આયુર્વેદ અનુસાર આ ફુડનું સેવન દરરોજ કરવાથી દૂર રહેવું જોઈએ 

Image Source

આયુર્વેદ અનુસાર અમુક વ્યંજનોને ભોજનના રૂપમાં દરરોજ સામેલ કરવાથી દૂર રહેવું જોઈએ આવો આ ફુડ વિશે જાણીએ.

તમને સવાલ કરવામાં આવે કે કયા ફૂડને દરરોજ ભોજનમાં સામેલ કરવાથી દૂર રહેવું જોઈએ તો તમારો જવાબ શું હોઈ શકે છે? કદાચ તમે આ સવાલનો એક જવાબ ન આપી શકો પરંતુ ડિનર ટેબલ પર ઉપસ્થિત અમુક એવો ખોરાક હોય છે જેને આયુર્વેદ અનુસાર દરરોજ સામેલ કરવાથી દૂર રહેવું જોઈએ. આયુર્વેદ અમુક એવા ખોરાક વિશે પણ જણાવે છે જે કોઈપણ ઉંમરના લોકોને દરરોજ ખાવાથી દૂર રહેવું જોઈએ આયુર્વેદિકના ડોક્ટર વારાલક્ષ્મી આ વિશે આપણને સવિસ્તાર જણાવી રહી છે કે કયા ખોરાકનું દરરોજ સેવન કરવાથી દૂર રહેવું જોઈએ.

Image Source

દહીં

ભારતીય ભોજનમાં દરરોજ દહીં ને સામેલ કરવું જોઇએ નહીં એવું ખૂબ ઓછું જોવા મળે છે. સવારમાં પરાઠાની સાથે દિવસમાં દાળ ભાત ની સાથે અને શાક ની સાથે દહીં જેવી વસ્તુ સામેલ ન કરો તો ઘણા લોકોનું ભોજન કરવાનું મન પણ થતું નથી. સવારે અને સાંજે દહીં ન મળે તો ડિનર ના સમયે રોટલી અથવા તો ભાતની સાથે દહીં દરેક વ્યક્તિ પસંદ કરે છે. પરંતુ ડોક્ટર વારાલક્ષ્મીના અનુસાર દરરોજ દહીંને પોતાના ભોજનમાં સામેલ કરવાથી દૂર રહેવું જોઈએ કારણ કે તેનાથી બિમારી થવાનો ભય રહે છે.

Image Source

માંસ અને માછલી

જો આયુર્વેદ થી દુર રહીને જોવામાં આવે તો આપણને ઘણી જગ્યાએ સાંભળવા મળે છે કે દરરોજ માંસ અને માછલીને ભોજનમાં સામેલ કરવાથી દૂર રહેવું જોઈએ. ડોક્ટર વારાલક્ષ્મીના અનુસાર મિટ અથવા તો બીફની સાથે સાથે પોર્ક અને માછલીને દરરોજ ભોજનમાં સામેલ કરવાથી દૂર રહેવું જોઈએ.

Image Source

સુકી શાકભાજી

ભારતીય સમાજમાં આજથી નહીં પરંતુ વર્ષોથી સુકી શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને પૂર્વ ભારત દક્ષિણ ભારત અને ઉત્તર ભારતમાં શાકભાજીને તાપ માં સૂકવ્યા બાદ તેને જારમાં બંધ કરવામાં આવે છે. અને અમુક મહિના પછી તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ડોક્ટર વારાલક્ષ્મીના અનુસાર સુકી શાકભાજીને દરરોજ ભોજનમાં ઉપયોગમાં લેવાથી તમને તકલીફ પડી શકે છે.એવામાં તમે દરરોજ તેને ભોજનમાં સામેલ કરવાથી દૂર રહો.

Image Source

આલ્કલાઈન ફૂડ

સુકી શાકભાજી સિવાય આલ્કલાઈન ફૂડ ને પણ દરરોજ ભોજનમાં સામેલ કરવાથી દૂર રહેવું જોઈએ. કદાચ તમે એવું વિચારતા હશો કે આલ્કલાઈન ફૂડનો શું અર્થ થાય? તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે માંસ,મીઠાઈ કેફીન જેવી વસ્તુઓ આ લિસ્ટમાં સામેલ હોઈ શકે છે. તેના સ્થાન પર તમે લીલી શાકભાજી જેમ કે ગાજર કોબીજ સીમલા મરચું જેવા ખોરાકને ભોજનમાં સામેલ કરી શકો છો.

આ ખોરાકને પણ સામેલ કરવાથી દૂર રહો

દહી, આલ્કલાઇન ફૂડ, માંસ,માછલી, સુકી શાકભાજી સિવાય અમુક એવી વસ્તુ પણ છે જે દરરોજ ભોજનમાં ન શામેલ કરવાની ડૉક્ટર વારાલક્ષ્મી સલાહ આપે છે.તે અનુસાર ક્રીમ, ચીઝ ડેરી સ્વીટ્સ, સૂકું મીટ જેવી વસ્તુઓને દરરોજ ભોજનમાં સામેલ કરવાથી દૂર રહેવું જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *