રાજકોટની યોગ શિક્ષિકા ને આવ્યો પોતાના ટેરેસ ગાર્ડન વિચાર, છેલ્લા 6 વર્ષથી ઉગાડવામાં આવે છે ચારસો જેટલી ઔષધીઓ ના પ્લાન્ટ.

xમિત્રો, હાલ વર્તમાન સમયમા સબ્જીના ભાવ આસમાને પહોંચી ચૂક્યા છે અને ડુંગળીના ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યા છે ત્યારે તેવામા ઘરે ટેરેસ ગાર્ડનિંગ એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. રાજકોટ શહેર મા મહિલા યોગ અને આર્ટ ઓફ લિવિંગના શિક્ષિકા મંજુબેન ગજેરા એ પોતાના ઘરની અગાસીમા ઓર્ગેનિક ફાર્મ બનાવ્યુ છે. લસણ, ડુંગળી, ટમેટાં, મૂળા, મરચાં, કોબીઝ, ફ્લાવર અને ઔષધિય વનસ્પતિ સહિત ૪૦૦ જેવા પ્લાન્ટ ઉછેર્યા છે, જેના કારણે તેમને બજારમાં શાક ખરીદવા જવું પડતું નથી.

સબ્જી ની સાથે ઉગાડવામાં આવે છે સબ્જી :

આ ગૃહિણીએ વેસ્ટ વસ્તુઓમાંથી જ પોતાના ઘરની અગાસીમાં ઓર્ગેનિક બગીચો ઊભો કર્યો અને એમાં બોન્સોઇ, મિનિએચર પ્લાન્ટ ઉછેર્યા છે, જેમા ઔષધિઓમાં ગળો, હળદર, નગોડ, બેઝિલ, મિંટ, તુલસી, કોયની વેલ વગેરેનો સમાવેશ થાય છે.

Image Source

ઋતુ મુજબ ઉગાડવામાં આવે છે સબ્જી :

આ ગૃહિણીઓ ઘરમા પૂરતી સબ્જી વાવી રહ્યા છે. તે ઋતુ મુજબ સબ્જી ઉગાડે છે. તેણી લસણ, ડુંગળી, ટામેટાં, મૂળો, મરચાં, કોબીઝ, ફ્લાવર સહિતની સબ્જી અગાસી પર ઉગાડે છે. બહાર કરતા ઘરની સબ્જી સસ્તા પડે છે. અડધો કલાક જેટલો જ સમય તે સબજીના ઉછેર માટે રોજ આપે છે. તે ગાયના છાણ અને ગૌમૂત્રમાથી ખાતર બનાવી સબ્જી પર છંટકાવ કરે છે. તબક્કાવાર સબ્જી ઉગાડવાથી ખર્ચ પણ બહુ ઓછો થાય છે.

Image Source

૬ વર્ષથી કરે છે આ ગાર્ડનિંગનુ કાર્ય :

આ ગૃહિણી છેલ્લા ૬ વર્ષથી ગાર્ડનિંગનું કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, મારા ઘરની જરૂરિયાત પ્રમાણે મે તમામ સબ્જી મારી અગાસી પર ઉગાડી છે. જો યોગ્ય આયોજનપૂર્વક વાવવામાં આવે અને સાચવવામાં આવે તો ગૃહિણી આ સબજીના ખર્ચમા ૫૦ ટકા સુધી બચત કરી શકે છે.

કેમ આવ્યો આ વિચાર?

જ્યારે તેમને પૂછવામાં અવાયું કે, અગાસી પર ગાર્ડન બનાવવાનો વિચાર કેમ આવ્યો? ત્યારે તેમણે જણાવ્યુ કે, હુ એક કિસાનની પુત્રી છુ, પણ નાનપણથી એક શેઢો કેમ પાડવો એ હુ જાણતી ના હતી. આર્ટ ઓફ લિવિંગ સાથે જોડાયા બાદ ઓર્ગેનિક ફાર્મિંગ અંગેના વર્કશોપ મે એટેન્ડ કર્યા હતા. ત્યારબાદ આ રીતે મને મારા મારા ઘરે આ અગાશી પર બગીચો વિકસાવવાનો વિચાર આવ્યો હતો. ધીમે-ધીમે તેમણે આ ક્ષેત્રમાં આગળ વધીને અંદાજે પાંચ હજારથી વધુ લોકોને આ ક્ષેત્રે માહિતી આપી ચૂક્યાં છે.

Image Source

છોડના સૂકા પાનનુ બનાવાય છે ખાતર : 

આ ગૃહિણી એ જણાવ્યું હતુ કે, લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે, ઘરે આ બધું ઊભું કરવું અને તેની માવજત કેવી રીતે કરવી? ત્યારે તેમણે જણાવ્યુ કે,  કુંડા, માટી, ખાતર વગેરે માટે એકવાર ખર્ચ થાય છે, પછી બહુ મોટો ખર્ચ રહેતો નથી. ગૃહિણીઓને ખાસ ઘરની સફાઈ અંગે ચિંતા થતી હોય છે. ત્યારે હું ગૃહિણીઓને ખાસ કહીશ કે પ્લાન્ટનાં સૂકાં પાન વગેરેનો કચરો થાય છે તો તેનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. હું દિવસનો અડધો કલાક જ તેની માવજત પાછળ આપુ છુ.

Image Source

સબ્જી સાથે ફળો પણ ઉગાડવામા આવ્યા છે :

આ સબજીની સાથોસાથ તેમણે ફળો ના વૃક્ષ પણ ઉગાડ્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે, આ ફળોમા જામફળ, દાડમ, કેળા સહિતનાં ફળોનાં વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. સ્વાસ્થ્યને ઉપયોગી સરગવો, ગિલોઈના કુંડા પણ છે. 

Image Sourc

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *