102 વર્ષના વ્યક્તિએ જણાવ્યો પોતાની લાંબી ઉંમરનો રાઝ, માત્ર ત્રણ વસ્તુથી મેળવ્યું આયુષ્ય

Image Source

અમુક સમય પહેલા બીજા વિશ્વયુદ્ધના એક પાયલોટે પોતાનો 102મો જન્મ દિવસ ઉજવ્યો છે, અને આ વ્યક્તિનું નામ છે હેરી ગેમ્પર, જે સ્કોટલેન્ડમાં રહે છે અને તેમને પોતાની લાંબી ઉંમરનો રાઝ જણાવ્યો છે અને તે પણ કહ્યું છે કે કઈ ત્રણ વસ્તુ ખાઈને તેમને પોતાની આટલી લાંબી ઉંમર મેળવી છે.

દરેક વ્યક્તિ લાંબું જીવવા માંગે છે. પરંતુ આજકાલની ખૂબ જ આળસુ ભરેલી લાઈફ સ્ટાઇલ અને ખોટી ખાણી પીણી તથા આપણા બીમારીને કારણે ઓછી ઉંમરમાં જ લોકોનું મૃત્યુ થઈ જાય છે. સાયન્સ જણાવે છે કે દુનિયામાં એવી ઘણી બધી વસ્તુઓ છે જે વ્યક્તિને લાંબી ઉંમર આપી શકે છે જેમ કે બદામ બેરી અને માછલી ખાવાથી શરીરને મળતા ન્યુટ્રિશિયન્સ આપણા હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે એવી ઘણી બધી વસ્તુઓ છે જેનાથી વ્યક્તિની ઉંમર વધી શકે છે. અત્યારે એક વ્યક્તિએ પોતાનો 102 મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે અને તે હજુ પણ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે તે વ્યક્તિએ પોતાની લાંબી ઉંમરનો રાઝ દરેક વ્યક્તિને શેર કર્યો છે અને તેની સાથે જ તેમને જણાવ્યું છે કે કઈ ત્રણ વસ્તુઓને ખાઈને સ્વસ્થ રહી શકાય.

Image Source

કોણ છે આ વૃદ્ધ?

ધ મિરર અનુસાર, આ 102 વર્ષીય વૃદ્ધનું નામ હેરી ગેમ્પર છે, જે બીજા વિશ્વ યુદ્ધના નિવૃત્ત પાઇલટ છે. તે યુદ્ધ દરમિયાન આરએએફ પાઇલટ હતા અને ડી-ડે લેન્ડિંગમાં હાજર હતા. તેમનો જન્મ 1920 માં થયો અને કોરોનાકાળના 2020 માં તેઓએ પોતાનો 100મો જન્મ દિવસ ખૂબ જ સારી રીતે ઉજવી શક્યા નહીં જેવો તેમ ઉજવવા માંગતા હતા તેમને ફ્રાન્સ અને જર્મનીમાં તેમની સેવા માટે સન્માન પણ કરવામાં આવ્યા છે અને તેમને એટલાન્ટિક ની લડાઈમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી તથા તેમને આરએફએફ માં પાયલેટ હોવા દરમિયાન 1000 કલાક ઉડાન ભરી હતી.

આમ આરએસએફમાં સેવા આપ્યા બાદ તેમની 1983 માં લગ્ન કર્યા. અને તેમના બે દીકરા છે તેમના દીકરાના નામ ડેવિડ અને એન્દ્રુ છે અને રીટાયર્ડ થયા બાદ તેઓ સ્કોટલેન્ડમાં રહે છે.

Image Source

આ છે તેમની લાંબી ઉંમરનો રાઝ

તેમને જણાવ્યું કે તેમની લાંબી ઉંમર નો રાઝ ખૂબ જ સારો શરાબ યોગ્ય ભોજન અને મ્યુઝિક છે. 2022 માં 102 મો જન્મ દિવસ ઉજવનાર હેરી ગેમ્પરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે મારું જીવન ખૂબ જ સુંદર છે અને મેં હંમેશા સારી રીતે પોતાની લાઈફને જીવી છે મને કળા, સંગીત, સારું ભોજન અને ખૂબ જ સારી શરાબ પસંદ છે. આ દરેક વસ્તુઓ અને આસપાસના લોકો જીવનમાં સૌથી વધુ મહત્વ રાખે છે અને આ જ મારી લાંબી ઉંમરનો રાઝ છે.

વૈજ્ઞાનિકોએ શોધ્યો લાંબી ઉંમરનો રાઝ

યુકેમાં આવેલ સીબીડી કંપની ઇડન ગેટ એ દુનિયાના વધુ ઉંમરના લોકો ઉપર અધ્યયન કરીને તેમના લાંબા જીવન વિશે માહિતી મેળવી હતી, અને રિસર્ચ અનુસાર 100 કરતાં વધુ ઉંમર જીવનાર છ લોકો પર રિસર્ચ કર્યું. અને તેમના સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર પાછળના ચાર મુખ્ય કારણ જોવામાં આવ્યા. તેમની મોમેન્ટ સામાજિક તથા આર્થિક સ્ટેટસ તણાવનું લેવલ અને ડાયટ. આ સ્ટડીમાં 122 વર્ષની જીન લુઇસ કાલમેન્ટ ના ડાયટને પણ જોવામાં આવ્યું જે દુનિયામાં સૌથી વધુ જીવનાર વ્યક્તિ છે વર્ષ 1977 માં તેમનું દેહાંત થઈ ગયું હતું અને વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે કઈ ત્રણ વસ્તુ ખાઈને લાંબી ઉંમર મેળવી શકાય છે.

ઓલિવ ઓઈલ

શોધકર્તાઓએ જિન લુઇસ કોલમેન્ટમાં ત્રણ ખાસ વસ્તુઓને જોઈ. તેમની ડાયટ નું પહેલું સિક્રેટ હતું વાલી ઓઇલ હેલ્થ લાઈન ની એક રિપોર્ટ અનુસાર વાલી ઓઇલમાં ખૂબ જ હેલ્ધી ફેટ, એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીઇમ્ફલેમેન્ટ્રી પ્રોપર્ટી જોવા મળે છે. અને તે હૃદયના રોગ અને સ્ટ્રોકના જોખમને ઓછું કરે છે.

રેડ વાઈન

કાલમેન્ટના ડાયટ નો બીજું સિક્રેટ હતું રેડ વાઈન મેયો ક્લિનિક ની એક રિપોર્ટ અનુસાર રેડ વાઇન માં જોવા મળતા એન્ટીઓક્સિડન્ટ આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે અને એક્સપર્ટ નિયમિત રૂપે રેડ વાઈનનું સેવન કરવાની પણ સલાહ આપે છે.

ચોકલેટ

સ્ટડીમાં ચોકલેટ ખાનાર લોકો માટે પણ ખૂબ જ ખુશખબરી છે. કાલમેન્ટ અને હોકિન્સ મેડિસિનની માનવામાં આવે તો ચોકલેટ ખાવાથી ઉંમર વધે છે, અને ચોકલેટ લોહીમાં સપોર્ટિંગ સર્ક્યુલેશન અને બ્રેન ફંકશન ને બુસ્ટ કરવાનું કામ કરે છે. આમ જ તે આપણા એથ્લેટિક પર્ફોર્મન્સમાં પણ સુધારો લાવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “102 વર્ષના વ્યક્તિએ જણાવ્યો પોતાની લાંબી ઉંમરનો રાઝ, માત્ર ત્રણ વસ્તુથી મેળવ્યું આયુષ્ય”

Leave a Comment