નર્સની બેદરકારીએ નવજાત બાળકને બનાવી દીધું અપંગ: જાણો શું થયું આ માસુમ બાળકની સાથે☹️

નવજાત બાળક ખૂબ જ કોમળ હોય છે. એ ફૂલની પાંખડીની જેમ હોય છે અને તેનું આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે; કેમકે તેની કોમળ ચામડી અને નરમ શરીરને ખૂબ જ વધારે ધ્યાન રાખવાની જરૂર હોય છે. જ્યારે બાળક જન્મે છે, તો એ હોસ્પિટલની નર્સ અને ડોક્ટરોની જિમ્મેદારી હોય છે કે તે બાળકનું ધ્યાન રાખે, પણ જો એવું થાય કે આ લોકોના લીધે જ બાળકને પોતાના શરીરનું એકાદ અંગ ગુમાવવું પડે તો?

હા હા, તમે સાચું સાંભળ્યું! આવી જ એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે જયારે નર્સની બેદરકારીથી એક ચાર દિવસના નવજાતને પોતાના પગ ગુમાવવા પડયા! આ ઘટના છે ૧૪ ડિસેમ્બર ૨૦૧૭ ની અને હવે આ ખબર સામે આવી છે. આ ઘટના છે ચીનના એક હોસ્પિટલની જેનું નામ છે સીંસેઈ નેશનલ હોસ્પિટલ (Xincai Maternity and Child Health Care Hospital in Zhumadian city) ની જ્યાં બે નર્સ બાળકના વોર્ડમાં કામ કરતી હતી.

આ સમયે તેને ધ્યાન જ ન રહ્યું કે હેર ડ્રાયર ચાલુ છે. આ ત્યારે બન્યું જ્યારે બાળકને નવડાવી તેની બ્લોડ્રાય કરાવી રહ્યા હતા, અને તેના પછી નર્સે ડ્રાયર ચાલુ જ મૂકી દીધું. તેના પછી એક સિનિયર ડોક્ટર જ્યારે બાળકની તપાસ કરવા પહોંચ્યા, તો તેની નજર તે બાળક પર પડે છે. એ બાળકનો પગ પૂરી રીતે દાજી ગયો હતો! સાથે જ, ડોક્ટરને નવજાતનો જીવ બચાવવા માટે તેનો પગ કાપવો પડ્યો.

નવજાતનો જીવ તો બચી ગયો પણ તેને જીવનભર માટે એક મોટું દુઃખ મળી ગયું. ખબરોના હિસાબે બાળકે સમય પહેલા જન્મ લીધો હતો અને તેને ઇન્ટેન્સિવ કેર માટે રાખ્યું હતું. આ સમયે જ હેરડ્રાયરના લીધે તેનો ડાબો પગ એવો ખરાબ રીતે દાજી ગયો કે તેની ચામડી ફાટી ગઈ હતી અને ડોક્ટરે આના કારણે તેનો પગ અલગ કરવો પડ્યો. આ ઘટનાથી બંને નર્સને બેદરકારી માટે દોષી માની તેને જેલમાં મોકલવામાં આવ્યા છે.

આ ઘટનામાં બે નર્સોની બેદરકારી માટે દોષી માની, તેની જેલ પણ થઇ.

નવજાતના પિતાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે “જો નર્સે બેદરકારી ન કરી હોત અને ધ્યાન રાખી તરત જ હેર ડ્રાયરને ત્યાંથી લઈ લેત, તો આજે તેના બાળકને એટલી ભારે કિંમત ચૂકવવી ન પડત, બની શકત કે થોડા મામૂલી જોખમ થયા હોત. આના સિવાય નવજાતના ઘરવાળાંઓને તેના ભવિષ્યને લઇને ભારે ચિંતા સતાવી રહી છે.

આ ઘટના પછી એક વાત તો સાફ થઈ ગઈ છે કે ભલે હોસ્પિટલ જ કેમ ન હોય, પરંતુ બેદરકારી તો દરેક જગ્યાએ થાય છે! સાથે જ, નવજાતની સુરક્ષાવિશે આજે પણ કેટલાય સવાલ છે!

ALL IMAGE CREDIT : GOOGLE IMAGES

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે

AUTHOR: ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *