માત્ર સાત વર્ષની ઉંમરમાં આ બાળકે યુટ્યુબમાંથી ૧૫૫ કરોડથી વધુની કમાણી કરી – જોવો આખી વાત આમ છે..

અમે અહીં જણાવીશું તો તમને વિશ્વાસ નહીં આવે. જે ઉંમર બાળકને રમવા સિવાય કાંઈ આવડે નહીં અને પૈસાનું મુલ્ય ખબર પણ ન હોય એ ઉંમરમાં આ બાળકની કમાણી ૧૫૫ કરોડ છે. ઘણાને આ વાત ખોટી લાગશે પણ આગળ વાંચો એટલે ખબર પડી જશે.

સાત વર્ષના રેયાનની આ વાત છે. સાત વર્ષની નાની ઉંમરમાં આટલી મોટી કમાણી કરીને ઘણાખરાને પાછળ મૂકી દીધા છે. આ બાળક યુટ્યુબમાંથી કમાણી કરીને દેશ-દુનિયામાં પ્રખ્યાત થઇ ચુક્યો છે. મોટી એવી રકમ યુટ્યુબમાંથી મેળવીને હાલ તો દરેકની ચર્ચાનો વિષય બની ગયો છે. રેયાનની એક યુટ્યુબ ચેનલ છે જે “Ryan Toys Review” ના નામથી છે. આ ચેનલના માધ્યમથી જ તેને એક વર્ષમાં ૨૨ મિલિયન ડોલર એટલે કે લગભગ ૧૫૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

યુટ્યુબમાં સબસ્ક્રાઇબર્સની સંખ્યા પણ સારી એવી છે. ૧.૭૦ કરોડ જેટલી સંખ્યા સાચવીને આ સાત વર્ષનો બાળક બેઠો છે. એક વર્ષ પહેલાની વાત કરીએ તો રેયાનના યુટ્યુબ ચેનલમાં ૧૦ મિલિયન સબસ્ક્રાઇબર્સ હતા. બાર મહિનાની અંદર ૭૦ લાખથી વધુની સંખ્યામાં સબસ્ક્રાઇબર્સ વધી ગયા. આ ચેનલનું મેઈન ઝોનર એ છે કે રેયાન રમકડા સાથે રમે છે અને અનબોક્ષ કરે છે પછી તેના રીવ્યુ આપે છે. આ બધું કામ રેયાન કેમેરાની સામે કરે છે. આટલી નાની ઉંમરે કેમેરા સામે કામ કરવું એ બહુ મોટી વાત છે. આપણે આ ઉંમરમાં તો પથારી અમુક વાર ભીની કરતા હતા.

યુટ્યુબમાં આટલી મોટી સંખ્યામાં તેના ચાહકો છે જે રેયાનના બધા વિડીયોને જોવામાં રસ ધરાવે છે. ઘણા લોકો વિડીયોને શેયર પણ કરે છે. બહુ મોટો ચાહક્ગણ તેની પાસે હોવાને કારણે તેની કમાણી કરોડો રૂપિયામાં છે. ૨૦૧૭માં યુટ્યુબમાંથી કમાણી કરવામાં રેયાન આગળ હતો. યુટ્યુબનું ૨૦૧૭નું લીસ્ટ બહાર પડ્યું હતું તેમાં ટોપ ૧૦માં રેયાનનું નામ હતું. રેયાનના વિડીયોથી એ સમયમાં ૭૧ કરોડ રૂપિયા જેટલી કમાણી થઇ હતી. રેયાનના ટોયઝ રીવ્યુ કરોડો ઘર-પરિવારો માણી રહ્યા છે.

Channel Link – https://www.youtube.com/channel/UChGJGhZ9SOOHvBB0Y4DOO_w/videos

ચાર વર્ષની ઉંમરમાંથી જુલાઈ ૨૦૧૫માં “રેયાન ટોયઝ રીવ્યુ” ચેનલની શરૂઆત થઇ ગઈ હતી. આ બધા કામમાં તેનો પરિવાર તેને મદદ કરે છે. રેયાન રમકડા સિવાય બાળકો માટેના ફૂડના રીવ્યુ પણ કરે છે. રેયાનના વિડીયો જોતા સમયે આવતી જાહેરાતથી રેયાનને વઘુ કમાણી કરવામાં મદદ મળે છે. તો નાની ઉંમરમાં આટલી મોટી ફેમ મેળવવા તો જન્મતાની સાથે કિસ્મત લખાવીને આવવા પડે. જે રેયાનના કિસ્સામાં માત્ર સાત વર્ષની ઉંમરે બન્યું છે. બહુ નાની ઉંમરે લાખો કરોડો ઘરોમાં વિડીયોના માધ્યમથી  દેખાય રહ્યો છે.

એ રીતે તમે પણ અમારા ફેસબુક પેઇઝને લાઈક કરવાનું ભૂલશો નહીં. અમારા પેઇઝનું નામ છે – “ફક્ત ગુજરાતી.” તો અત્યારે જ લાઈક કરો આ પેઇઝને..

#Author : Ravi Gohel

All Copyrights Received

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *