એક યુવકે તેની ગર્લફ્રેન્ડને એવી રીતે પ્રપોઝ કર્યું કે દુનિયામાં ઈતિહાસ બની ગયો..

પ્રેમ શબ્દ જ એટલો ઉત્સાહ આપે છે કે કોઇપણ માણસ આ શબ્દ માત્રથી આરામ અનુભવે છે. એમ. છોકરો કે છોકરી પ્રેમના ઈઝહાર માટે અવનવી સ્ટાઈલ અપનાવતા હોય છે. આવું કરવાનું કારણ એ જ છે કે આ ખાસ પળને હંમેશા માટે યાદગાર રાખી શકાય. એવું જ છે આ શખ્સનું જેને પણ પ્રેમની ક્ષણને હંમશા માટે યાદગાર બનાવી દીધી. આ ઘટના છે જાપાનની જેમાં એક યુવકે તેની ગર્લફ્રેન્ડને મેરેજ માટે પ્રપોઝ કરીને અલગ રીતનો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો.

બહુ મજા પડે એવી આ માહિતી છે તો જાણવા માટે આ આર્ટીકલને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં. અમે અહીં તમામ એવું માહિતી લખી છે જેને વાંચીને તમને બધી જ જાણકારી મળી જશે.

જાપાનની રાજ્ધાની ટોક્યોમાં રહેતા એક શખ્સે લગ્નના પ્રપોઝલ માટે ૬ મહિનાની યાત્રા, ગૂગલ GPS સીસ્ટમને સમર્પિત કરી એટલે કે આ શખ્સે એક મોટું એવું GPS ડ્રોઈંગ તૈયાર કર્યું. જેના માટે તેનું નામ ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું. આ પ્રેમની પ્રેમ કહાની અને અન્યને મદદ મળે એવા આ કાર્યને ખુદ ગૂગલે ટ્વીટ કરીને બધાને જાણ કરી. યાસુશી ‘યાસન’ તાકાહાશી આ યુવકનું નામ છે અને તેની ગર્લફ્રેન્ડને મેરેજ માટે પ્રપોઝલને કાયમી યાદગાર બનાવવા માટે આવું કર્યું હતું.

બંનેની આ રીતે પ્રપોઝલની અલગ સ્ટાઈલની નોંધ આખા વિશ્વમાં લેવામાં આવી હતી અને ઉપરાંત વધુમાં ગૂગલને આ યુવકે જે મદદ કરી એ સલામ કરવાને પાત્ર છે. આવનારા સમયમાં આ યુવકે ડ્રોઈંગ કરેલ GPS ગ્રાફ સૌ કોઈને ઇન્ફોર્મેશન માટે કામ આવશે. અહીં એથી વધારે જાણકારી એ પણ છે કે આ ડ્રોઈંગ ગૂગલને પણ પસંદ આવ્યું હતું એટલે તો ગૂગલે ટવીટરના માધ્યમથી આ માહિતી અને આ યુવકનો પ્રપોઝ કરવાનો અલગ અંદાજ લોકો સુધી પહોંચ્યો હતો. ઘણાબધા લોકોએ ટવીટના રીપ્લાયમાં આ યુવકને શુભેચ્છા પાઠવી હતી. એક વાત એવી બની હતી કે તેની ગર્લફ્રેન્ડ લગ્ન માટે રાજી થાય કે નહીં? એ તો પછીની વાત છે પણ આ યુવકની પ્રપોઝની અલગ સ્ટાઈલથી તે બહુ ચર્ચિત બન્યો હતો.

આવું સરસ મજાની રીતે પ્રપોઝ કર્યું હોય અને આવા બુદ્ધિશાળી વ્યક્તિને જો કોઈ છોકરી લગ્ન માટે ‘ના’ કહે તો એ મુર્ખ કહેવાય. આજના સમયમાં પ્રેમ બે મિનીટમાં થઇ જાય છે અને બે મિનીટમાં તૂટી જાય છે પણ પ્રેમને કાયમ ટકાવી રાખવો એ જ મહત્વની વાત છે. બે વ્યક્તિઓ વચ્ચે એવું બોન્ડીંગ બને કે આજીવન એકબીજાનો સહારો બનીને જિંદગીને પસાર કરી શકાય તો એથી વિશેષ કોઈ વાત નથી. એકબીજા વચ્ચેના પરસ્પર મજબૂત સંબંધથી લોકોને પણ સારું જીવન જીવવાની પ્રેરણા મળે છે.

એમ, જાપાનના આ યુવકે તેની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કરી અને આખા વિશ્વમાં તેની કહાની પ્રખ્યાત થઇ ગઈ

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *