આ વાર્તા માં છે જીવન નો સૌથી મોટો સંદેશ, તમે પણ વાંચો👌👌

સંત રામદાસ તેમના એક શિષ્ય દત્તબુવા સાથે સતારા જી રહ્યા હતા. વચ્ચે રસ્તા માં ભોજન માટે દત્તબુવા નજીક ણા એક ખેતર માં જઈ જુવાર ના ભટ્ટા તોડીને લઇ આવ્યા. તેઓ ભટ્ટા ને રાંધવા લાગ્યા જેની વરાળ જોઈ ગુસ્સા માં ખેતર નો માલિક ત્યાં પહુંચ્યો. અને આવતાવેત માલિક સ્વામી રામદાસ ને ડંડા થી મારવા લાગ્યો.

શિષ્યએ જયારે આનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, તો રામદાસે ઈશારામાં તેને ના પાડી. બીજા દિવસે જયારે તેઓ સતારા પહુંચ્યા, ત્યારે છત્રપતિ શિવાજી એ ગુરુજી ના પીઠ પર આવા ગંભીર મારના નિશાન વિષે પૂછ્યું અને જુવાર ખેતરના માલિક ને બોલવાનો હુકમ આપ્યો.

જયારે તે માલિકને ખબર પડી કે જેણે તે માર માર્યો હતો તે તો શિવાજી ના સાક્ષાત ગુરુ છે, માલિક ડરી ગયો. તેને લાગ્યું કે પરિણામ સ્વરૂપ તેને ગંભીર દંડ મળશે. માલિક સ્વામીજી ના ચરણો પર પડી માફી માગવા લાગ્યો.

આના જવાબ માં સ્વામીજી એ કહ્યું કે આ માણસે કોઈ ખોટું કામ નથી કર્યું. આપણી માનસિક શાંતિ ની પરીક્ષા આના સિવાય બીજું કોઈ કરી ન શકે. એટલા માટે આને કીમતી વસ્ત્રો આપી આનું સમ્માન કરવામાં આવું જોઈએ. આજ આનો દંડ છે.

કથાસાર 

બીજા ને પીડા પહુંચારનાર હમેશા પાછળ રહી જાય છે. મોટા માણસ એજ છે જે બીજાની મોટી થી મોટી ભૂલોને પણ માફ કરી દે. 

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *