એક દર્દ ભરેલી પ્રેમ કથા, જેમાં પોતાના સગાઓનો અનોખો પ્રેમ છે, તો આજે જાણીએ આ કથા વિશે

Image source

એક છોકરી હતી. તે ખૂબ જ સુંદર હતી. જેટલી તે સુંદર હતી, તેટલી જ તે ઈમાનદાર હતી. ન કોઈ સાથે જુઠુ બોલવું કે કોઈ સાથે વધારાની વાતો ન કરવી. ફક્ત પોતાના કામથી જ મતલબ રાખતી. “”તેના જ ક્લાસમાં એક છોકરો હતો. તે મનમાં ને મનમાં તેને ખુબ જ પ્રેમ કરતો હતો. છોકરો ઘણીવાર તેનાં નાના મોટા કામ કરી આપતો હતો. તેના બદલામાં છોકરી હસીને તેનો આભાર માનતી હતી, તો છોકરાની ખુશીનો પાર રહેતો ન હતો. એક વખતની વાત છે. બંને સાથે સાથે ઘરે જતા હતા. તે સમયે ધોધમાર વરસાદ પડવા લાગ્યો. બંનેને એક વૃક્ષ નીચે ઊભા રહેવું પડ્યું. વૃક્ષ ખૂબ જ નાનું હતું તેથી વરસાદના છાંટા તેમાંથી છમ છમ કરતા નીચે આવી રહ્યા હતા. એવામાં વરસાદથી બચવા માટે બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા. છોકરીને આટલી નજીક આવેલી જોઈને છોકરો તેના આવેગો પર કાબૂ રાખી શક્યો નહિ. તેણે છોકરીને પ્રપોઝ કરી દીધું.

Image source

છોકરી પણ મનમાં ને મનમાં તેને પસંદ કરતી હતી. તેથી તે પણ ખુશ થઈ ગઈ. આ રીતે બંનેનો પ્રેમ વધવા લાગ્યો. એક વખતની વાત છે છોકરી એ જ વૃક્ષની નીચે છોકરાની રાહ જોઈ રહી હતી. છોકરો ખૂબ મોડો આવ્યો. તેને જોઈને છોકરી નારાજગી સાથે બોલી,’ તું આટલો મોડો કેમ આવ્યો? મારો તો જીવ જ નીકળી ગયો હતો.’ આ સાંભળીને છોકરો બોલ્યો,’ પ્રિય, હું તારાથી દૂર ક્યાં ગયો હતો, હું તો તારા હદયમાં જ રહું છું. જો તને વિશ્વાસ ન હોય તો તારા હદયને જ પૂછી લે.’ છોકરાની આ પ્યારી વાત સાંભળીને છોકરી પોતાનો બધો જ ગુસ્સો ભૂલી ગઇ અને તે દોડીને છોકરાને વળગી પડી. એક દિવસ બંને જણા તે જ વૃક્ષ નીચે બેસીને વાતો કરી રહ્યા હતા. છોકરી વૃક્ષના આધારે બેઠી હતી અને છોકરો તેના ખોળા માં માથું નાખીને સૂતો હતો. ત્યારે છોકરી બોલી,’ પ્રિય, હવે તારાથી જુદું રહેવું મને ગમતું નથી.

Image source

તારા વગર એક ક્ષણ પણ મને ૧૦૦ વર્ષ જેવી લાગે છે. તું મારી સાથે લગ્ન કરી લે, નહીતો હું મરી જઈશ.’ છોકરાએ એ જ સમયે છોકરીના મો પર હાથ રાખી દીધો અને બોલ્યો,”” મારી પ્રિય, આવી વાત ન કર, જો તને કંઈપણ થઈ જશે તો હું કેવી રીતે જીવતો રહીશ.”” પછી તે કઈક વિચારતો બોલ્યો,’ તું ચિંતા ન કર, હું જલ્દી જ મારા ઘરે વાત કરીશ.’ ધીમે ધીમે ઘણો સમય નીકળી ગયો. એક દિવસનો વાત છે. બંને લોકો તેજ વૃક્ષની નીચે બેઠા હતા. તે સમયે છોકરાનું મોઢું ઉતરેલું હતું. છોકરીના પૂછવા પર તે ગુસ્સે થઈ ને બોલ્યો,’ પ્રિય, મેં મારા ઘરના લોકોને ખૂબ સમજાવ્યા, પરંતુ તે આપણા લગ્ન માટે તૈયાર જ નથી.

Image source

તેઓએ મારા લગ્ન બીજે નક્કી કરી નાખ્યા છે.’ આ સાંભળીને છોકરી ચોંકી ગઈ. તેને થયું કે તે જોરજોર થી રડે પરંતુ તેણીએ પોતાના આવેગો પર કાબૂ મેળવી લીધો અને બોલી,’ મે તને સાચો પ્રેમ કર્યો છે, હું તને ક્યારેય ભૂલી નહિ શકું.’ “”મહેરબાની કરીને મને માફ કરી દે….!”” છોકરો ધીમેથી બોલ્યો, જો તું ઇચ્છે તો હવે આપણે એક સારા મિત્ર તરીકે રહી શકીએ. “”છોકરી આ સાંભળીને જોર્જોર થી રડવા લાગી.”” છોકરાએ તેને સમજાવી અને પછી બંને પોતપોતાના ઘરે જતા રહ્યા. જોતજોતંમાં છોકરાના લગ્ન નો દિવસ આવી ગયો. છોકરાને વિશ્વાસ હતો કે તેના લગ્નમાં તેની મિત્ર જરૂર આવશે. પરંતુ તેવું ન થયું.

Image by congerdesign from Pixabay

હા, છોકરી દ્વારા મોકલાવેલ ઉપહાર તેને જરૂર મળ્યું. છોકરાએ ધ્રુજતા હાથે તેને ખોલ્યું. તેને જોઈને જ તે બેહોશ થઈ ગયો. ઉપહરમાં બીજું કંઈ નહીં પરંતુ લોહીથી તરબોળ છોકરીનું હદય રાખેલું હતું. સાથે એક ચિઠ્ઠી હતી, જેમાં લખેલું હતું – અરે પાગલ, તારું હદય તો લેતો જા, નહિ તો તારી પત્નીને શું આપીશ. મિત્રો આપણા જીવનનો સૌથી ખૂબસૂરત અનુભવ પ્રેમ જ છે જે મને તમને અને આપણે થયો જ હશે. પરંતુ શું તમે તેને અપનાવી શકો છો. ક્યારેક આપણે ખોટા તો ક્યારેક સાથી અને બંને બંને સાચા તો ઘરના લોકો ખોટા. પરંતુ શું પ્રેમ ખોટો હોય છે. નહિ, તો મિત્રો પ્રેમ કરો પણ તેની સાથે રમત ક્યારેક ન કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *