ગુજરાતનું આ શહેર “લઘુ ભારત” તરીકે ઓળખાય છે. આવી છે અહીંની લાઈફ…એ છે – સુરત

તાપી નદીના કિનારે વસેલું સોહામણું શહેર એટલે સુરત. સુરત શહેર સુરત જીલ્લાનું વડું મથક છે. સુરત ખૂબ ઝડપથી વિકાસ કરતુ ઉદ્યોગનું નગર છે.

સુરત શહેર કાપડ ઉદ્યોગ અને હીરાઉધોગ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. માટે તેને “સિલ્ક સીટી” કે “હીરા નગર” તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે આપણે સુરત શહેરના ઈતિહાસ અને ઔદ્યોગિક વિકાસ સાથે સંકળાયેલી કેટલીક મહત્વની માહિતી મેળવીશું.

 

આધુનિક સુરત શહેરની સ્થાપના ૧૫મી સદીમાં થઈ હતી. કહેવાય છે કે ઈ.સ. ૧૫૦૦ની આસપાસ ગોપી નામના એક બ્રાહ્મણે આ શહેર વસાવ્યું હતું. આ શહેર શરૂઆતમાં મુઘલોના કબ્જામાં હતું. અંગ્રેજોએ સૌ પ્રથમ વ્યાપારી કોઠી અહીં જ સ્થાપી હતી.

Image Source : Twitter

ઈતિહાસમાં સુરત એક મહત્વપૂર્ણ બંદર તરીકે વર્ણવાયું છે. ૧૬મી સદીમાં સુરતમાં વસ્ત્ર ઉદ્યોગ અને જહાજ નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલતું હતું. પરંતુ ૧૮મી સદીમાં ધીરે ધીરે સુરતનું પતન થવા લાગ્યું. પોર્ટુગીઝ અને ડચ પ્રજાએ સુરત પર કબ્જો જમાવ્યો.

એ જ સમય વીત્યા બાદ આજનાં સમયનું સુરત શહેર ખુબ જ રહેવાલાયક બન્યું છે.

સુરતના ઉદ્યોગો વિશે વાત કરીએ તો હીરાઉધોગ માટે સુરત દુનિયાભરમાં મશહૂર છે. દેશ વિદેશના કુશળ કારીગરો હીરા ઘસવાનું માટે સુરતમાં આવે છે.

આ ઉપરાંત સુરત શહેરનો બીજો સૌથી વિકસીત ઉદ્યોગ. અહીં દરેક પ્રકારના વસ્ત્રો બને છે. જાતજાતના કાપડ બંને છે. ડ્રેસ મટેરિયલ અને સાડીઓનું અહીં મોટા પાયે ઉત્પાદન થાય છે.

સુરતમાં ભારતના લગભગ બધાં જ રાજ્યના લોકો રહે છે. માટે સુરત “લઘુ ભારત”ના નામે પણ ઓળખાય છે.

૧૯મી સદીની મધ્યમાં સુરત એક ગતિહીન નગર હતું. જેની જનસંખ્યા ૮૦,૦૦૦ની આસપાસ હતી.

પરંતુ ભારતીય રેલવેની શરૂઆત સાથે જ સુરત ફરી સમૃદ્ધ થવા લાગ્યું.

 

૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર સુરતની જનસંખ્યા ૪૪.૬ લાખ છે. આજે ગુજરાતના મુખ્ય શહેરોમાં સુરત પણ એક છે.

 

ગુજરાતનાં શહેરો જેમ કે, અમદાવાદ, વડોદરા,રાજકોટ કે સુરત. પણ સુરત તો સુરત જ છે..!!

અહીંની ખાણીપીણી કે ફરવાનું એક અનેરી મોજથી પણ કઈ ઓછું નથી! મોજે મોજ અને એ પણ રોજે રોજ…..

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *