ઇ-એજેન્ડા : હેલ્થ એક્સપર્ટ મુજબ આયુર્વેદની આ ત્રણ રીતથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે

ચીનના વુહાનથી દુનિયાભરમાં કોરોના વાયરસે દસ્તક આપવાની સાથે જ, આ વાઇરસથી બચવા કોઈ વૈકલ્પિક પદ્ધતિ હોઈ શકે છે કે કેમ તેની ચર્ચા ચાલી રહી છે. કોરોના વાયરસ ખિલાફ ઇમ્યુનિટીને સૌથી મોટું હથિયાર માનવામાં આવી રહ્યું છે. હેલ્થ એક્સપર્ટ એ જણાવ્યું કે કેવી રીતે કિચનની અમુક વસ્તુઓ શરીરને અંદરથી મજબુત બનાવવા માં કામ કરે છે.

આયુર્વેદની રીતે ઇમ્યુનિટી કેવી રીતે વધારી શકાય ?

આયુર્વેદમાં મહામારીને લઈ પૂરો એક અધ્યાય લખ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે મહામારી ની ઉત્ત્પતી ક્યારે થઈ અને તેના આવવા પર આપણે તેની સાથે કેવી રીતે લડવું. આયુર્વેદની એક ખાસ વાત એ પણ છે કે આમાં પ્રત્યેક વ્યક્તિની ઉંમર, ખોરાક અને તેનું સ્થાન પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તેમણે જણાવ્યું કે જ્યારે રોગપ્રતિકારક શક્તિની વાત કરવામાં આવે છે, ત્યારે ચ્યનપ્રાશનું નામ પહેલા આવે છે. ચ્યનપ્રાશ આપણા ફેફ્ડાઓ માટે ખુબ જ ફાયદાકારક છે.

ખુબ જ કામનો છે આયુષ ઉકાળો, છે ખુબ જ લોકપ્રિય

ડોક્ટર ચૌહાણએ જણાવ્યું કે કોરોનાથી બચવા હવે લોકો તેના ઘરમાં જ આયુષ ઉકાળો બનાવી રહ્યા છે. તેમણે તેને બનાવવાની રીત પણ જણાવી. તેમણે કહ્યું એક કપ પાણીમાં ચાર તુલસીના પાન, બે કાળી મરી, આદુ, તજ અને સુકી દ્રાક્ષ ઉમેરી પાણી ઉકાળી લો. તેને મીઠું બનાવવા માટે, ગોળ અથવા મધ પણ ઉમેરો. દિવસમાં બે વાર આ સેવન કરવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે. તેના સિવાય હળદર નું પણ સેવન કરી શકો છો.

નાકમાં તેલ નાખો, તલના તેલથી કરવા કોગળા

ડોક્ટર ચૌહાણએ જણાવ્યું કે નાકમાં તેલ નાખવાથી પણ શરીર રોગમુક્ત બની શકે છે. બંને નાસિકા છિદ્રોમાં બે વાર તલનું તેલ નાખવું. તલ ના તેલથી કોગળા પણ કરવા જોઈએ. તેમણે કહ્યું કે જો અનુનાસિક પટલ લુબ્રિકેટેડ રહે છે, તો પછી કોઈપણ જીવજંતુ તેમનાથી હુમલો કરી શકશે નહીં.

જણાવી દઈએ કે અગાઉ પીએમ મોદીએ લોકોને ઇમ્યુનિટી વધારવા આયુષ મંત્રાલયની સૂચનાનું પાલન કરવા પણ કહ્યું હતું. આ ઉપરાંત આયુષ મંત્રાલય દ્વારા સેલ્ફ કેર માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી હતી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *