બોલો, આદર્શ વહુ બનવા માટે પણ આવી ગયો આ ક્રેશ કોર્સ😲

દરેક પરિવાર ચાહે છે કે તેમના ઘરે સંસ્કારી અને આદર્શ વહુ આવે. પણ ઘણીવાર એવું શક્ય નથી થતું. વહુને લાગતું હોય છે કે કેટલું પણ પરિવાર માટે કરશે સાસરીવાળા એ વાતને ક્યારેય નહી સમજી શકે, અને સાસરીવાળા વિચારતા હોય છે કે મારી વહુ આમ છે તેમ છે વગેરે વગેરે…

આમાં વાંક કોઈનો નથી બસ અલગ – અલગ વિચારો નો છો. આવી અમુક વાતો ધ્યાન માં રાખીને ભોપાલ ની બર્કત્તુલાહ યુનીવર્સીટી એ આદર્શ વહુ બનવા માટે નો એક કોર્સ શરુ કર્યો છે.


સંસ્કારી અને આદર્શ વહુ દરેક પરિવાર ઇચ્છતું હોય છે અને દરેક પરિવાર ચાહતા હોય છે કે તેમની આવનારી વહુ ગુણો ની સાથે-સાથે વ્યવહારિક હોય અને દરેક કામ માં અવ્વલ નંબરની હોય. પણ આવી અપેક્ષાઓ માં દરેક વહુ પાસ નથી થઇ શક્તિ જેના કારણે લગ્નજીવનમાં અને પરિવારમાં ઘણી બધી સમસ્યાઓ પેદા થઇ જાય છે. કદાચ આવા થોડા ઘણા કારણો ના લીધે ભોપાલ ની આ યુનીવર્સીટીએ આદર્શ વહુ બનવાનો શોર્ટ ટર્મ કોર્સ લોન્ચ કર્યો છે.

મીડિયા સુત્રો અનુસાર ભોપાલ સ્થિત બર્કત્તુલાહ  યુનીવર્સીટીએ એક શોર્ટ ટર્મ કોર્સ દ્વારા આદર્શ વહુઓ તૈયાર કરવા માટે કોર્સ શરુ કર્યો છે. એવું કહેવામાં આવે છે કે આદર્શ બહુની તૈયારી માટેનો 3-મહિનાનો કોર્સ સોસાયટીોલોજી, મનોવિજ્ઞાન અને મહિલા શિક્ષણ વિભાગ જેવા અન્ય પ્રમાણપત્ર અભ્યાસક્રમોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થશે, જેમાં આદર્શ વહુ બનવાની જાણકારીઓ આપવામાં આવશે.

બરાકતુલ્લા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર આ કોર્સનો હેતુ જણાવે છે કે, આદર્શ બહુ બનાવવાનો આ કોર્સ મહિલા સશક્તિકરણ તરફ વધવા માટે આગળનો પગલું છે.

તેઓ કહે છે કે આ કોર્સનો ઉદ્દેશ છોકરીઓને જાગૃત કરવા માટે છે, જેથી તેઓ લગ્ન પછી નવા વાતાવરણમાં સહેલાઈથી અનુકૂળ થઈ શકે, અમારું ઉદ્દેશ સમાજ માટે એક એવી વહુ તૈયાર કરવાનો છે જે પરિવારોને એક સાથે લાવે અને તેમને એકતામાં એઅખી શકે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *