બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવા માટેનો લાભદાયી નુસખો એટલે ડુંગળી નો રસ, જે દરરોજ બે ઘૂંટડા પીવો!

Image Source

ડાયાબિટીઝ એ છેલ્લા કેટલાક વર્ષોમા જીવનશૈલીના વ્યાપક રોગો રૂપે સામે આવ્યો છે. ડાયાબિટીઝ એ એક મેટાબોલિક ડિસઓર્ડર છે, જેનાથી શરીરમાં બ્લડ શુગરના સ્તરમાં વધારો ઘટાડો થાય છે. ડાયાબિટીઝ ધીમે ધીમે સ્થુળતા, અંગોની નિષ્ફળતા અને ઘણા કોરોનરી રોગનું કારણ બને છે. મૂળ રીતે, તે શરીરની કામગીરીને અસર કરે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિને વિક્ષેપિત કરે છે. આવી સ્થિતિમાં જીવનશૈલીમાં કેટલાક જરૂરી ફેરફારો કરવાની સાથે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવાના ઉપાયો પણ ખૂબ જરૂરી છે. ડાયાબીટીઝ માટે ઘરેલું ઉપાયો પણ ઘણાં લાભદાયક બની શકે છે. આમ તો ઘણા ઘરેલું ઉપાયો છે જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ અહીં અમે ડુંગળીના રસ વિશે વાત કરી રહ્યા છીએ, તમારું ભોજન ડાયાબિટીઝ મેનેજમેન્ટમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઘણા ફૂડસ્ ને બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવા માટે ઉપયોગી માનવામાં આવે છે.

Image Source

ડુંગળીનો રસ ડાયાબિટીઝ માટે ફાયદાકારક કેમ છે?

૧. ડુંગળી ફાઈબરથી ભરપૂર હોય છે:

લાલ ડુંગળી તંદુરસ્ત ફાઇબરનો એક મોટો સ્ત્રોત છે, છે મૂત્રત્યાગને સરળ બનાવવામાં મદદ કરે છે. બધી ડુંગળી ફાઈબરથી ભરપૂર હોય છે, જે ખોરાકના અણુઓને તોડીને ખોરાકના પાચનમાં મદદ કરે છે. ઉપરાંત, લોહીમાં નીકળતા કાર્બની તે ગતિને ઓછી કરવામાં મદદ કરે છે. તે શરીરના શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે.

૨. ડુંગળીમાં કાર્બોહાઈડ્રેટ ઓછું હોય છે:

ડુંગળીમાં કાર્બોહાઇડ્રેટની માત્રા ઓછી હોય છે અને શરીરમાં શર્કરાના સ્તરને નિયમિત કરવામાં મદદ કરી શકે છે. ડાયાબીટીઝનું સંચાલન એક પડકાર બની જાય છે, કારણ કે કાર્બયુક્ત ખાદ્ય પદાર્થોના સેવનથી લોહીમાં શર્કરાનું સ્તર વધી શકે છે. વજન ઓછું કરવા અને સંતુલિત રીતે શુગર લેવલને નિયંત્રિત કરવા માટે ઘણીવાર ઓછું કાર્બ ખાવાની સલાહ આપવામાં આવે છે.

૩.ઓછી જીઆઇ:

ઓછી ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળો ખોરાક ડાયાબિટીસના દર્દીઓ માટે સારો હોય છે, કેમકે તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હકીકતમાં, તે શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, કારણકે તે ખોરાક લોહીમાં શુગરને ધીમે ધીમે છોડવામાં મદદ કરે છે.

ડુંગળીનું પાણી બનાવવાની રીત:

  • ૨ કાપેલી ડુંગળી
  • ૧ કપ પાણી
  • ૧ ચમચી લીંબુનો રસ
  • એક ચપટી સિંધવ-મીઠું

રીત:

  • બ્લેન્ડર થી બધી સામગ્રીઓને મિક્સ કરો.ચિંતા ન કરો કારણકે તે ફાઇબર મેળવવા માટે જરૂરી છે.
  • મીઠું ડુંગળીની તીખાશ ઓછી કરવામાં મદદ કરી શકે છે. તમે ઈચ્છો તો મીઠાનો ઉપયોગ ખૂબ જ ઓછી માત્રામાં કરી શકો છો. તમે તેમાં મીઠાની જગ્યાએ થોડું મધ પણ ભેળવી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. અને ઉપરોક્ત દરેક માહિતી અમે ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરલે છે તો આપ ને વિનંતી છે કે કોઈ પણ ઉપાય કરતાં પેહલા નિષ્ણાત ની સલાહ આવશ્યક છે…

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *