આમિરખાનની દીકરી ઈરાખાને બોયફ્રેન્ડસ સાથેના આવા ફોટોસ શેયર કર્યા હતા – કોણ છે તેનો બોયફ્રેન્ડ?

આમીરખાન અને રીના દતની દીકરી “ઈરાખાન” હમણાં ઘણા સમયથી બહુ ચર્ચામાં છે. ઈરાખાને અમુક એવી તસવીરો અપલોડ કરી કે, એ જોઇને બધાને જાણ થઇ ગઈ. પણ શું? ચાલો, તમને વિગતવાર માહિતી જણાવી દઈએ. તો બોલિવૂડના ફેમસ સ્ટાર આમીરખાનની દીકરીએ સોશિયલ મીડિયા પર તેના અમુક ફોટોસ અપલોડ કર્યા હતા.

એ ફોટોસમાં ઈરાખાને તેની લવ લાઈફના ફોટોસ સોશિયલ મીડિયા પર શેયર કર્યા હતા. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઈરાએ પર્સનલ લવલાઈફની તસવીરો પોસ્ટ કરી હતી, જે હજારો લોકોએ જોઈ હતી. ઈરા તેના બોયફ્રેન્ડ સાથે તસવીરમાં દેખાતી હતી. પણ તેનો બોયફ્રેન્ડ કોણ છે? એ જાણવામાં લોકોને ખાસી રૂચી પડી હતી.

જુઓ, તસવીરો ઈરાખાન સાથે તસવીરમાં તેનો બોયફ્રેન્ડ દેખાય છે, તેનું નામ “મિશેલ કૃપલાની” છે, તે એક મ્યુઝીશિયન છે. વધુ વિગત જણાવીએ તો ઈરાએ-મિશેલ સાથે એક ફોટો શેયર કર્યો હતો, તેમાં કેપ્શન લખ્યું હતું કે, “ઉમ્મીદ હૈ કી બસંત કી તુમ્હારી છુટ્ટીયાં ધૂપ ઔર મુસ્કાન સે પરિપૂર્ણ હો રહી હોગી..”

મિશેલ કૃપલાનીનો એક મ્યુઝીક વિડીયો ‘પિલ્સ’ નામથી યુટ્યુબ પર રીલીઝ થયો હતો. આ ગીતમાં મિશેલ લીડ રોલમાં દેખાયો હતો અને આ ગીતને ઈરાએ જ ડાયરેક્ટ કર્યું હતું. આ બંને જોડીની લવ કેમેસ્ટ્રી સોશિયલ મીડિયા પર નજરે પડે છે. બંનેએ એકબીજા સાથે ઘણી તસવીરો શેયર કરી છે. લોકોએ આ ફોટોને ઘણા શેયર પણ કર્યા છે.

ઈરાખાન, અભિનેતા આમિરખાનની પહેલી પત્ની રીના દતાની દીકરી છે. આમિરખાન પણ તેની દીકરીની ઘણો નજીક છે. ઘણી ઈવેન્ટ્સમાં બંને સાથે પણ નજરે પડે છે.

અત્યાર સુધી ઈરાખાન શું કામ કરી રહી છે એ કોઈને જાણ ન હતી. પરંતુ હવે બોયફ્રેન્ડ સાથે મ્યુઝીક ડાયરેકશન બાદ તેનું કરિયર ડાયરેકશનમાં બનાવવાની પ્લાનીંગ કરી ચુકી હોય એવું લાગે છે.

આમ પણ ઈરાખાનના પિતા આમિરખાન પણ બોલીવૂડની સેલિબ્રીટી છે, તો ક્યાંયને ક્યાંય તો દીકરીની જગ્યા બનાવી જ દેશે. બોલીવૂડમાં એક ક્રેઝ ચાલી નીકળ્યો છે કે, પેઢી દર પેઢી ફિલ્મી દુનિયા સાથે કોઈને કોઈ રીતે જોડાય જાય છે. એમ, આવનારા સમયમાં પણ ઈરાખાન સાથે આવું થાય તો કંઈ કહી શકાય નહીં.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *