About Ganesh Chaturthi

ગણપતિ જન્મ મહોત્સવ

હિમાલય ની પર્વત માલા, કંદરાઑ માં ભગવાન શિવજી અને માં પાર્વતી નિવાસ કરે છે. શિવજીનો મોટા ભાગનો સમય તપસ્ચર્યામાં પસાર થતો ત્યારે એકલા પડેલા પાર્વતી દેવી કન્ટાળતા. તેથી એકલતા દૂર કરવા, કોઇ સાથે વાતો ચિતો કરી શકે તે માટે કોઇ સાથીની માંગણી કરી, શિવજીએ મા પાર્વતી ને પોતાના શરીર ના મેલ માથી બાલક નું સર્જન કરી લેવા સૂચન કરી ને ફરી તપસ્યા માટે નીકલી ગયા.

બીજા દિવસે વૈશાખ સુદી ચતુર્થી ના દિવસે મા જગ્દમ્બા પાર્વતીએ સ્નાન કરતા સમયે પોતાના શરીર ના મેલ માથી નાનું પુતલુ(પુત્ર) બનાવી ને તેમાં પ્રાણ પૂર્યા.. તેને નામ આપ્યું “વિનાયક”. સમય પસાર થતો ગયો તેમ પાર્વતી પુત્ર મોટા થતા ગયા. એક વખત માં પાર્વતી સ્નાન કરવા જતી વખતે બાલ વિનાયક ને સૂચન આપ્યું કે કોઇ ને ઘર મા પ્રવેશ કરવા ન દેવો. આમ કહી તે સ્નાન માટે અંદર ગયા.. બીજી તરફ શિવજી તપસ્યા પુરી થતા ગ્રુહ પ્રયાણ કર્યું.. ઘરના દ્વાર પર વિનાયક ચોકી કરતા હતા. બન્ને એક બીજા થી પરિચિત ન હોઇ વિનાયકે શિવજીને ઘરમાં પ્રવેશ કરતા અટકાવ્યા. અને જ્યા સુધી પાર્વતીજી બહાર ન આવે ત્યા સુધી બહાર જ ઉભા રહેવા, રાહ જૉવા જણાવ્યુ.
એટલે શિવજી ને ગુસ્સો આવ્યો. બન્ને વચ્ચે શરૂઆત માં બોલાચાલી અને ત્યાર બાદ યુદ્ધ શરુ થયુ. શિવજીના ત્રિશુલ પ્રહાર થી વિનાયકનું મસ્તક છેદાઈ ગયું..
એવામાં પાર્વતીજી સ્નાન પુરુ કરીને બહાર આવતા પોતાના પુત્રને મૃત્યુ પામેલો જોઈ એકદમ ગુસ્સે ભરાયા અને શિવજીને પુત્રને ફરી સજીવન કરવા કહયુ.
શિવજી બોલ્યા કે આ કામ મારું નથી. વિષ્ણુનું છે. તેમણે વિષ્ણુનું ધ્યાન ધરી હાજર થવા જણાવ્યુ.. ભગવાન વિષ્ણુ પધાર્યા. શિવજી અને પાર્વતીજી એ વીગતે વાત કરી અને વિનાયક ને સજીવન કરવા જણાવ્યુ. ભગવાન વિષ્ણુ એ કહ્યુ કે કાલ સવારે પૂર્વ દિશા તરફ થી જે પ્રથમ દેખાય તેનુ મસ્તક લઈ આવો.
બીજા દિવસે (ભાદ્રપદ સુદી ને ચતુર્થી ના દિવસે) શિવજીએ ગણોને પૂર્વ દિશામા જવા અને જે પ્રથમ સામુ મલે તેનુ માથું લઈ આવવા જણાવ્યુ.
ગણો પૂર્વ તરફ આગળ વધ્યા. રસ્તામા સૌ પહેલો હાથી મલ્યૉ. ગણોએ તેનો શિર છેદ કરીને લઈ આવ્યા. વિષ્ણુએ હાથી નું મસ્તક અને બાળક વિનાયક નું ધડ એક બીજા સાથે જોડી ને તેને સજીવન કર્યો. પણ વિચિત્ર બાલક ને જોઈ મા પાર્વતી નિરાશ થયા, રોષે ભરાયા.
તેમને મનાવવા શિવજી એ વરદાન આપી પ્રથમ પૂજા નો હક્ક આપ્યો. ગણોના અધ્યક્ષ ,ગણપતિ બનાવ્યા .હાથી એટલે કે ગજ નું મુખ હોઇ ગજાનન કહેવાયા. અન્ય દેવી દેવતાઓ એ ખાસ વરદાનો આપીને આશિર્વાદ આપ્યા.
ભાદ્રપદ સુદ ની ચતુર્થી ગણેશ ચતુર્થી તરીકે પ્રચલિત બની. લોકો વૈશાખ અને ભાદરવા મહિના ની બન્ને ચોથ ને ગણેશ ચતુર્થી તરીકે ઉજવે છે.
આજે ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તે વિધ્‍નહર્તા, બુદ્ધિના દેવતા ભગવાન ગણપતિ આપના દરેક પ્રકારના વિધ્‍નો, સંકટો નિવારીને આપને સુખી, સમૃદ્ધ અને શક્‍તિશાળી બનાવે તેવી શુભેચ્‍છા.
 બોલો ગણપતિ બાપ્પા મોરયા 

Leave a Comment