સોશલ મીડિયા પર દિલ પીગળી જાય એવી એક તસ્વીર થઈ વાયરલ, લોકો થયા ભાવુક

કોરોના વાયરસના ચાલતા પુરા દેશમાં 24 માર્ચથી લોકડાઉન ચાલી રહ્યું છે. જ્યાર પછી લાખો મજૂરો તેના ઘરો તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ દરમ્યાન ઘણી માર્મિક તસ્વીરો સામે આવી રહી છે. જે સોશલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. ઈન્ટરનેટ પર એક બુજુર્ગ મહિલાની તસ્વીર ખુબ વાયરલ થઈ રહી છે. દાવો છે કે આ મહિલા પ્રવાસી મજુરોની રીતે પગપાળા જ તેના ઘરે જઈ રહી છે. મહિલાએ તેની પીઠ પર સામાન ઉઠાવેલો છે અને તેના પર એક કુતરું પણ બેઠેલું છે.

image source

આ માર્મિક ફોટોને Fargrantwhirlનામના ટવીટર યુજરે શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે ‘આ ખુબ જલ્દીથી થાકી જાય છે, મારી સાથે જ રહે છે તેને છોડી ના શકું..’ આ લોકો ઘણા દિવસોથી ચાલી રહ્યા છે. આ ફોટોને ઘણીવાર રી-ટવીટ કરવામાં આવ્યો છે અને હજારો લાઈકસ અને કોમેન્ટ્સ પણ આ ફોટો પર આવી ચુકી છે. લોકો આ બુજુર્ગ મહિલાની ખુબ જ તારીફ કરી રહ્યા છે.

image source

પ્રવાસી મજદૂર

આ હેરાન કરી દેતી તસ્વીરમાં તમે સાફ જોઈ શકો છો કે એક બુજુર્ગ મહિલા તેના હાથમાં તેનો સામાન પકડેલો છે, માથા પર એક ગઠરી લટકાવી રાખી છે. જેના પર એક નાનકડું કુતરું ઉભું છે. આ ફોટોએ લાખો લોકોના આંખમાં પાણી લાવી દીધું છે.

image source

બળદગાડી ખેંચતા મજદૂર

એવી ઘણી તસ્વીરો સોશલ મીડિયા પર વાયરલ થઈ છે, જે દિલ દહેલાવી દે એવી છે. હાલમાં જ એક પર એક પ્રવાસી મજદૂર જે તેના સામાન અને પાલતું પ્રાણીઓ સાથે મહારાષ્ટ્રના નાસિક હાઈવે પર ચાલી રહ્યા હતા. તે ફોટો ખુબ જ વાયરલ થઈ હતી. તેની સિવાય એવી જ એક તસ્વીર ઇન્દોરના મહુથી આવી હતી. જ્યાં એક મજુર બળદગાડીમાં બળદ બની તેને ખેંચી રહ્યો હતો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *