ભોજન માં સમાવેશ કરો ખાવ પીવાની આ ૭ વસ્તુઓ જેનાથી આવશે સારી અને ભરપુર ઊંઘ.

શરીર ને તંદુરસ્ત રાખવા માટે સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. ઊંઘ પૂરી થવાથી શરીર ઘણા પ્રકારના રોગો થી બચે છે, મગજ સારું રહે છે અને રોગપ્રિકારક શક્તિ પણ સારી રહે છે. દરેક લોકો ને ૭-૯ કલાક ની ઊંઘ લેવી જરૂરી હોય છે પરંતુ ઘણા લોકો ને સારી ઊંઘ નથી આવતી જેના કારણે તેનું સંપૂર્ણ….બગડી જાય છે. સારી ઊંઘ માટે તમારે તમારા ભોજન ફેરફાર કરવાની જરૂર છે. ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે જેને ખાવાથી સારી ઊંઘ આવે છે.

બદામ.

Image source

બદામ તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બદામ માં ઘણા બધા પોષક તત્ત્વો મળી આવે છે. નિયમિત રીતે બદામ ખાવાથી મધુપ્રમેહ અને હદય ને લગતા રોગો સારા થઈ જાય છે. બદામ ખાવાથી શરીર માં મેલાટોનિન હોર્મોન્સ બને છે જેના લીધે ખૂબ સારી ઊંઘ આવે છે. આ ઉપરાંત બદામ, મેગ્નેશિયમ નો પણ સારો સ્ત્રોત છે. મેગ્નેશિયમ શરીર માં સોજા અને તણાવ વધારનારા કોર્ટિસોલ હોર્મોન્સ ના સ્તર ને ઓછું કરે છે જેના લીધે શાંતિ ભરેલી ઊંઘ આવે છે. સૂતા પહેલાં લગભગ ૨૮ ગ્રામ બદામ ખાઓ.

કીવી.

Image source

કીવી ખૂબ જ ઓછી કેલેરી વાળું એક પૌષ્ટિક ફળ છે. તેમાં ફોલેટ અને પોટેશિયમ પણ મળી આવે છે. કીવી ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે, સાથે શરીર ના સોજા અને કોલેસ્ટ્રોલ પણ ઓછા થાય છે. કીવી સેરોટોનિન હોર્મોન્સ ને વધારે છે. આ હોર્મોન્સ ઊંઘ માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. કીવી માં વિટામિન સી, એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેર્ટરી ગુણ મળી આવે છે જેનાથી સારી ઊંઘ આવે છે. જે લોકો ને ઊંઘ ની સમસ્યા હોય તેવા લોકો ને નિષ્ણાંતો સૂતા પહેલા માધ્યમ આકાર ની ૧-૨ કીવી ખાવાની સલાહ આપે છે.

ચરબી વાળી માછલી.

Image source

સાલ્મન, ટુના,ટ્રાઉટ અને મૈક્રેલ જેવી ચરબી વાળી માછલી તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં ભરપૂર માત્રામાં ઓમેગા-૩ અને વિટામિન ડી મળી આવે છે. ઓમેગા -૩ હદય ની બીમારીથી બચવે છે અમે મગજ ને પણ સ્વસ્થ રાખે છે. ઓમેગા -૩ અને વિટામિન ડી શરીર મા સેરોટોનિન હોર્મોન્સ બનાવે છે જેના લીધે ખૂબ જ સારી ઊંઘ આવે છે. જમ્યા પહેલાં થોડા પ્રમાણમાં ચરબી વાળી માછલી ખાવાથી ઊંઘ જલ્દી અને સારી આવે છે.

અખરોટ.

Image source

અખરોટ માં ફાઈબર ઉપરાંત ૧૯ થી વધુ વિટામિન અને મિનરલ મળી આવે છે. અખરોટ માં ભરપુર માત્રામાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને મેંગેનીઝ પણ મળી આવે છે. આ ઉપરાંત તેમાં ઓમેગા -૩, ફેટી એસિડ અને લેનોલિક એસિડ પણ મળી આવે છે. તે પાચનતંત્ર ની સાથે હદય ને પણ સારું કરે છે. તે કોલેસ્ટ્રોલ નં સ્તર ને પણ વધારે છે. સંશોધન માં જાણવા મળ્યું છે કે અખરોટ માં ઘણી માત્રામાં મેલાટોનિન મળી આવે છે જેનાથી ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થાય છે. અખરોટ માં મળી આવતું ફેટી એસિડ પણ ઊંઘ મા સુધારો લાવે છે. જો તમને સરખી ઊંઘ નથી આવતી તો સૂતા પહેલા થોડી માત્રામાં અખરોટ ખાઓ.

સફેદ ચોખા.

Image source

દેશ ના ઘણા ભાગોમાં સફેદ ચોખા પ્રાથમિક રીતે ખવાઈ છે. સફેદ ચોખા માં સંતુલિત માત્રામાં વિટામિન અને મિનરલ્સ મળી આવે છે. ચોખા ને ગલાઈસેમિક ઇન્ડેક્સ ફૂડ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે વધારે ગલાઈસેમિક ઇન્ડેક્સ વાળો ખોરાક ખાવાથી સારી ઊંઘ આવે છે. સૂવાથી એક કલાક પહેલાં સફેદ ચોખા ખાવાથી ઊંઘ ન આવવી સમસ્યા દૂર થાય છે.

ખાટી ચેરી નું જ્યુસ.

Image source

ખાટી ચેરી નું જ્યુસ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ મળી આવે છે. આ પોટેશિયમ નો પણ એક સારો સ્ત્રોત છે. આ ઉપરાંત તેમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્થોસિયાનસ અને ફ્લેવોનોલ્લસ પણ મળી આવે છે. અભ્યાસ મુજબ આ જ્યુસ અનિંદ્રા ની સમસ્યા માં રાહત આપે છે. ખાટી ચેરી ના જ્યુસ માં મેલાટોનિન ઘણી માત્રામાં મળી આવે છે. ઊંઘ ન આવવાની સમસ્યા થી પરેશાન છો તો સૂતા પહેલાં ખાટી ચેરી નું જ્યુસ જરૂર પીવું.

કેમોલી ચા.

Image source

કેમોલી ચા એક લોકપ્રિય હર્બલ ચા છે જે તંદુરસ્તી ને ઘણા પ્રકારના ફાયદા પહોંચાડે છે. તે તેના સ્વાદ માટે જાણીતી છે. સ્વાદ એક પ્રકારનું એન્ટી ઓક્સિડન્ટ છે જે કેન્સર અને હદય જેવી જૂની બીમારીઓ ને લીધે શરીર મા રહેલા સોજા ને ઓછા કરે છે. આ કેમિલો ચા શરીર ની રોગપ્રતિકારક શક્તિ ને પણ વધારે છે અને તણાવ ને ઓછો કરે છે જેનાથી સારી ઊંઘ આવે છે. કેમીલો ચા મા એપીજીન હોય છે. આ પણ એક પ્રકારનુ એન્ટી ઓક્સિડન્ટ છે જે અનિંદ્રા ને ઘટાડે છે અને તેનાથી ઊંઘ પણ સારી આવે છે. સારી ઉંઘ જોઈતી હોય તો સૂતા પહેલા એક કપ કેમીલો ચા જરૂર પીવી.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *