ખૂબ જ કામની વસ્તુ છે કાળું મીઠું(સંચળ), તેની મદદથી છુમંતર થઇ જાય છે આ રોગ 

Image Source

કાળું મીઠું સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે અને તેને ખાવાથી ઘણા રોગ તેની જાતે જ સારા થઈ જાય છે. આ મીઠાની અંદર ઉપસ્થિત તત્વ પેટ સંબંધિત બીમારીઓ થી લઈને ત્વચાની ઘણી તકલીફોને દૂર કરે છે. ઘણા પ્રકારના આયુર્વેદિક ચૂર્ણ બનાવવામાં પણ કાળા મીઠાનો પ્રયોગ કરવામાં આવે છે. ખરેખર તો તેમાં ઉપસ્થિત લેક્સેટીવ ગુણ પેટ માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે.

કાળા મીઠા ના ફાયદા

Image Source

કબજિયાતમાં થી છુટકારો

કાળું મીઠું ખાવાથી કબજિયાત માંથી છુટકારો મળે છે કબજિયાત સિવાય અપચો,ગેસ,એસીડીટી ની સમસ્યાને પણ થોડુંક કાળું મીઠું ખાયને દૂર કરી શકાય છે. જે લોકોને આમાંથી કોઈ પણ તકલીફ હોય તેમને એક ગ્લાસ પાણીની અંદર થોડું મીઠું નાખીને પી લેવું જોઈએ.આમ કરવાથી તુરંત આરામ મળશે.

Image Source

પેટ ફૂલવા થી મળે રાહત

જમવાનું જમ્યા બાદ અમુક લોકોનું પેટ ફૂલી જાય છે આ સમસ્યા થવા પર થોડું મીઠું ખાવું કાળું મીઠું ખાવાથી ફુલેલુ પેટ યોગ્ય થઈ જાય છે અને પેટના ભારેપણાથી પણ આરામ મળે છે.

Image Source

વજન ઓછું કરે

જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે તેમને કાળા મીઠાનું સેવન જરૂર કરવું જોઈએ. કાળું મીઠું ખાવાથી વજન પોતાની જાતે જ ઓછું થવા લાગે છે. ખરેખર તો કાળા મીઠામાં સોડિયમની માત્રા ઓછી જોવા મળે છે. અને સોડિયમ વજન વધારવામાં મુખ્ય કારણ માનવામાં આવે છે નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફર્મેશન અનુસાર ભોજનમાં સોડિયમ વધુ લેવાથી મોટાપો ખૂબ જ જલ્દી વધી શકે છે. તેથી જમવાનું બનાવતી વખતે તેમાં સફેદ મીઠા ની જગ્યાએ કાળા મીઠાનો પ્રયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

Image Source

માંસપેશીઓમાં દુખાવો થતો નથી

માંસપેશીઓમાં જે લોકોને દુખાવાની તકલીફ રહે છે તેમને કાળા મીઠાનું સેવન કરવું જોઇએ. તેની સાથે જ આ મીઠાનો શેક પણ લેવો જોઈએ. એક વાટકી મીઠાને ગરમ કરીને એક મોટા કાપડમાં બાંધો ત્યારબાદ તેને દુખાવા વાળી માંસપેશીઓ ઉપર મુકો. આ ઉપાય કરવાથી દુખાવામાં રાહત મળે છે.

Image Source

કફ દૂર કરે

કફની સમસ્યા થવા પર કાળા મીઠાનો ટૂકડો મોમાં રાખો અને તેને જુસ્સો આમ કરવાથી ખૂબ જ આરામ મળશે અને કફની સમસ્યા પણ દૂર થઈ જાય છે. આ ઉપાયને દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત કરો.

Image Source

બાળકો માટે છે ઉત્તમ

એક શોધ અનુસાર બાળકોને વધુ સફેદ મીઠું ખાવું જોઈએ નહીં. કારણ કે તેમાં સોડિયમની માત્રા વધુ જોવા મળે છે એવામાં કાળા મીઠા ને બાળકો માટે ઉત્તમ માનવામાં આવ્યું છે આ મીઠું બાળકોને આપવાથી તેમનો વિકાસ યોગ્ય રીતે થાય છે.

Image Source

પગને આરામ આપે

પગમાં દુખાવો અથવા થાક લાગવાથી એક ડોલ માં ગરમ પાણી લો અને તેમાં એક વાટકી કાળું મીઠું નાખો આ પાણીની અંદર તમારા પગને 15 મિનિટ સુધી રહેવા દો.આમ કરવાથી પગને આરામ મળશે અને દુખાવો પણ દૂર થઈ જશે. તેની સાથે જ પગ તમારા યોગ્ય રીતે સાફ થઈ જશે તથા ત્વચામાં નિખાર આવશે.

Image Source

કાળાપણું દૂર કરે

ચહેરા ના કાળાપણાને દૂર કરવા માટે નારિયેળના તેલમાં થોડુક પીસેલું કાળું મીઠું નાખો અને તેને હલકા હાથોથી ચહેરા ઉપર લગાવો. ત્યારબાદ પાણીની મદદથી ચહેરો સાફ કરો.આ ઉપાય કરવાથી ચહેરા પરનું કાળાપણું દૂર થઈ જશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment