સાઈકલ ચલાવવા થી થતા ૭ ફાયદાઓ

Image source

જો તમે વજન ઘટાડવા ની કોશિશ કરી રહ્યા છો તો અમારી સલાહ મુજબ એક વાર સાયકલિંગ કરીને જુઓ. જલ્દી જ તમે તમારા ઓળખીતા લોકો માં પ્રખ્યાત થઈ જશો. ચાલો જાણીએ નિયમિત રૂપે સાઈકલ ચલાવવા થી થતા ૭ ફાયદા વિશે.

૧. રોગપ્રતિરોધક શક્તિ મજબૂત બનશે.

Image source
નિયમિત રીત થી સાઈકલ ચલાવવા થી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે. યુનિવર્સિટી ઓફ કેરોલાઈનામાં ના એક સંશોધન પછી જાણવા મળ્યું છે કે જે લોકો અઠવાડિયા મા ઓછા માં ઓછા પાચ દિવસ અડધો કલાક સાઈકલ ચલાવે છે, તેની બીમાર પડવાની સંભાવના ૫૦ ટકા ઓછી થઈ જાય છે.

૨. હદય તંદુરસ્ત રહેશે.

Image source
સાઈકલ ચલાવવી વખતે હદય ના ધબકારા વધી જાય છે, જેનાથી શરીર માં લોહી નું પરિભ્રમણ સરખું થઈ જાય છે. આના કારણે હાર્ટ એટેક જેવી સમસ્યાઓ નથી આવતી. હદય સાથે જોડાયેલી બીજી બીમારીઓ થવાનું જોખમ પણ ઓછું રહે છે.

૩. તણાવ થી રાહત મળશે.

Image source


જુદા જુદા અભ્યાસો માં જાણવા મળ્યું છે કે નિયમિત રીતે સાઈકલ ચલાવનારા તણાવ અને હતાશા ના શિકાર બીજા લોકો ની સરખામણી મા ઓછા થાય છે.

 ૪. સહનશક્તિ વધશે.

Image source
સાઈકલ ચલાવવા થી લોહી ના કોષો અને ચામડી માં ઓકસીજન નો પુરવઠો પૂરતો રહે છે. તેનાથી તમારી ચામડી વધારે સારી અને ચમકીલી દેખાઈ છે. સામાન્ય રીતે તમારી ઉમર ના લોકો ની સરખામણી મા તમે વધુ યુવાન દેખાવ છો. ફક્ત યુવાન દેખાતા નથી, પરંતુ તમારું શરીર વાસ્તવ મા વધુ યુવાન બની જાય છે. તમે મહેસૂસ કરી શકો છો કે તમારી સહનશક્તિ વધી ગઈ છે અને શરીર માં નવી શક્તિ અને તાકાત આવી ગયા છે.

૫. સ્નાયુઓ મજબૂત રહેશે.

Image source
જે લોકો ને સાઈકલ ચલાવવા માં રસ હોય તે લોકો ના સ્નાયુઓ ઘણા મજબૂત હોય છે, ખાસ કરીને પગ ની. ખરેખર, સાઈકલ ચલાવવા થી પગ ની સારી કસરત થઈ જાય છે. આમ જોવા જઈએ તો સાઈકલ ચલાવવા થી આખા શરીર ની સારી કસરત થઈ જાય છે.

૬. સંતુલન રાખવામાં મળશે મદદ.

Image source
સાઈકલ ચલાવવા નો એક મોટો ફાયદો એ પણ છે કે તેનાથી શરીર ના બધા અંગો વચ્ચે સારો સુમેળ સ્થાપિત થઈ જાય છે. હાથ, પગ, આંખો આ બધા વચ્ચે સારું સંકલન હોવું એ શરીર ના સંપૂર્ણ સંતુલન ને બેહતર બનાવે છે. એટલું જ નહિ, જો તમારે બાઈક કે સ્કુટી ચલાવતા શીખવું હોય તો સાયકલિંગ ની જાણકારી તમને ખૂબ કામ આવી શકે છે.

૭. સૌથી મોટો ફાયદો, ઝડપ થી ઘટશે વજન.

Image source
નિયમિત રીતે સાઈકલ ચલાવવા થી તમે થોડા જ દિવસોમાં તમારા વધેલા વજન થી છુટકારો મેળવી શકો છો. શરીર માં રહેલી વધારે પડતી ચરબી ને ઘટાડવા માટે સાઈકલિંગ સૌથી ઉપયોગી કસરત માંની એક છે. બ્રિટિશ સંશોધન કર્તા નું કેહવુ છે કે જો તમે દરરોજ અડધો કલાક સાઈકલ ચલાવો છો તો તમારી શરીર ક્યારેય પણ વધારાનું વજન નહિ લે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment