આખરે શું મજબુરી હતી કે આ કપલને કરવા પડયા બાથરૂમાં લગ્ન?😱😱

લગ્ન દરેક વ્યકિતની જીવનમાં ખુબ મહત્વની ક્ષણ હોય છે અને આ દિવસ માટે દરેક જણા ઘણાં સોનેરી સપના જરૂર જુએ છે.દરેક માણસનાં સપના હોય છે કે જયારે પણ તેના લગ્ન થાય તે ક્ષણ ખુબ ખાસ હોય, કારણ કે લગ્નની પળ એના માટે વધારે ખાસ હોય છે અને દરેક પોતાનાઆ દિવસને ખાસ બનાવવા માટે વિવિધ કાર્યક્રમ નું આયોજન કરી આ દિવસને ખાસ બનાવવા તેનાથી જે બની શકે તે કરે છે પરંતુ શું થાય જયારે કોઈને એવી રીતે લગ્ન કરવા પડે કે જેની કોઇ દિવસ કલ્પના પણ ન કરી હોય.

હા, હાલમાં જ અમેરિકામાં ન્યુજર્સીમાં કંઈક આવી ઘટનાની ખબર મળી રહી છે, જ્યાં એક જોડીને બાથરૂમમાં લગ્ન કરવા પડ્યા. આમ તો આ બંને કોર્ટમાં લગ્ન કરવા નીકળ્યા હતા પરંતુ તેમને કોર્ટરૂમની જગ્યાએ બાથરૂમમાં લગ્ન કરવા પડ્યા.

સોશિયલ મીડિયામાં વાયરલ

જયારે લગ્ન માટે પોતાના પરિવાર સાથે બ્રાયન અને મારિયા કોર્ટમાં પહુંચ્યા હતા જ, ત્યારે વરરાજાની માતા બાથરૂમ ગયા. બાથરૂમમાં તેને અસ્થમાનો એટેક આવી ગયો જેના કારણે તેને શ્વાસ લેવામાં ખુબ તકલીફ થવા લાગી.

અસ્થમાના એટેકના કારણે તેનો ચેહરો પરસેવાથી તરબત થઇ ગયો અને શ્વાસ ન લઇ શકવાના કારણે ચેહરો પીળો પડી ગયો. તબિયત એટલી બધી બગડી જવાના કારણે તેને સારવાર માટે કોર્ટમાં બનેલા બાથરૂમમાં જ ઓક્સિજેન દેવાનો નિશ્ચય કરવામાં આવ્યો.

નહીંતર ટાળવા પડતા લગ્ન

અમેરિકાની મોનમાઉથ કાઉન્ટી કોર્ટ હાઉસના ન્યાયાધીશે બીમાર સ્ત્રી માટે ઓક્સિજેનની વ્યવસ્થા કરાવી. ઓક્સિજેન લીધા પછી તેની તબિયતમાં સુધાર આવ્યો. પણ તેને ઉપાડીને તરત કોર્ટમાં લઇ જવાનું સંભવ નહોતું, આ માટે એ બંનેએ ત્યાં જ તેની બીમાર માતાની સામે બાથરૂમમાં જ લગ્ન કરી લીધા.

એવું તેને એટલે કરવું પડ્યું કારણ કે જો તે હમણાં લગ્ન ન કરત તો તેને લગ્નના સિર્ટીફીકેટ માટે હજી ૪૫ દિવસ સુધી રાહ જોવી પડત. એટલે કોર્ટના એક અફસરે તેને આ સુજાવ આપ્યો કે એ દિવસ જ લગ્ન કરી લે, જેને માનીને માતાની હાલતને જોઈ બ્રાયન આ નિશ્ચય કર્યો અને મારિયાએ તેને માની લીધો.

ALL IMAGE CREDITS : GOOGLE IMAGES

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *