હિમાચલ પ્રદેશનું એક અનોખું મંદિર, જ્યાં અર્પણ કરવામાં આવે છે વાહનોના પાટ્સ

આમ તો તમે મંદિરમાં ધૂપ, અગરબત્તી કરી અને  પ્રસાદના રૂપમાં લાડુ, મીઠાઈ, નારીયેલ અથવા ફળ ચડાવ્યા હશે. પરંતુ આજે અમે તમને જે મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમાં એવું કઈ જ ચડાવવામાં આવતું નથી. અહી ચડાવવામાં આવે છે ગાડીઓના પાર્ટસ, નંબર પ્લેટસ અને ઘરના જુના ઓજાર. જાણો આ અનોખા મંદિર વિષે..

image source

સરાજમાં છે આ મંદિર –

હિમાચલ પ્રદેશમાં એક અનોખું મંદિર સીએમ જયરામ ઠાકુરના ગૃહક્ષેત્ર સરાજમાં છે. તે ખૂબ જ દુર્ગમ વિસ્તાર છે અને દેવ સંસ્કૃતિ માટે ખૂબ વિશ્વસનીય અને પ્રખ્યાત છે. તે જ વિસ્તારમાં, મગરુગલા તરીકે ઓળખાતા સ્થળની નજીક દેવ બંશીરાનું મંદિર છે. બંશીરાને જંગલનો દેવતા કહેવામાં આવે છે. તે જંગલની વચ્ચો વચ્ચ સ્થિત છે.

image source

ના છત છે, નાં પુજારી

આ મંદિરની કોઈ છત નથી અને ના કોઈ પુજારી છે. મંદિરની માન્યતા ખૂબ દુર દુર સુધી છે. મગરૂ મહાદેવ મંદિરના પૂજારી હેતરામ કહે છે કે દેવતાના ઇતિહાસનો કોઈ પુરાવો નથી પરંતુ સદીઓથી દેવતા આ સ્થાન પર વિરાજમાન છે અને તેમને જંગલનો દેવતા કહેવામાં આવે છે.

image source

પહેલા ચડાવતા હતા જુના ઓજારો

હેતરામ જણાવે છે કે લોકો પ્રાચીન સમયથી જ મંદિરમાં તેના ઘરના જૂના ઓજારો ભગવાનના મંદિરમાં ચડાવતા હતા, અને સમયની સાથે સાથે તેમાં વાહનોના ભાગો અને નંબર પ્લેટોનો પણ સમાવેશ થતો ગયો.  એવું માનવામાં આવે છે કે આવું કરવાથી, ભગવાનની કૃપા દ્રષ્ટિ તેના પર બની રહે છે અને કોઈ સંકટ નથી આવતું.

image source

ચાલકોમાં અતુટ શ્રદ્ધાને કારણે ચડાવે છે ગાડીઓના ભાગ

અહીંથી નીકળતા વાહન ચાલકો મંદિરની આગળ તેની ગાડીની બ્રેક જરૂર લગાવે છે અને માથું ટેકી આશીર્વાદ મેળવે છે. ત્યાં ગાડીઓની નંબર પ્લેટ એ માટે ચડાવવા માં આવે છે જેથી દેવતાની કૃપા ગાડી પર બની રહે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment