આ કુતરો છે એક દુકાન માલિક, આરામથી આખી દુકાન સાંભળી લે છે અને આવી રીતે કમાય છે પૈસા

આમ બજારમાં જાઉં ત્યારે કોઈ વ્યક્તિ દુકાન ચલાવતો હોય એવું જોવા મળે. તેમાં પણ કોઈ સ્ત્રી- પુરુષ કે છોકરો-છોકરી પણ દુકાન ચલાવે. એ બધામાં અમે તો આજ સુધી કોઈ કૂતરો દુકાન સંભાળે એવું જોયું નથી. હા, પણ આ વાત એકદમ સાચી વાત છે. એક જગ્યાએ કૂતરો આખી દુકાન સંભાળીને બેસે છે એટલું જ નહીં આ કુતરો આખી દુકાન જાતે જ સંભાળી લે છે અને દુકાનનું ધ્યાન પણ રાખે છે. આ કૂતરાને તો ઇન્ટરનેટમાં ધૂમ મચાવી છે.

જાપાનના એક કૂતરાએ ઈન્ટરનેટમાં સારી ફેમ મેળવી છે. આ કૂતરો જાપાનના હોક્કાઇડોમાં ખુદ દુકાન ચલાવે છે પણ જરાય ધ્યાન ચૂક વગર. આ કૂતરો આખી દુકાન સંભાળી લે છે, આ દુકાનનો માલિક આ કૂતરો જ છે. અરે ભાઈ! અમે કોઈ જોકસ નથી કરી રહ્યા, આ એકદમ સાચી વાત છે. જાપાન શહેરમાં કૂતરો આખી દુકાન સંભાળી લે છે.

આ કુતરો સકરીયા(સ્વીટ પોટેટો) વેચે છે, જે હોક્કાઇડામાં નાની દુકાન ચલાવે છે. કુતરાનું નામ કેન- કુન છે, જે તેની દુકાન ચલાવે છે. કૂતરો દુકાનમાં ઉભો રહે છે અને અનોખી રીત સાથે ગ્રાહકો સાથે ધંધો પણ કરે છે. કસ્ટમર પાસેથી પૈસા લઈને તેની દુકાન ચલાવે છે પણ પૈસા લેવાની સ્ટાઇલ કંઈક અનોખી છે. દુકાન પર બોર્ડમાં લખેલું છે, “કારણકે હું ડોગ છું, તમને હું છુટા પૈસા નહી આપી શકું.”

ગ્રાહકો તેની જાતે જ આવીને તેને જોઈતા મુજબનો સામાન ખરીદીને પૈસા બાજુમાં રાખેલી પેટીમાં રાખી દે છે. એટલું જ નહીં બધાને કેન-કુન એટલું પસંદ પડે છે કે, કોઈ તો આ ડોગ માટે અલગથી પૈસા રાખીને પણ જાય છે. ટ્વિટર પર આ કૂતરાની તસવીરો બહુ વાયરલ થઈ હતી.

રિપોર્ટ મુજબની માહિતી એવી છે કે, એવું નથી કે આ કૂતરો આખો દિવસ કામ જ કરતો રહે એ કોઈ વ્યક્તિની જેમ દુકાન બંધ કરીને પછી શહેરમાં ફરવા નીકળે છે. આમ, સામાન્ય રીતે કુતરાઓ શેરી-ગલીઓમાં આવારા ચક્કરો મારતા હોય છે, પણ આ કુતરો કોઈ માણસની જેમ વ્યવસ્થિત તેની જિંદગી જીવે છે. કૂતરાનું એક ટાઈમ સેડ્યુલ પણ છે, જે રેગ્યુલર ફોલો કરે છે અને દુકાને પણ બરાબર ચલાવે છે. આ કુતરાના વિડીયો યુટ્યુબ પર પણ મુકાયા છે. જાપાનના આ કૂતરાએ અન્ય કુતરા માટે ચેલેન્જ આપી છે કે, શું તમે મારા જેવું કામ કરી શકો છો?

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *