ટીવી ના આ જાણીતા એક્ટરે કર્યા લગ્ન : તૂટ્યા લાખો છોકરીઓ ના દિલ😍💔😍💔

અનુષ્કા- વિરાટ, રણવીર- દીપિકા અને પ્રિયંકા- નિક પછી વધુ એક એક્ટરે ચુપચાપ લગ્ન કર્યાં .અને એ કોઇ બીજો નહી પણ ટીવી નો મશહુર એકટર અને બીગબોસ ૧૦ નો એક પ્રતિસ્પર્ધી રહી ચુક્યો છે, એ છે ગૌરવ ચોપડા .

ગૌરવે દિલ્હી માં ચુપચાપ લગ્ન કરી લીધા તેણે તેની ગર્લફ્રેન્ડ હિતીશા સાથે લગ્ન કર્યા અને આ લગ્ન મા બંને પક્ષો ના પરિવાર વાળા અને થોડા દોસ્તો જ ઉપસ્થિત હતા અને બીગબોસ સિઝન ૧૦ માં તેના દોસ્ત અને પ્રતિસ્પર્ધી રહી ચૂકેલા કરણ મહેરા પણ તેની પત્ની નિશા રાવલ સાથે પહોંચ્યા હતા.

લગ્ન મા ગૌરવે ઓફવાઇટ (ક્રીમ ) રંગ ની શેરવાની અને મરૂન રંગ ની શાલ પહેરી હતી અને હિતીશા એ લાલ રંગ ના ચણીયાચોળી અને ચમકદાર દાગીના માં એ પણ ખુબજ સુંદર દેખાતી હતી .તમે પણ જુઓ તેમની પ્યારી અને ખુબસુરત તસવીરો.

બંને ખરેખર ખુબજ ખૂબસૂરત દેખાતા હતા .

બંને ના પુરા પરિવાર ના બધા લોકો તેમની આ ખુશી ના અવસરે ઉપસ્થિત હતા .

આની પહેલા ગૌરવ ચોપડા ‘નાગીન’ની મશહુર એક્ટ્રેસ મૌની રોય સાથે ના સંબંધ ના લીધે ખુબજ ચર્ચા માં રહી ચુક્યા છે .જ્યારે ગૌરવ અને નારાયણી શાસ્ત્રી વચ્ચે બ્રેકઅપ થયુ હતું ત્યાર થી ગૌરવ અને મૌની રોય પાસે આવવા લાગ્યા હતા .

જોકે, મૌની રોય સાથે ગૌરવ ના સંબંધ વધારે દિવસો સુધી ટકી શક્યો નહી અને બંને એકબીજાની સહમતી થી અલગ થઈ ગયા હતા.

ગૌરવ ઘણી ધારાવાહિક મા કામ કરી ચૂક્યા છે .જેવી કે , ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’અને’ઉતરણ’ માં પણ કામ કરી ચૂક્યા છે .

ગૌરવ ના હિતીશા સાથે ના આ નવા વૈવાહિક જીવન ની શરૂઆત માં અમારા તરફથી તેમને ખુબ ખુબ વધામણાં.

ALL IMAGES CREDIT : GOOGLE IMAGE

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *