આ સરળ અને સામાન્ય રીતે ઉગાડો તુલસીનો છોડ ક્યારેય નહી સુકાય

તુલસી પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા હોય છે. તેના સિવાય ભગવાન શિવ સહિત લગભગ તમામ દેવી-દેવતાઓને પણ તુલસી પસંદ છે. શાસ્ત્રીય માન્યતા મુજબ ઘરમાં તુલસીનો છોડ હોય અને તેની સેવા કરો તો ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને સુકાયેલી તુલસી વિપત્તિઓનો સંકેત આપે છે.

આયુર્વેદ અને વાસ્તુશાસ્ત્રમાં ઘણું મહત્વ

આયુર્વેદમાં જ્યાં તુલસીના ભરપૂર ગુણોનું વર્ણન છે તો વાસ્તુશાસ્ત્રમાં તેને તમામ વાસ્તુદોષોને દૂર કરનારું કહેવાયું છે. પણ મોટાભાગના ઘરોમાં તુલસીના પત્તા સુકાઈ જાય છે અથવા તો તુલસી વધતી નથી ક્યાં તો તેના પત્તા પીળા પડી જાય છે.

અહીં અમે આપને તલસી લગાવતી વખતે સાવધાની રાખવા માટેની વિધિ દર્શાવી રહ્યા છે કે તુલસી હંમેશા લીલી રહે અને ઝડપથી આગળ પણ વધે.

હવામાન

તુસસી કોઈ પણ ઋતુમાં લગાવી શકાય છે, પણ સપ્ટેમ્બથી નવેમ્બર દરમિયાન તેને તુલસીનો છોડ લગાવવા માટેનો ઉત્તમ સમય માનવામાં આવે છે. આ સિવાય એ વાતનું ધ્યાન રાખો કે તમે નર્સરી કે કોઈની પાસે માંગીને તુલસીના પાન પોતાના ઘરે લગાવવા માટે ત્યારે તે નવું પાંદડું હોય છે.

કહેવાનો અર્થ એ છે કે તે મોટો છોડ ન હોવો જોઈએ કારણ કે ત્યારે તેના મૂળીયા વિકસિત થઈ ગયા હોય છે અને તમે કોઈ પણ પ્રકારે લગાવો પણ તેના પાંદડા સારો વિકાસ નથી કરતા.

કૂંડું અને માટી

હમેશા માટીનું જ કૂંડું રાખો, સીમેન્ટ વગેરેના કૂંડા પસંદ ન કરશો. માટીના કૂંડામાં છોડ જલદી ગ્રોથ કરે છે. આ સિવાય છોડ લગાવવા માટે સમાન્ય માટીનો ઉપયોગ કરો, પણ પીળી માટીનો ઉપયોગ ન કરશો. તે તરત ભીની થઈ જાય છે. તેનાથી છોડનો વિકાસ નથી થતો.

કઈ રીતે તૈયાર કરશો માટી

90 ટકા માટી અને 10 ટકા છાણીયું ખાતર લઈને તેને સારી રીતે મિશ્રિત કરી લો. જો પીણી કે ચીકણી માટી હોય તો 60 ટકા માટી અને 30 ટકા કાળી માટી અને 10 ટકા છાણીયું ખાતર લો. કમ્પોસ્ટ ખાતર પણ લઈ શકો છો, પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરશો. તુલસી એક આયુર્વેદિક ઔષધી છે માટે રાસાયણિક ખાતર તેના ગુણોને નષ્ટ કરી શકે છે.

છાણનો પ્રમાણસર ઉપયોગ જરુરી

છાણીયું ખાતર ઉપયોગમાં લેતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ ન કરશો. મોટા ભાગના લોકો તેને સારું પોષણ મળશે અને છોડ ઝડપથી મોટો થશે તેમ માનીને તેનો વધારે ઉપયોગ કરે છે, પણ તેના વધારે ઉપયોગથી છોડના મૂળીયાને વધારે નુકસાન થાય છે.

રોપણી

કૂંડામાં માટીને દબાવીને આખું ભરી દો, તેનાથી માટી સારી રીતે બેસી જશે અને છોડ પડી નહીં જાય. ઉપર સુધી માટી ભર્યા પછી તેની વચ્ચે એક ઊંડું કાણું પાડો અને તેમાં તુલસીનો છોડ લગાવી દો. માટીથી તેના મૂળીયાને ઢાંકીને સારી રીતે માટીનને નીચે દબાવી દો. રોજ છોડને પાણી આપો અને 2થી 3 મહિના સુધી તેને છાયડામાં રાખો. પછી સામાન્ય તડકામાં રાખી શકો છો.

ALL IMAGE CREDITS : GOOGLE IMAGE

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે

AUTHOR: ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *