“એક નવી શરૂઆત”- તમારું જીવન બદલી દે એવો આ લેખ જરૂર વાંચો

Image Source

જીવનમાં આપણી પાસે પોતાના માટે ૩૫૦૦ દિવસ( ૯ વર્ષ ૬ મહિના ) જ હોય છે.

વિશ્વ બેંકે એક વ્યક્તિનું સરેરાશ આયુષ્ય ૭૮ વર્ષ માનીને આ તારણ કાઢ્યું છે, જેના મુજબ આપણી પાસે પોતાના માટે માત્ર નવ વર્ષ તેમજ છ મહિના જ હોય છે. આ તારણ મુજબ સરેરાશ ૨૯ વર્ષ સૂવામાં, ૩-૪ વર્ષ અભ્યાસમાં, ૧૦-૧૨ વર્ષ રોજગારમાં, ૯-૧૦ વર્ષ મનોરંજનમાં, ૧૫-૧૮ વર્ષ બીજા રોજબરોજના કામમાં જેમકે ખાવું, મુસાફરી, દૈનિક કામ, ઘરના કામ વગેરેમાં ખર્ચ થાય છે. આ રીતે આપણી પાસે આપણા સપનાઓને પૂર્ણ કરવામાં તેમજ કંઈક કરવા માટે માત્ર ૩૫૦૦ દિવસ અથવા ૮૪,૦૦૦ કલાકો જ હોય છે.

“વિશ્વની સૌથી કીમતી વસ્તુ સમય જ છે.”

પરંતુ હાલમાં મોટાભાગના લોકો નિરાશાની જિંદગી જીવી રહ્યા છે અને તેઓ રાહ જોઈ રહ્યા છે કે તેમના જીવનમાં કોઈ ચમત્કાર થશે, જે તેમના નિરાશામય જીવનને બદલી નાખશે. મિત્રો, તે ચમત્કાર આજથી અને હવેથી શરૂ થશે અને તે ચમત્કાર કરનાર વ્યક્તિ તમે જ છો, કેમ કે તમારા સિવાય બીજું કોઈ તે ચમત્કાર કરી શકતું નથી.

આ શરૂઆત માટે આપણી વિચારસરણી અને માન્યતાઓને બદલવી પડશે કારણકે,

Image Source

“આપણી સાથે તે જ થાય છે જે આપણે માનીએ છીએ.”

મિત્રો, વૈજ્ઞાનિકોના મત મુજબ ભમરાનું શરીર ખૂબ ભારે હોય છે, તેથી વિજ્ઞાનના નિયમો મુજબ તે ઊડી શકતું નથી. પરંતુ ભમરાને આ વાતની જાણ નથી હોતી તેમજ તે એવું માને છે કે તે ઊડી શકે છે તેથી તે ઉડે છે.

સૌપ્રથમ આપણે આ ખોટી માન્યતાને બદલવી પડશે કે આપણી સાથે જે થાય છે તે ભાગ્યમાં લખાયેલું આવે છે. કારણકે જો તેમ હોત તો આજે આપણે ભગવાનની પૂજા ન કરતા હોય પરંતુ તેને બદદૂઆં આપતા હોત.

આપણી સાથે જે કંઈ પણ થાય છે તેના જવાબદાર આપણે પોતે હોઈએ છીએ. તેથી ખુશ રહેવું કે ન રહેવું એ આપણા પર આધારિત છે.

Image Source

“ભગવાન ફક્ત તેમની મદદ કરે છે જે પોતાની મદદ જાતે કરે છે.”

જો કોઈ વ્યક્તિ એવું વિચારે છે કે આપણી સાથે જે કંઈ પણ થાય છે તે આપણા હાથમાં નથી, તો તે વ્યક્તિ આ ખોટી માન્યતાને બદલી દે કે પછી આગળ આ લેખ ન વાંચે.

જીવનના નિયમો:

આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને તેના માટે આપણે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. આ નિયમો તમારું જીવન બદલશે.

Image Source

આત્મવિશ્વાસ:

આત્મવિશ્વાસનો અર્થ છે “પોતાના પર વિશ્વાસ તેમજ નિયંત્રણ કરો”. મિત્રો, આપણા જીવનમાં આત્મવિશ્વાસ રાખવો એટલો જ મહત્વનો છે જેટલું એક ફૂલમાં સુગંધનું હોવું, આત્મવિશ્વાસ વગર આપણું જીવન જીવંત લાશની જેમ બની જાય છે. કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો પ્રતિભાશાળી કેમ ન હોય, પણ તે આત્મવિશ્વાસ વગર કંઈ કરી શકતો નથી. આત્મવિશ્વાસ એ જ સફળતાનો પાયો છે, આત્મવિશ્વાસના અભાવને લીધે વ્યક્તિ તેના દ્વારા કરવામાં આવેલા કાર્યો પર શંકા કરે છે. આત્મવિશ્વાસ તે વ્યક્તિ પાસે હોય છે જે પોતાની જાતથી સંતુષ્ટ હોય છે તેમજ જેની પાસે દ્રઢ નિશ્ચય, મહેનત તેમજ હિંમત, સાહસ, વચન બધ્ધતા વગેરે સંસ્કારોની સંપત્તિ હોય છે.

આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો:

૧. પોતાની જાત પર વિશ્વાસ રાખો,ધ્યેય બનાવો તેમજ તેને પૂર્ણ કરવા માટે વચનબદ્ધ રહો. જ્યારે તમે પોતાના દ્વારા નક્કી કરેલા ધ્યેયને પૂર્ણ કરો છો ત્યારે તે તમારા આત્મવિશ્વાસને ઘણો વધારે છે.

૨.ખુશ રહો, પોતાને પ્રોત્સાહિત કરો, નિષ્ફળતાથી નાખુશ ન થાઓ અને તેમાંથી શીખશો કારણ કે “અનુભવ હંમેશા ખરાબ અનુભવથી આવે છે.”

૩. હકારાત્મક વિચારો, વિનમ્ર રહો તેમજ દિવસની શરૂઆત કોઈ સારા કાર્ય થી કરો.

૪. આ દુનિયામાં કઈ પણ અશક્ય નથી-આત્મવિશ્વાસનો સૌથી મોટો શત્રુ કોઈપણ કાર્ય કરવામાં નિષ્ફળતાનો ભય છે તેમજ ભય દૂર કરવાનો છે તેથી તે કાર્ય જરૂર કરવું જેમાં તમને ભય લાગે છે.

૫. સત્ય બોલો, પ્રામાણિક રહો, ધૂમ્રપાન ન કરો, પ્રકૃતિ સાથે જોડાવ, સારા કાર્ય કરો, જરૂરિયાત મંદની મદદ કરો કારણકે આવા કાર્યો તમને હકારાત્મક શક્તિ આપે છે તેમજ બીજી તરફ ખોટા કાર્યો તેમજ ખરાબ આદતો આપણા આત્મવિશ્વાસને ઘટાડે છે.

૬. જે કાર્યમાં તમને રુચિ છે તે કાર્ય કરો તેમજ પ્રયત્ન કરો કે તમારી કારકિર્દી તે દિશામાં આગળ વધે જેમાં તમને રુચિ છે.

૭. વર્તમાનમાં રહો, હકારાત્મક વિચારો, સારા મિત્રો બનાવો, બાળકો સાથે મિત્રતા કરો, આત્મચિંતન કરો.

Image Source

સ્વતંત્રતા:

સ્વતંત્રતા નો અર્થ સ્વતંત્ર વિચારો તેમજ આત્મનિર્ભરતાથી છે.

“નિર્ભરતા આપણી ખુશીઓનો સૌથી મોટો શત્રુ છે તેમજ વર્તમાન ખુશીઓ ઓછું થવાનું કારણ નિર્ભરતામાં વધારો છે.”

“લોકો શું કહેશે એ સૌથી મોટો રોગ છે”

મોટાભાગે લોકો કોઈ પણ કાર્ય કરતાં પહેલાં ઘણીવાર વિચારે છે કે તે કાર્ય કરવાથી લોકો તેના વિશે શું વિચારશે કે શું કહેશે અને તેથી તેઓ કોઈ નિર્ણય લઈ શકતા નથી તેમજ વિચારતા જ રહે છે તેમજ સમય તેના હાથમાંથી પાણીની જેમ નીકળી જાય છે. આવા લોકો પાછળથી પછતાય છે. તેથી મિત્રો વધારે ના વિચારો, તમને જે યોગ્ય લાગે તે કરો કારણકે કદાચ જ કોઈ એવું કાર્ય હશે જે બધા જ લોકોને એકસાથે પસંદ આવે.

તમારી ખુશીને જાતે નિયંત્રણ કરો:

વર્તમાનમાં મોટાભાગના લોકોની ખુશીઓ પરિસ્થિતિઓ પર આધારિત છે. આવા લોકો અનુકૂળ પરિસ્થિતિઓમાં ખુશ તેમજ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં દુઃખી થઈ જાય છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિનું કોઈ કાર્ય થઈ જાય તો તે ખુશ તેમજ કાર્ય ન થાય તો તે દુઃખી થઈ જાય છે. મિત્રો દરેક પરિસ્થિતિમાં ખુશ રહો કારણકે પ્રયત્ન કરવો આપણા હાથમાં છે પરંતુ પરિણામ તેમજ પરિસ્થિતિ આપણા હાથમાં નથી. પરિસ્થિતિ અનુકૂળ કે પ્રતિકૂળ કોઈ પણ હોઈ શકે છે પરંતુ તેનો પ્રતિસાદ સારો હોવો જોઈએ કારણકે પ્રતિસાદ આપવો એ આપણા હાથમાં છે.

આત્મનિર્ભર બનો:

મિત્રો નિર્ભરતા જ ખુશીઓનો શત્રુ છે તેથી શક્ય હોય ત્યાં સુધી બીજાઓ પાસે ઓછી આશાઓ રાખવી, પોતાનું કાર્ય સ્વયં કરો તેમજ આત્મનિર્ભરતા અપનાવો, બીજાના કાર્યો કે વિચારોથી દુઃખી ન થવું જોઈએ કારણકે બીજાના કાર્યો તેમજ વિચારો આપણા નિયંત્રણમાં નથી.

“જો તમે તે બાબતો કે પરિસ્થિતિઓને કારણે દુઃખી થઈ જાઓ છો જે તમારા નિયંત્રણમાં નથી તો તેનું પરિણામ સમયનો બગાડ તેમજ ભવિષ્યમાં પસ્તાવો છે.”

Image Source

વર્તમાનમાં જીવવું:

મિત્રો આપણને દિવસમાં ૭૦,૦૦૦ થી ૯૦,૦૦૦ વિચારો આવે છે અને આપણી સફળતા તેમજ નિષ્ફળતા આ વિચારોની ગુણવત્તા પર આધારિત છે. વૈજ્ઞાનિકોના મત મુજબ મોટાભાગના લોકોનો ૭૦% થી ૯૦% સુધીનો સમય ભૂતકાળ, ભવિષ્યકાળ તેમજ નકામી બાબતો વિચારવામાં જતો રહે છે. ભૂતકાળ આપણને અનુભવે છે તેમજ ભવિષ્યકાળ માટે આપણે યોજના કરવી પડે છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે આપણે બધો જ સમય તેમાં વેડફી નાખીએ. મિત્રો આપણે વર્તમાનમાં રહેવું જોઈએ અને તેને શ્રેષ્ઠ બનાવવું જોઈએ કારણકે ભૂતકાળ તેમજ ભવિષ્યકાળ પર આપણું નિયંત્રણ હોતું નથી.

“જો તમે ખુશ રહેવા તેમજ સફળ થવા માગતા હોય તો તે વિશે વિચારવાનું બંધ કરી દો જેના પર આપણું નિયંત્રણ ન હોય.”

Image Source

સખત મહેનત તેમજ ધ્યાન:

મિત્રો, કોઈ વિદ્વાને કહ્યું છે કે સફળતા મહેનત પહેલા ફક્ત શબ્દકોશમાં જ મળી શકે છે. મહેનતનો અર્થ ફક્ત શારીરિક કાર્ય જ નથી, મહેનત શારીરિક તેમજ માનસિક બંને પ્રકારે થઈ શકે છે. અનુભવ કહે છે કે માનસિક મહેનત શારીરિક મહેનતથી વધારે કીમતી હોય છે.

અમુક લોકો ધ્યેયને વધારે મોટું બનાવી દે છે
પરંતુ મહેનત કરતા નથી અને પછી પોતાના ધ્યેયને બદલાવતા રહે છે. આવા લોકો ફક્ત યોજના બનાવતા રહે છે.

મહેનત તેમજ ધ્યાનથી સૌથી મુશ્કેલ કાર્ય પણ સરળ બની જાય છે. જો ધ્યેયને પ્રાપ્ત કરવુ હોય તો વચ્ચે આવતા અવરોધો દૂર કરવા પડશે, મહેનત કરવી પડશે, વારંવાર દ્રઢ નિશ્ચય થી પ્રયત્ન કરવો પડશે.

“અસફળ લોકો પાસે ટકી રહેવાનું એક માત્ર સાધન એ હોય છે કે તેઓ મુશ્કેલી આવતા પોતાના ધ્યેયને બદલી દે છે.”

અમુક લોકો એવા હોય છે કે જે મહેનત તો કરે છે પરંતુ એક વાર નિષ્ફળ થતાં નિરાશ થઈને કાર્યને વચ્ચે જ છોડી દે છે. તેથી મહેનતની સાથે સાથે ધ્યાન તેમજ દ્રઢ નિશ્ચય પણ ખૂબ જ જરૂરી છે.

“જો કોઈ વ્યક્તિ વારંવાર તે કાર્ય કરવા છતાં પણ સફળ થતો નથી તો તેનો અર્થ તેની કાર્ય કરવાની રીત ખોટી છે તેમજ તેને માનસિક મહેનત કરવાની જરૂર છે.”

Image Source

વ્યવહાર કુશળતા:

વ્યવહાર કુશળ વ્યક્તિ જ્યાં પણ જાય છે ત્યાંના વાતાવરણને ખુશીઓથી ભરી દે છે, આવા લોકોને સમાજ માં સન્માનની દ્રષ્ટિથી જોવામાં આવે છે. આવા લોકો નમ્રતા તેમજ સ્મિત સાથે વ્યવહાર કરે છે તેમજ હંમેશા મદદ કરવા માટે તૈયાર રહે છે. શિષ્ટાચાર જ સૌથી ઉત્તમ સુંદરતા છે જેના વગર વ્યક્તિ ફક્ત પોતાના સુધી મર્યાદિત હોય છે અને સમાજ તેને “સ્વાર્થી” નામનો એવોર્ડ આપે છે.

“જ્યારે તમારા મિત્રોની સંખ્યા વધવા લાગે ત્યારે સમજવું કે તમે વ્યવહારકુશળતાનો જાદુ શીખી લીધો છે.”

શિષ્ટાચારી વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં જાય છે ત્યાં તેના મિત્ર બની જાય છે જે તેના માટે જરૂર પડે તો મરવા માટે પણ તૈયાર રહે છે.

ચરિત્ર વ્યવહાર કુશળતાનો પાયો છે તેમજ ચરિત્રહીન વ્યક્તિ ક્યારેય પણ શિષ્ટાચારી બની શકતો નથી. ચરિત્ર વ્યક્તિનો પડછાયો હોય છે તેમજ સમાજમાં વ્યક્તિને ચેહરાથી નહીં પરંતુ ચરિત્રથી ઓળખવામાં આવે છે. ચરિત્રનું નિર્માણ નૈતિક મૂલ્યો, સંસ્કારો, શિક્ષા તેમજ આદતોથી થાય છે.

વ્યવહારકુશળ વ્યક્તિઓની સૌથી ખાસ વિશેષતા એ હોય છે કે તેઓ હંમેશા મદદ કરવા માટે તૈયાર રહે છે.

વાર્તાલાપ દક્ષતા એ વ્યવહાર કુશળતાનો મહત્વપૂર્ણ ભાગ છે. વાણીમાં વાતાવરણમાં મીઠાશ ભેળવીને તેને આનંદથી ભરી દે કે તેમાં ચિનગારી લગાવીને આગ ફેલાવી શકે તેટલી શક્તિ છે.

Image Source

“શબ્દો વિશ્વ બદલી શકે છે”

સમજી વિચારીને બોલવું, ઓછા શબ્દોમાં વધારે વાત કહેવી, નકામી વાતો ન કરવી, ભલાઈ શોધવી, વખાણ કરવા, બીજાની વાતો સાંભળવી તેમ જ મહત્વ આપવું, વિનમ રહેવું, ભૂલોને સ્વીકારવી વગેરે વાતચીતના કેટલાક મૂળ નિયમો છે.

આ પાંચ નિયમોમાં એટલી શક્તિ છે કે તે તમારું જીવન બદલી દેશે અને તમારા સ્વપ્નોને વાસ્તવિકતામાં ફેરવવાની શક્તિને જાગૃત કરશે. અંતે એક જ વાત

“જરૂરતમંદની મદદ કરો, કારણકે શું ખબર કાલે તમારે કોઇની મદદની જરૂર પડે.”

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *