એકવાર કમાન્ડર અભિનંદન વર્ધમાનને પૂછવામાં આવ્યું, પાયલોટ બનવા શું જરૂરી છે? ત્યારે તેનો આ જવાબ હતો..

અત્યારે મીડિયાના ટોપિક બનેલા એવા ભારતીય સૈન્યના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન કે જેને પાકિસ્તાનને જવાબ આપવામાં કાંઈ બાકી ન રાખ્યું. તેને એક ઈન્ટરવ્યુમાં કમાન્ડર અભિનંદન વર્ધમાનને પૂછવામાં આવ્યું, પાયલોટ બનવા શું જરૂરી છે? ત્યારે આ આપ્યો હતો જવાબ..

પાકિસ્તાનની F-16 વિમાનને નિયંત્રણ રેખા પર કુરચો કરી નાખ્યો હતો. એ કારણે પાકિસ્તાને કમાન્ડર વર્ધમાનને બંદી બનાવી લીધા હતા. એ બાદ બંને દેશ વચ્ચે વિચારણાનો દૌર પણ ચાલ્યો હતો. અંતે પાકિસ્તાને થાકીને આજના દિવસે ભારતીય કમાન્ડર અભિનંદન વર્ધમાનને મુક્ત કર્યા. ઉપરથી પાકિસ્તાને એ પણ જણાવ્યું કે અમે શાંતિ રાખવા માંગીએ છીએ જેને કારણે આ ભારતીય કમાન્ડરને મુક્ત કરીએ છીએ.

૨૦૧૧ની સાલમાં અભિનંદન વર્ધમાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, સારૂ ફાઈટર પાયલટ બનવા માટે શું કરવું જોઈએ? આ વાત જણાવી કે બધા તાલીઓ વગાડવા લાગ્યા હતા અને ઘણા દર્શકો તો આ ઈન્ટરવ્યુને બીજી વખત જોવા માટે પ્રેરાયા હતા. એ વખતે અભિનંદન ફ્લાઈટના લેફટીનેંટ હતા અને સુખોઈ લડાઈનું વિમાન ઉડાવતા હતા.

એ સમયે ઇન્ટરવ્યુમાં કમાન્ડર અભિનંદન વર્ધમાને બધાની સામે કહ્યું હતું કે, “સારૂ ફાઈટર પાયલટ બનવા માટે ‘બેડ એટીટ્યુડ’ હોવો જરૂરી છે.” આ ગહન વિચારના જ્ઞાતા વર્ધમાને હમણાં પાકિસ્તાન સામે મોટું પરાક્રમ કરીને દેખાડ્યું હતું. ૩૪ વર્ષના હિંમતવાને યુવાને પાકિસ્તાનને ચુનૌતી આપી હતી. જેને કારણે તેને પાકિસ્તાનની જમીન પર બંદી બનાવી દેવામાં આવ્યા હતા.

પરંતુ ભારતે પાકિસ્તાનને હુમલાનો વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાનને હવે કોઈ હરકત ન કરવાની ચીમકી આપી ત્યારથી પાક. પ્રધાનમંત્રી ઇમરાન ખાનના દિમાગમાં લાઈટ સળગી. હવે તેને બરાબર રીતે સમજાઈ ગયું છે કે, ભારત સામે ચળભળ કરવામાં મજા નથી. ભારત ઈચ્છે તો પાકિસ્તાનને પલમાં કુરચો કરી નાખે એમ છે.

પાકિસ્તાને વિંગ કમાન્ડરના અમુક વિડીયો વાઈરલ કર્યા હતા. જેમાં તે ધાયલ હોય તેવી સ્થિતિમાં દેખાતા હતા. તેને બાંધીને રાખવામાં આવ્યા હતા અને આંખો પર પટ્ટી બાંધી દેવામાં આવી હતી. પરંતુ ભારતે-પાકિસ્તાન પર અમુક પ્રકારના આરોપ લગાવ્યા પછી આ વિડીયોને ડીલીટ કરી દેવામાં આવ્યો હતો. પછી એક વિડીયો એવો વાઈરલ થયો હતો જેમાં કમાન્ડર ચા પિતા હોય એ રીતે દેખાતા હતા અને કહેતા હતા કે પાકિસ્તાનના અધિકારીઓ તેનો સારી રીતે ખ્યાલ રાખે છે.

પરિસ્થિતિ કોઇપણ હોય પણ અભિનંદન વર્ધમાનને સહેજ પણ ડર ન હતો કારણ કે તેના લોહીમાં દેશની રક્ષા કરવાનો ગુણ છે. ખુલ્લી છાતીએ લડવાવાળા અભિનંદનને પાકિસ્તાન શું કરી શકે!!! આ વાયુસેનાના પાયલોટ એવા પારિવારિક માહોલમાંથી આવે છે જેનો રેકોર્ડ તપાસો તો ખરાબ પડે કે વાયુસેનામાં ફરજ બજાવતા તેની પેઢીનો ટ્રેક રેકોર્ડ છે. અભિનંદનના પિતા પણ એક એયર માર્શલ હતા. જેને પાકિસ્તાન સામે થયેલા કારગીલ યુધ્દમાં ૧૯૯૯માં ભાગ લીધો હતો. અભિનંદનના દાદા પણ દ્વિતીય વિશ્વયુદ્ધમાં  ભાગ લેનાર વ્યક્તિ હતા.

હાલ તો પાકિસ્તાને વાયુસેનાના કમાન્ડરને મુક્તિ આપી છે અને તે ભારત પરત આવી ગયા છે. રાવલપીંડી થી લાહોર વિમાન દ્વારા કમાન્ડર અભિનંદન વર્ધમાનને લાવવામાં આવ્યા છે. પાકિસ્તાને અભિનંદન વર્ધમાનની મુક્તિ કરી છે. પરંતુ આ બદલો પણ પાકિસ્તાન સામે લેવો જ પડશે. પાકિસ્તાનને સાવ નખરા કરતુ બંધ કરી દેવું જ પડશે. વારેવારે થતા હુમલામાં ઘણા નિર્દોષ વ્યક્તિઓનો જીવ જાય છે એ બધી સજા પાકિસ્તાનને ચૂકવવી પડશે. જોર સે બોલો – “મેરા ભારત મહાન…..”

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!