ગર્ભપાત કરાવવાથી મહિલાઓને થાય છે માનસિક તકલીફ,જાણો તેના ભાવનાત્મક પાસા 

Image Source

ગર્ભપાતના ઘણા માનસિક દુષ્પ્રભાવ પણ હોઈ શકે છે જેના વિશે જાણવું મહિલાઓ માટે ખૂબ જ જરૂરી હોય છે તમે જાણો તેના વિશે.

ગર્ભાવસ્થા નો સમયગાળો પૂરો થયા પછી ઈમોશનલ સાઇડ-ઇફેક્ટ કોઈ મોટી વાત નથી. ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાનો નિર્ણય કદાચ કોઈ મહિલા માટે આસાન નથી. જિંદગીમાં ખૂબ જ તણાવ ભર્યો સમય હોઈ શકે છે અને આ પ્રોસિજર કર્યા બાદ અલગ-અલગ ભાવનાઓ પણ આવી શકે છે પરંતુ એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે દરેક વ્યક્તિ નો અનુભવ અલગ-અલગ હોઈ શકે છે અને તેની પ્રતિક્રિયા પણ અલગ હોઈ શકે.

ગર્ભપાતના ભાવનાત્મક પ્રભાવ

ગર્ભાવસ્થાની સમાપ્તિની પ્રતિક્રિયા વ્યક્તિની સ્થિતિ તેના આધાર પર ઘણા પ્રકારની ભાવનાઓ ને સામે લાવી શકે છે પરંતુ નકારાત્મક ભાવના ખૂબ જ સામાન્ય છે. ગર્ભપાત બાદ થતી નકારાત્મક ભાવના ઓછામાં ઓછી માનસિક રૂપથી આપણા હોર્મોનલ પરિવર્તનને કારણે થઈ શકે છે. તે એવી જ ભાવના હોય છે જે બિનઆયોજિત ગર્ભપાત પછીસામે આવે છે.

Image Source

સામાન્ય નકારાત્મક ભાવનાઓ માં સામેલ છે :-

 • અપરાધભાવ
 • ગુસ્સો
 • શરમ
 • પસ્તાવો
 • આત્મસન્માન અથવા આત્મવિશ્વાસની હાનિ
 • એકલા રહેવાની ભાવના
 • ઊંઘની સમસ્યા અને ખરાબ સપના
 • સંબંધની સમસ્યાઓ
 • આત્મહત્યા ના વિચાર
 • હાનિનો અહેસાસ
 • વાસ્તવિકતા નો સામનો કરવાની તકલીફ

ધાર્મિક માન્યતાઓ અને સામાજિક બંધનમાંથી બહાર આવવું ખૂબ જ વધુ મુશ્કેલ બનાવે છે. ખાસ કરીને જો તેનું કારણ વ્યક્તિ પાસે કોઈ વાત સાંભળવવા વાળું પણ ન હોય જેને તે કહી શકે કે શું થયું છે.

વધુ પડતી પરિસ્થિતિમાં સમયની સાથે સાથે નકારાત્મક ભાવના પણ ઓછી થઈ જાય છે. પરંતુ ભાવનાત્મક અને માનસિક પરેશાની રહે છે તથા ડિપ્રેશનના લક્ષણો પણ જોવા મળે છે તો વ્યક્તિએ કોઈ મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ.

ગર્ભપાત પછી કયા લોકોને ડિપ્રેશન વધુ હોય છે?

 • તે મહિલાઓ જે નકારાત્મક વિચાર અને માનસિક તણાવ વધુ થઈ શકે છે તે આમાં સામેલ છે
 • તે મહિલાઓ જેને પહેલા ભાવનાત્મક અથવા તો માનસિક ચિંતાઓ ખૂબ જ હોય
 • તે મહિલાઓ જેને ગર્ભપાત માટે મજબૂર કરવામાં આવી હોય અથવા તો સમજાવવામાં આવી હોય.
 • તે મહિલાઓ જે ધાર્મિક માન્યતાઓના આધાર ઉપર ગર્ભપાતને ખોટું માને છે.
 • તે મહિલાઓ જેના નૈતિક વિચાર ગર્ભપાતના વિરુદ્ધ હોય.
 • તે મહિલાઓ જેને ગર્ભધારણ પછી ના સ્ટેજમાં ગર્ભપાત કરાવ્યો હોય  
 • તે મહિલાઓ જેમને તેમના પતિની સાથ વગર ગર્ભપાત કરાવ્યું હોય
 • તે મહિલાઓ જેમને જિનેટિક અથવા તો ગર્ભની અસમાનતાના કારણે ગર્ભપાત કરાવવું પડ્યું હોય
 • તે મહિલા જેને ડિપ્રેશન અને એન્ગઝાયટી ની સમસ્યા પહેલેથી જ થયેલી હોય
 • તે મહિલા જેને પોતાના પાર્ટનરનો સાથ મળતો નથી.

સાર

ગર્ભપાતના માનસિક અને ભાવનાત્મક સાઇડ ઇફેક્ટ શારીરિક સાઇડ ઇફેક્ટ ની તુલનામાં વધુ સામાન્ય હોય છે. જે ઓછા પસ્તાવાથી લઈને ઘણી ગંભીર જટીલતા જેમ કે ડિપ્રેશન નું સ્વરૂપ પણ લઈ શકે છે. એ જરૂરી નથી કે આ દરેક જોખમ વિશે પ્રોફેશનલ સાથે જ ચર્ચા કરવામાં આવે જે તમારા ભાવનાત્મક રૂપથી યોગ્ય રાખવા માટે અને દરેક સવાલો તથા ચિંતાઓને નિવારી શકે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment