જેવું ઘરનું વાતાવરણ એવા જ બાળકો

બાળકોના વિકાસમાં પરિવાર ની સૌથી વધુ મહત્વપૂર્ણ ભૂમિકા હોઈ છે. બાળક જે વાતાવરણ માં રહે છે એ જ પ્રકારની વાતો અને વ્યવહાર તે સીખે છે. ઘણીવાર એવું જોયું હશે કે જાણતા કે અજાણતા માતા પિતાની ભૂલ ના કારણે બાળકો પર ખરાબ અસર પડે છે. બાળકો માટે ઘરનું વાતાવરણ કેવું હોવું જોઈએ તે જણાવતા ચાઈલ્ડ સાઈકોલોજીસ્ટ નમ્રતા સિંહ જણાવે છે …

શું શું કરે છે પેરેન્ટ્સ ?

પેરેન્ટ્સ એકબીજાનું સન્માન નથી કરતા, બાળકો સામે જ જગડા કરે છે. આવા જગડામાં ભાષા નું સ્તર ખુબ જ ખરાબ હોઈ છે અને ક્યારેક ક્યારેક એકબીજાને અપશબ્દો પણ બોલી દે છે.

બાળકો પર તેની કેવી અસર પડે છે ?

આવી પરિસ્થિતિમાં બાળકોની ગુસ્સો કરવાની ભાવના વધી જાય છે. તે આક્રમક વ્યવહાર કરવા લાગે છે. સામાન્ય વાતને પણ ગુસ્સો કરીને બોલે છે. ઘણી વાર ગુસ્સા માં પેરેન્ટ્સ હાથ પણ ઉપાડી લે છે. બાળકને ભણતર માં ઓછો રસ લાગે છે. પરીક્ષામાં નંબર પણ ઓછા આવે છે. ઘણા બાળકો તો ડીપ્રેશનમાં પણ આવી જાય છે. તે નાની નાની વાતમાં ખુબ જ ગુસ્સે થઈ જાય છે.

શું કરવું જોઈએ ?

પેરેન્ટ્સ તેના આપસના મતભેદો પર બાળકોથી અલગ વાત કરે. બાળકને પેરેન્ટ્સ તેની આપસી વાતો જણાવી તેની સહાનુભુતિ લેવાની કોશિશ ના કરવી જોઈએ. પેરેન્ટ્સએ એકબીજાનું સન્માન કરવું જોઈએ અને પોતાના બાળકને બીજાનું સન્માન કરતા સીખવાડવું જોઈએ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *