Lockdown દરમિયાન આ વ્યક્તિ થયો માલામાલ, ખોદકામ દરમિયાન મળ્યો ખજાનો…..

Image Source

Lockdown દરમિયાન એક વ્યક્તિ ની  ઘર બેઠા જ કિસ્મત બદલાઇ ગઈ. હા, આ વાત સાચી છે. આજે હું તમને એક એવા વ્યક્તિ ની વાત કરવા જઈ રહી છું કે જેની રાતો રાત કિસ્મત ચમકી  ગઈ.  ઇંગ્લૅન્ડ ના પશ્ચિમી યોકશાયર માં વસવાટ કરતાં એક વ્યક્તિ ની હાલત પણ કઈક આવી જ છે. તે lockdown માં ઘરે બેઠા બેઠા હેરાન થઈ રહ્યો હતો, તો તેને વિચાર્યું કે કેમ ના બેઠા બેઠા બગીચા ને ખોદવા માં આવે??? પણ આ ખોદકામ થી એને હાથ માં જે “ખજાનો” આવ્યો, એ જોઈ ને એ પોતે આશ્ચર્યચકિત થઈ ગયો.

Image Source

આ વ્યક્તિ નું નામ જોન બ્રોશો છે. તેને તેની સાથે થયેલ દિલચસ્પ ઘટના ને social media પર શેર કરી. 40 વર્ષ ના જોન ના કહેવા પ્રમાણે, એને 6 મહિના પહેલા જ હેકમોડબાઇક માં ઘર ખરીદ્યું. અત્યારે તો એ ત્યાં જ રહે છે અને lockdown ના કારણે કયા પણ આઈ-જઈ શકતો નથી. આવા માં મન લાગે એની માટે એને ઘર ની પાછળ આવેલ બગીચા માં જતો રહ્યો અને ત્યાં ખોદકામ ચાલુ કર્યું. જમીન માંથી તેને 70 વર્ષ જૂની ફોર્ડ કાર મળી આવી.

Image Source

જોન ઘર માં એકલો હતો અને lockdown ના કારણે તે કોઈ ની મદદ પણ લઈ શકતો ન હતો. એટલે હવે એને કાર ને પોતાની જાતે જ બહાર કાઢવાનું નક્કી કર્યું. તેને કાર ના એક એક ભાગ ને ધીમે ધીમે બહાર કાઢ્યા. તેમા  કાર નો નંબર પ્લેટ પણ હતો. રિપોર્ટ્સ ના મુજબ, કાર ભૂરા રંગ ની હતી અને તૂટેલી હતી. ખોદકામ વખતે તેને કાર ના પૈડાં ન મળ્યા.

Image Source

જાણકારી અનુસાર, જોન ને જે કાર મળી  હતી, તે કાર 1950 ની સાલ માં ખૂબ જ ચાલતી હતી. જોન નું કહવું છે કે આ કાર ને રીપેર કરવાની ને તેને એન્ટિક વસ્તુ ની જેમ પોતાની પાસે રાખશે. તમને જણાવી દઉં કે એન્ટિક વસ્તુ ઓ બહુ મૂલ્યવાન હોય છે જેમકે કોઈ ખાજાના ની જેમ. અને જોન માટે એ કોઈ ખજાના થી ઓછું ન હતું.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

 

Leave a Comment