જાણો,ગુજરાતના 9 સૌથી પ્રખ્યાત અને ઐતિહાસિક સ્થળો વિશે, જેની એકવાર મુલાકાત ચોક્કસ લેવી

 

ગુજરાત ભારતના પશ્ચિમમાં આવેલા મુખ્ય રાજ્યો માંથી એક છે. ગુજરાત તેની જીવંત સંસ્કૃતિ, પ્રાકૃતિક પરિદ્રશ્ય, સ્વાદિષ્ટ ભોજન ઉપરાંત ઘણા વિશ્વ પ્રસિદ્ધ સ્થળો માટે પ્રખ્યાત છે. ઘણા આકર્ષણના કેન્દ્રથી ગુજરાતને “ઘ લેન્ડ ઓફ લીજેંડ્સ” ના નામેથી પણ ઓળખવામાં આવે છે. આજે આ લેખમાં અમે તમને ગુજરાતના 9 પ્રખ્યાત સ્થળોની સાથે ઘણાં ઐતિહાસિક સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સ્થળો વિશે જાણ્યા પછી તમે પણ અહીં જરૂર ફરવાનો પ્લાન બનાવી શકો છો, તો ચાલો જાણીએ.

Image Source

1. લક્ષ્મી વિલાસ પેલેસ

ગુજરાતમાં આવેલ લક્ષ્મી વિલાસ પેલેસ ભારતની સૌથી રાજસી સંરચનાઓમાંથી એક છે. લગભગ 700 એકર જેટલા ક્ષેત્રમાં ફેલાયેલ વડોદરાના ગાયકવાડના શાહી પરિવારનું ઘર છે. લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ 1890 માં થયું હતું અને કેહવામાં આવે છે કે તેને પૂર્ણ કરવામાં લગભગ 12 વર્ષનો સમય લાગ્યો હતો.

2. કચ્છનું રણ

પર્યટનની દ્વષ્ટિએ ગુજરાતની ઓળખ વિશ્વ સ્તર પર થાય છે તો તેમાંથી એક છે કચ્છનું રણ. દુનિયાનું સૌથી મોટું મીઠું રણ ગુજરાતમાં ફરવા માટે સૌથી વધારે પ્રખ્યાત છે. કચ્છનું રણ એક વિશાળ ક્ષેત્ર છે, જે થાર રણનો જ એક ભાગ માનવામાં આવે છે. તેનો કેટલોક ભાગ ભારતમાં તો કેટલોક ભાગ પાકિસ્તાનમાં છે.

3. જૂનાગઢ

ગુજરાતનું જૂનાગઢ ઐતિહાસીક દ્રષ્ટિથી ખૂબજ મહત્વપૂર્ણ સ્થળ છે. જૂનાગઢ મહોબ્બત મકબરા, ઉપરકોટ કિલ્લા, ગિરનાર હિલ્સ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જેવા ઐતિહાસીક અને સુંદર સ્થળો માટે પ્રખ્યાત છે. ઘણા લોકો તેને રાજ્યની રિયાસતી રાજધાની પણ કહે છે.

4. અંબાજી

અંબાજી ગુજરાતનું એક મુખ્ય પ્રવાસ સ્થળ હોવાની સાથે એક ધાર્મિક સ્થળ પણ છે. આ સ્થળ મુખ્ય રૂપે દેવી અંબાની પૂજા સાથે જોડાયેલ છે અને તે ગબ્બર હિલ્સની પાસે આવેલ છે. તમને જણાવી દઇએ કે ગબ્બર હિલ્સ એક સુંદર પ્રવાસ સ્થળ છે જે લગભગ 999 સીડીઓની ટોચ ઉપર આવેલું છે.

5. પાટણ

ગુજરાતમાં આવેલ પાટણ એક ઐતિહાસીક સ્થળ છે જે રાણીની વાવના નામથી પ્રખ્યાત છે. તમને જણાવી દઈએ કે રાણીની વાવને યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં પણ સમાવેશ કરવામાં આવી છે. કેહવામાં આવે છે કે પાટણ મધ્યકાળમાં લગભગ 650 વર્ષ સુધી રાજયની રાજધાની રહી છે. અહી આજે પણ દૂર દૂરથી પ્રવાસીઓ ફરવા માટે આવે છે.

6. ગિરનાર

ગુજરાતના મુખ્ય પ્રવાસ સ્થળમાં શામેલ ગિરનાર લીલાછમ પહાડો પર આવેલું છે. આ સ્થળ ગુજરાતમાં ટ્રેકિંગ માટે એક સ્વર્ગ સમાન છે. આ એક ધાર્મિક સ્થળ રૂપે પણ પ્રખ્યાત છે. અહી દર વર્ષે પરિક્રમા મહોત્સવનું પણ આયોજન થાય છે, જે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં થાય છે.

7. ચંપાનેર પાવાગઢ

ગુજરાતમાં આવેલ ચંપાનેર પાવાગઢ જોવામાં આવતા સુંદર સ્થળોમાંથી એક છે. તે એક પુરાતત્વીય ઉદ્યાન છે. આ ઉદ્યાનમાં સુંદર વાસ્તુશિલ્પની ઘણી અજાયબીઓ છે, જેને જોવા માટે દેશ જ નહિ પરંતુ વિદેશથી પણ પ્રવાસીઓ આવે છે. પાવાગઢની ટેકરી પર હાજર છે, તે રામાયણ કાળ સાથે પણ સંકળાયેલું છે.

8. સાપુતારા

ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલ આ એક હિલ સ્ટેશન રૂપે પણ પ્રખ્યાત છે. સમુદ્ર કિનારેથી લગભગ 875 મીટરની ઉંચાઈ પર આવેલું સાપુતારા સુંદર લીલાછમ જંગલો, પહાડો અને ઝરણાં માટે પણ પ્રખ્યાત છે. અહી તમને આદિવાસી લોકો પણ જોવા મળી શકે છે. ગુજરાતમાં સાપુતારા સૌથી વધારે ટ્રેકિંગ રસ્તા અને હરિયાળી માટે પ્રખ્યાત છે.

9. ગીર નેશનલ પાર્ક

ગીર નેશનલ પાર્ક ગુજરાતના સૌથી પ્રખ્યાત સ્થળમાંથી એક છે. લગભગ 1965 માં સ્થાપેલું ગીર નેશનલ પાર્ક આજના સમયમાં એશિયાટિક સિંહ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. ગુજરાતમાં ફરવાના સ્થળની શોધમાં છો તો ગીર નેશનલ પાર્ક એક સારું સ્થળ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ પાર્ક સાસણ ગીર નેશનલ પાર્કના નામથી પણ પ્રખ્યાત છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment