હર્બલનો એક ઘૂંટ જે ગરમીમાં રાહત આપશે- ઉનાળામાં આ હર્બલ પ્રોડક્ટ તમને રાખશે સ્વસ્થ અને ઠંડુ!

Image Source

ઉનાળામાં સુર્યના સખત કિરણોની અસરથી ઘણીવાર ત્વચા દાઝી જાય છે. ત્વચા પર ઘાટા રંગના ચાંભા દેખાવા લાગે છે. તેનાથી રાહત મેળવવા માટે આપણે ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ક્યાંક આપણને એવો ભય પણ રહે છે કે આ કોસ્મેટિક્સ આપણી ત્વચાને નુકસાન તો નહીં પહોંચાડે. આવી સ્થિતિમાં ત્વચાને બહારથી સુંદર અને અંદરથી નિખારવા માટેનો સસ્તો અને સરળ વિકલ્પ છે હર્બલ વસ્તુઓનો ઉપયોગ. જોકે, તડકો આપણી ત્વચાને સૌથી વધારે અસર કરે છે, આવી સ્થિતિમાં હર્બલ વસ્તુઓનો ઉપયોગ કરી તમે તમારી ત્વચાને સુંદર તેમ જ સ્વસ્થ બનાવી શકો છો.

તમારા શરીરને સુંદર બનાવો.

 • જો સૂર્યના કિરણોથી તમારી ત્વચા પર ઘાટા ધબ્બા પડી જાય છે, તો અસરકારક સ્થાન પર ગુલાબ જળ અને ચણાના લોટની ઘાટ્ટી પેસ્ટ લગાવો. તે તમારી ત્વચાને એક્સ્ફોલિએટ કરીને તેને કુદરતી ચમક આપે છે.
 • ઉનાળામાં એલોવેરા ત્વચા માટે રામબાણ ઉપાય છે. આંખો નીચેના ડાર્ક સર્કલ દૂર કરવા માટે એલોવેરા જેલને મધ સાથે મિક્સ કરીને લગાવો. આવી રીતે તેને ચેહરા પર પણ લગાવી શકાય છે.
 • ત્વચા માટે લીંબુનો રસ પણ એક ઉત્તમ વિકલ્પ છે. તે કાળા ધબ્બાને ઓછા કરે છે. તેને દરરોજ જુવારના પાવડરમાં ભેળવીને ચેહરા પર ઘસવાથી ત્વચા કોમળ બને છે. તે અંડરઆર્મ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.
 • દેશી ગુલાબ ના અર્ક કે ગુલાબ જળમાં થોડા ટીપા ગ્લીસરીનના ભેળવી દો. તેને તડકા દ્વારા થયેલા ઘાટા ધબ્બા પર લગાવો. તે નાક તેમજ ચેહરાના ડાર્ક ભાગને થોડા અઠવાડિયામાં ઓછા કરી દેશે.
 • એક ચપટી કપૂરમાં મધ ભેળવીને તેને ચેહરા પર લગાવો જેથી ચેહરો ખીલી ઉઠશે.

આંખોને ઠંડકનો અનુભવ કરાવે છે.

 • ગુલાબ જળને આઇસ ટ્રેમાં જમાવી દો. આ ક્યુબને આંખની આસ પાસ ફેરવવાથી આંખો તરોતાજા થઈ જાય છે અને બળતરા પણ ઓછી થઈ જાય છે.
 • કાકડીના રસનો ઉપયોગ પણ આંખો માટે કરી શકાય છે. તે સૂર્યપ્રકાશથી દાઝેલી ત્વચા માટે પણ ફાયદાકારક છે.

પરસેવાની દુર્ગંધથી છુટકારો મેળવો….

 • બાવળના પાંદડા અને નાના-નાના હરડ ને યોગ્ય માત્રામાં ભેળવીને થોડું પીસી લો. આ ચૂર્ણથી આખા શરીર પર માલિશ કરો અને થોડા સમય પછી સ્નાન કરી લો. નિયમિત રીતે આ પ્રયોગ અમુક દિવસો સુધી કરવાથી પરસેવાની દુર્ગંધ આવતી બંધ થઈ જાય છે.
 • પરસેવાની દુર્ગંધ માટે શરીર પર બીલીપત્રના રસનો લેપ લગાવો.

હર્બલ પીણાંનો ઉપયોગ કરો.

 • વિટામીન સી યુક્ત લીંબુના શરબત થી શરીરને જરૂરી ક્ષાર અને ખાંડ રૂપે ઊર્જા મળે છે. તેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ મજબુત બને છે.
 • કાચી કેરી માંથી બનાવેલું આમ પન્ના ઉનાળાનું ઉત્તમ પીણું છે. તે શરીરમાં મીઠું અને લોહતત્વની ઉણપ થવા દેતું નથી. ઉનાળામાં પાચનતંત્ર સ્વસ્થ રાખવા માટે પણ આમ પન્ના ઉત્તમ છે.
 • ઉનાળામાં કબજીયાતના ઉપચાર માટે ભોજન સાથે દરરોજ એક કાચી ડુંગળી જરૂર ખાવી.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *