સાચા અને સારા મિત્ર માં આ 10 ગુણ હોવા જોઈએ

કોઈ પણ વ્યક્તિ ના જીવન ને સફળ અને ખુશનુમા બનાવા માંટે અમુક ખાસ લોકો નો ખૂબ જ મહત્વ નો ભાગ હોય છે. તેમાંથી કેટલાક લોકો તમારા પરિવાર ના તો કેટલાક લોકો બહાર  ના હોય છે. સાચા મિત્રો એ લિસ્ટ માં સૌથી ઉપર હોય છે. સાચા મિત્રો મળી જવા એ ખૂબ ભાગ્ય ની વાત છે.

પણ સમસ્યા એ છે કે સાચા મિત્રો ને કેવી રીતે ઓળખી શકાય. ચાલો જાણીએ 10 ગુણ જેથી તમે ઓળખી શકો.

તમારા પીઠ પાછળ વાતો નથી કરતાં

Image Source

સાચા મિત્રો તમારી સાથે ફોકટ ની વાતો અને ખોટો દેખાડો નથી કરતાં. જો તમારો મિત્ર તમારી ખાસ વાતો બીજા જોડે શેર કરે છે તો તે તમારો સાચો મિત્ર નથી. તેને છોડી જ દેવામાં ભલાઈ છે.

નીચું બતાવા ની કોશિશ નથી કરતાં

Image Source

તમારા સાચા મિત્ર તમને ક્યારે પણ નીચા બતાવા ની કોશિશ નહીં કરે. તે હમેશા તમારી જોડે શાંતિ થી જ વાત કરશે. ન કે તે જગડો કરશે. તે હમેશા તમારા ગુણો વિશે જ વાત કરશે. તમારી અવગણના નહીં કરે. તમારા માં રહેલી ખામી ને તે સુધારવા માંટે કહેશે પણ તમને નીચા બતાવા નો ટ્રાય નહીં કરે.

સારા મિત્રો વ્યર્થ ની વાતો માં નહીં પડે.

Image Source

તમારો સાચો મિત્ર તમારી સાથે વ્યર્થ ની વાતો નહીં કરે. તમે જેવા છો તેવા જ તમને સ્વીકારશે. તે તમારી જોડે ક્યારે પણ ખોટી વાતો નહીં કરે કે જેમા તમે ક્યારે પણ જીતી નહીં શકો.

સાચા મિત્રો તમને સાંભળશે.

Image Source

તમારા સાચા મિત્રો તમને સારી રીતે સાંભળશે અને સમજશે. અને તમારી વાત ચિત માં બાધા નહીં નાખે. એક મિત્ર વાત કરે અને બીજો મિત્ર તેમા બાધા નાખે આવી મિત્રતા ક્યારે પણ નથી ટકતી. તો તમારે પણ તમારા મિત્ર ને સાંભળવો જોઈએ. કેમ કે તમે પણ એક સાચા મિત્ર બનવા માંગો છો ને.!!

તમને હતોત્સાહિત નહીં કરે.

Image Source

તે તમારા લક્ષ્ય સુધી પહોંચવા માં તમને હતોત્સાહી નહીં કરે. એક સાચો મિત્ર તમને તમારી લાઇફ માં કોઈ પણ રીતે બાધારૂપ નહીં થાય તે તમને મદદ જ કરશે. તે તમારી કમજોરી જણાવશે જેથી તમે લાઇફ માં આગળ વધી શકો.

અતીત વિશે ક્યારે પણ વાત નહીં કરે.

Image Source

એક સારો મિત્ર તમારા અતીત વિશે ક્યારે પણ કશું જ નહીં કહે. જો તમે તેમને તમારા અતીત વિશે કે ભૂતકાળ માં થયેલી કોઈ ભૂલ વિશે કહેશો તો તે તેમાંથી તમને કઈ ક શીખવાનું કહેશે.તે તમારી વાતો ને બીજા ને કહી ને મજાક નહીં ઉડાવે.

તે તમારો સાથ નહીં છોડે.

Image Source

એક સારો મિત્ર ભાવાત્મક રૂપ થી બુદ્ધિમાન હોય છે. એ તમને એટલા માંટે નથી છોડતા કારણકે ખરાબ સમય માં તે જ મિત્ર તમને કામ આવશે.

તે તમારી સફળતા થી નથી ડરતા

Image Source

તમારો સાચો મિત્ર તમારી સફળતા થી ક્યારે પણ બળશે નહીં. તેમને એ ખબર હશે કે તેમની સફળતા તેમના મિત્રો માંટે સૌથી મોટી ખુશી છે. એ જાણે છે કે તમારી સફળતા તમારી મહેનત નું પરિણામ છે. તે સફળતા ને દિલ થી મનાવે છે અને એન્જોય કરે છે.

તે તમને આંકવાની કોશિશ નથી કરતાં

Image Source

એક સાચો મિત્ર તમને ક્યારે પણ જજ નહીં કરે.  તે ક્યારે પણ તમને આંકવાની કોશિશ નહીં કરે કે તમે કેટલા પર્ફેક્ટ, સારા, ખરાબ છો. તમે જેવા છો તેવા જ સ્વીકારશે. કારણકે તેને પણ ખબર જ હશે કે તે પણ પર્ફેક્ટ નથી. તમારા માં જે પણ કઈ કમી હશે તેની સાથે જ તમને સ્વીકારશે.

ફક્ત ટાઇમપાસ માટે મિત્રતા નહીં કરે.

Image Source

તમારો મિત્ર તમારી પાસે થોડા સમય માંટે જ મિત્રતા નહીં કરે પણ તે લાંબા સમય સુધી મિત્રતા કરશે. જ્યારે તમારે કોઈ સમસ્યા તમને થશે ત્યારે તમારી જોડે આવી ને ઊભા રહેશે. અને જરૂર પડે ત્યારે તે જ તમને મદદ કરશે.તે તમને નિરાશ નહીં કરે.

જો તમારે પણ કોઈ આવા મિત્ર છે તો તમે ભાગ્યશાળી છો. તમે આવા મિત્ર ને ક્યારે પણ નહીં છોડી શકો.

ઉપહાર માંટે  ના વિકલ્પ

જો તમે તમારા ખાસ મિત્ર ને ઉપહાર આપવા માંગો છો તો તમે નીચે જણાવેલ ઓપ્શન પસંદ કરી શકો છો. અને ઘરે બેઠા માંગવી શકો છો. અને તમે ચાહો તો સીધું ગિફ્ટ જ મિત્ર ના ઘરે પહોંચાડી શકો છો. આમ તો ઘણા વિકલ્પ છે પણ તમારા માંટે અમુક જ વિકલ્પ આપેલ છે.

  • બેસ્ટ ફ્રેન્ડ સિલ્વર ચાર્મ બ્રેસલેટ
  • કુશન કવર ના ફ્રેન્ડશીપ ડે ગિફ્ટ
  • ટેડી બીયર વિથ પ્રિંટેડ, કોફી મગ, ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ
  • ઈજી ક્રાફ્ટ ચાર્મિંગ મેમોરી બોક્સ
  • સિલ્વર પ્લેટેડ પેન્ડલ નેકલેસ

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *