીતા, શ્રીરામ ની કથા નું વાંચન અને વિષ્ણુ ભગવાન ના નરસિંહ રૂપ ની પૂજા વિશેષ રીતે કરવામાં આવે છે. આ મહિના મા પૂજા કરવાનું તેનું અનોખું મહત્વ છે. જે વ્યક્તિ આ મહિનામાં વ્રત, પૂજા અને ઉપવાસ કરે છે તે બધા પાપો માંથી મુક્ત થઇ જાય છે અને તેને વૈકુંઠ ની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં શ્રદ્ધા – ભક્તિ થી ભગવાન ની પૂજા – આરાધના, વ્રત વગેરે કરવાથી મનુષ્ય ના દુઃખ – દરિદ્રતા અને પાપો નો નાશ થાય છે અને અંતે ભગવાન ના ધામ ની પ્રાપ્તિ થાય છે. ભગવાન પરશોતમ ની સોળશોપચાર પૂજા કરવી જઈએ.

નરસિંહ ભગવાન ની પૂજા: ધર્મ ગ્રંથો પ્રમાણે શ્રી નરસિંહ ભગવાને આ મહિનાને એમનું નામ આપીને કહ્યું છે કે હવે હું આ મહિના નો સ્વામી થઇ ગયો છું અને આના નામ થી આખું જગત પવિત્ર થાશે. આ મહિનામાં જે પણ મને પસંદ કરશે, એ ક્યારેય ગરીબ નહિ થાય અને એની બધી મનોકામના પૂરી થશે. એટલે આ મહિના દરમ્યાન જપ, તપ , દાન થી અનંત પુણ્યો ની પ્રાપ્તિ થાય છે.

Image Source
૩૩ દેવતાઓ ની પૂજા નું મહત્વ છે:

વિષ્ણુ, જીષ્ણુ, મહાવિષ્ણુ, હરિ, કૃષ્ણ, ભધોક્ષજ, કેશવ, માધવ, રામ, અચ્યુત, પુરુષોત્તમ, ગોવિંદ, વામન , શ્રીશ, શ્રીકાંત, નારાયણ, મધુરીપુ, અનિરુદ્ધ, ત્રિવિક્રમ, વાસુદેવ, યગત્ યોની, અનન્ત, વિશ્વાક્ષિભૂણમ્ , શેષશાયિન, સંકષૅળ, પ્રધુમ્ન, દૈત્યારિ, વિશ્વતોમુખ, જનાર્દન, ધરાવાસ, દામોદર, મધાદૅન અને શ્રીપતિજી ની પૂજા થી બહુ લાભ થાય છે.

Image Source

 આ પરષોત્તમ મહિનો છે:

આસો મહિનો આ વખતે ૩ સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર સુધી રહેશે. આ સમયગાળો ૫૯ દિવસો નો રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિનામાં સૂર્ય સંક્રાંતિ નહિ થાય, તેમાં અધિક મહિનો જોડાય જાય છે.પરષોત્તમ મહિનો ૩૨ મહિના ૧૬ દિવસ ૪ કલાક વીત્યા પછી આવે છે. શ્રીકૃષ્ણ કૃપા થી ‘ મળ માસ ‘ બન્યો પરષોત્તમ મહિનો ‘: મળ માસ માં સૂર્ય ની સંક્રાંતિ ન થવાને લીધે દેવતા અને પિતૃ ની પૂજા અને શુભકાર્ય કરવા પર પ્રતિબંધ હોવાને લીધે બધા તેની નિંદા કરવા લાગ્યા. લોકોના અપમાન થી દુઃખી થઇ ને મળ માસ વૈકુંઠ માં પહોંચ્યો અને ભગવાન વિષ્ણુ ને રડી રડી ને બોલ્યો, ‘ હું એવો અભાગીયો છું જેનું કોઈ નામ નથી સ્વામી નથી કે નથી રેહવા માટે કોઈ આશ્રય.એટલે બધા લોકો એ મારો તિરસ્કાર અને અપમાન કર્યું છે.’ એમ કહી તે ભગવાન વિષ્ણુ ના ચરણો મા શરણાગત થઇ ગયો. ત્યારે વિષ્ણુ તેને લઈ ને ગોલોક પહોંચ્યા. ત્યાં શ્રીકૃષ્ણ એ કહ્યું કે, ‘ સદગુણ, કીર્તિ, પ્રભાવ, કાવતરું, પરાક્રમ, ભક્તો ને વરદાન વગેરે જેટલા પણ સદગુણ મારા પરષોત્તમ માં છે, એ બધા ને આજ થી હું મળ માસ ને સોંપુ છું.મારું નામ જે વેદ, લોક અને શાસ્ત્ર માં પ્રસિદ્ધ છે, આજ થી એ જ ‘ પરષોત્તમ ‘ થી આ મળ માસ પ્રખ્યાત થશે. હું પોતે આ મહિનાનો સ્વામી થઈ ગયો છું. આ મહિનામાં મારી પૂજા કરવા વાળાને હું પરમ દુર્લભ પદ પ્રદાન કરીશ.’

આ પણ કરી શકો છો:

આ મહિને ઘરના મંદિર મા શાલિગ્રામ ની મૂર્તિ સામે આખો મહિનો અખંડ દીવો કરવો જોઇએ. શ્રીમદભાગવત ની કથા નું વાંચન કરવું જોઈએ કે ગીતા ના પુરુષોત્તમ નામના ૧૪ માં અધ્યાય નું અર્થ સાથે વાંચન કરવું જોઈએ. કે ભગવાન ના ‘ ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ ‘ આ બાર અક્ષરના મંત્ર નો જપ કરવો જોઇએ. આ મહિનામાં પુરુષોત્તમ મહાનતા ના પાઠ પણ અત્યંત લાભદાયી છે. આ મહિનામાં ભગવાન ને દીપદાન અને ધજા દાન નું પણ ખૂબ મહ્ત્વ છે. આ મહિના મા ગાયો ને ઘાસ ખવરાવવું જોઈએ.

આ મહિને વ્રત કરવા વાળા ને એક સમયે જ ભોજન કરવું જોઇએ. ભોજન માં ઘઉં, ચોખા, જવ, મગ, તલ, બાથુઆં, વટાણા, ચોલાઇ, કાકડી, કેળા, આમળા, દૂધ, દહીં, ઘી, કેરી, હરડે, પીપળ, જીરૂ, સૂંઠ, સિંધવ મીઠું, આમલી, પાન- સોપારી, જેકફુટ, શેતુંર, મેથી વગેરે ખાવાનો મહિમા છે. માંસ, મધ, ચોખાની માંડ, અડદ, રાઈ, મસૂર, મૂળા, કાંદા, લસણ, વાસી અનાજ, નશીલા પદાર્થો વગેરે ન ખાવા જોઈએ. આ મહિના મા લગ્ન, નામકરણ, શ્રાદ્ધ, કાન છેદવું અને દેવ પ્રતિષ્ઠા વગેરે શુભ કામો કરી શકાતા નથી.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment