પૂજા કરતા પહેલા આચમન કરી મેળવો બમણું ફળ અને ભગવાનના આશીર્વાદ

Image Source

શાસ્ત્રોમાં પૂજા કરતા પેહલા આચમન કરવા વિશે જણાવવામાં આવ્યું છે, માન્યતા છે કે આચમન કર્યા વગર પૂજા કરવાથી કોઈ લાભ મળતો નથી. તેમજ સાચી વિધિથી આચમન કરવા પર દેવતાઓ પ્રસન્ન થાય છે અને પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે.

કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરતા પેહલા શરીરને શુદ્ધ કરવું પણ જરૂરી છે. શરીરને શુદ્ધ કરવાની આ પ્રક્રિયાને આચમન કેહવાય છે. આચમન વગર પૂજાનો ફાયદો મળતો નથી. તેથી આચનનને દરેક સ્થિતિમાં જરૂરી માનવામાં આવે છે. તેમતો શાસ્ત્રોમાં આચમનની ઘણી રીતો જણાવી છે. પરંતુ અમે તમને શાસ્ત્રો મુજબ જરૂરી વાતો જણાવી રહ્યા છીએ. આ રીતે આચમન કરવા પર પૂજા પાઠમાં બમણો ફાયદો થાય છે.

घर में पूजा करने से पहले आचमन करना जरूरी, जानिए 6 लाभ

Image Source

કેવી રીતે આચમન કરવું

પૂજા કરતા પેહલા તાંબાના વાસણમાં ગંગાજળ અથવા પીવાલાયક સ્વચ્છ અને શુદ્ધ પાણી લો. ત્યારબાદ તેમાં થોડા તુલસીના પાન ઉમેરી પૂજા સ્થળ પર રાખો. પૂજા શરૂ કરતા પેહલા આચમન ( તાંબાની નાની ચમચી ) થી હાથ પર થોડું પાણી લઈને ઇસ્ટ દેવી અથવા દેવતાઓને ધ્યાન ધરી ત્રણ વાર ગ્રહણ કરો. ત્યારબાદ હાથથી માથા અને કાનને અડાડી પ્રણામ કરો. આચમન કરતી વખતે ૐ કેશવાય નમઃ , ૐ નારાણાય નમઃ , ૐ માધવાય નમઃ , ૐ હૃષીકેશાય નમઃ આ મંત્ર બોલો, તેમ કરવાથી દેવતાઓ ખુશ થાય છે.

Image Source

આચમન સમયે આ દિશામાં મોં રાખો

આચમન સમયે દિશાનું ખાસ મહત્વ છે. આવી સ્થિતિમાં આચમન કરતી વખતે મોં હંમેશા પૂર્વ, ઉત્તર અથવા ઈશાન કોણ તરફ રાખો. બીજી દિશાઓ તરફ મોં રાખીને આચમન કરવાથી પૂજાનો કોઈ ફાયદો મળતો નથી.

Image Source

ત્રણ વાર જ આચમન કેમ કરે છે

આચમન સળંગ ત્રણ વાર કરવામાં આવે છે, તેમ કરવાથી પૂજા દરમિયાન મંત્ર વાંચવામાં શુદ્ધતા આવે છે, સાથેજ મન, વચન અને કર્મ ત્રણેયની શુદ્ધતા જળવાઈ રહે છે, આ ઉપરાંત વ્યક્તિને શારીરિક, માનસિક અને મૌખિક પાપોથી મુક્તિ મળે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment