ગિરનારના ખોળામાં આવેલું એક એવુ સુંદર સ્થળ જે ચોમાસાની આલ્હાદક ઋતુમાં “સ્વર્ગ” સમાન બની જાય છે

Image Source

જટાશંકર નામ સાંભળતા જ તમારા મન માં સૌથી પહેલા શુ વિચાર આવે? કે કોઈ ભગવાન નું મંદિર હશે? ત્યાં ખળ ખળ વહેતા ઝરણાં હશે? હા તો તમે સાચા છો, ચોમાસા માં આ જગ્યા સ્વર્ગ સમાન બની જાય છે, તો આજે આ જટાશંકર પ્લેસ વિશે જાણીશુ.

આંબા વન ની આંબલી, મીઠો મધુર મલાર,

હરિયાળી ભરી ભોમકા, ની રઢિયાળો ગિરનાર.

Image Source

સૌથી ઉંચા ગઢ ગિરનારની ગોદમાં રહેતું લગભગ જૂનાગઢના દરેક વ્યક્તિનું પિકનિક સ્થળ એટલે જટાશંકર. પેઢી દર પેઢી આ જગ્યા નું મહત્વ એટલું બધું તો વધી રહ્યું છે કે લોકો ત્યાં જઈને પોતાનું દરેક દુઃખ અને દર્દ ભૂલીને આ જગ્યાની માણવા માટે આવે છે. એક તરફ શહેરો નો ક્રેષ દર દિવસે જંગલોને ખાઈ રહ્યો છે ત્યારે મોજીલી પ્રજા આ જગ્યા ઉપર આવીને ઇતિહાસ ની આંગળી પકડીને આપણી પ્રકૃતિને સહેજ પણ લુપ્ત થવા દે તેવું લાગતું નથી. અને આ વાત ખરેખર ગર્વ લેવા જેવી છે. શનિવાર હોય કે રવિવાર દરેક દિવસે સહેલાણીઓ આ જગ્યા પર મજા લેવા આવી જ જાય છે.

દરેક ઋતુમાં આ જગ્યા કુદરતે રંગેલી જોવા મળે છે, અને એમાં પણ ચોમાસાની વાત કરીએ તો આ સ્થળ સ્વર્ગ સમાન બની જાય છે, ત્યાંની પ્રકૃતિ એટલી તો સુંદર છે કે તેને વર્ણવવા માટે આપણા શબ્દો પણ ઓછા પડે,પરંતુ તેને શબ્દોથી બાંધી ન શકાય અને આ કુદરતી કરામત નું સૌંદર્ય તો આપણી પોતાની આંખે જોઈએ ત્યારે જ આપણને ખબર પડે કે આ જગ્યા કેટલી સુંદર છે,

ગિરનાર પર્વત પર વરસાદને લઈને અલૌકિક નજારો સર્જાય છે. ગિરનારની જૂની સીડી પર 500 પગથિયા નજીક આવેલ પ્રસિદ્ધ જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક થઈ રહ્યો છે. પર્વતમાંથી આવતાં વરસાદી પાણીને લઈને કુદરતી રીતે જટાશંકર મહાદેવ પર જલધારા થતી જોવા મળે છે જાણે મહાદેવજી પર ગંગાજીનો અભિષેક થતો હોય તેવા અલૌકિક દ્રશ્યો આપણને જોવા મળે છે. જટાશંકર મહાદેવ એક ગુફામાં બિરાજે છે અને ગુફામાંથી જ કુદરતી રીતે પાણી આવે છે, જે મહાદેવજી પર પડી રહ્યું છે. આમ જાણે મહાદેવજી પર ગંગાજીનો અભિષેક થતો હોય તેવા અલૌકિક દ્રશ્યો જોવા મળ્યા છે. જેને કારણે શિવભક્તોમાં આનંદની લાગણી છવાઈ જાય છે.

Image Source

જટાશંકર મંદિર નો અદભુત ઐતિહાસિક મહિમા

જટાશંકર એટલે નરસિંહ મહેતાના દાદા તેમના નામ ઉપરથી આ મંદિરનું નામ પડ્યું છે. જટાશંકર મહાદેવ ના કોઈ પૌરાણિક ઉલ્લેખો મળ્યા નથી અને સ્કંધ પુરાણમાં પણ જટાશંકર નામના કોઈ જ ઉલ્લેખ મળેલા નથી. પરંતુ જટાશંકરને ગંગેશ્વર ના નામથી પણ ઓળખવામાં આવે છે કારણકે ગિરનાર ઉપર ગંગા જ વહે છે તેથી તે ગંગા જ છે એટલે ગંગેશ્વર મહાદેવ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment