ઘર માં આવતા માખી, મચ્છર, ગરોળી ,વંદા થી પરેશાન છો? તો અજમાવો આ ઉપાય..

આપણે હમેશા ઘર ના ખૂણા માં રહેતા વંદા થી હેરાન થઈ જતા હોઈએ છીએ. એટલું જ નહીં, પણ ઘર માં રહેતા માખી મચ્છર પણ બીમારી ફેલાવે છે. જેને આપણે ચાહીએ તો પણ કશું કરી શકતા નથી. ઘર ની સૌથી મોટી સમસ્યા એ છે કે ઘર માં રહેતા ઉંદર, માખી, મચ્છર, વંદા જેને આપણે નજરઅંદાજ પણ નથી કરી શકતા. આ વસ્તુ ઓ માણસ માટે પણ હાનિકારક છે. તો ચાલો જાણીએ કેટલાક ઘરેલુ ઉપાય કે જેનાથી તેને ભગાડી શકાય.

વંદા ને આ રીતે ભાગડો.

Image Source

ઘણી મહિલા ઓ વંદા થી બહુ ડરતી હોય છે. વંદા ને ઘર થી ભાગડવા માટે લસણ- ડુંગળી અને મરી ને વાટી ને તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટ માં પાણી ઉમેરો. હવે આ liquid ને વંદા જ્યાં વધુ આવતા હોય ત્યાં છાંટી દો. જો તમે આ ઉપાય ને નિયમિત રીતે કરો છો જલ્દી જ તેનાથી રાહત મળશે.

ઉંદર ને ભાગડવાં નો ઉપાય

Image Source

જો તમે ઉંદર થી પરેશાન છો તો પીપરમિંટ ના ટુકડા ને ખૂણા ખૂણા માં મૂકી દો. ઉંદર પીપરમિંટ ની સુગંધ થી ભાગી જશે. એવું કરવાથી તે ફરી રસોડા માં નહીં દેખાય. જો તમને એવું લાગે કે ઉંદર ફરી થી આવા લાગ્યા છે તો અઠવાડિયા માં 3-4 વખત કરવું.

આ રીતે મેળવો માખી થી છુટકારો.

Image Source

માખી થી લગભગ બધા જ લોકો હેરાન થઈ જાય છે. આ માખીઓ ગંદકી માં બેસે છે અને પછી આપણાં ખાવા પર બેસે છે. એટલું જ નહીં આ માખીઓ દિવસ માં સુવા પણ નથી દેતી. હવે તમે તેની માટે હેરાન ન થાવ. માખી ને ભગાવા માટે સૌ પહેલા તો ઘર ના દરવાજા બંધ કરી દો. અને ઘર ની સાફ સફાઇ રાખવી. ત્યારબાદ કોઈ સ્ટ્રોંગ ગંધ વાળા તેલ માં રુ પરોવી ને દરવાજા પાસે મૂકી દો. માખી સ્ટ્રોંગ ગંધ થી દૂર ભાગે છે.

ઊધઈ ને આ રીતે ભગાડો.

Image Source

ઊધઈ ને તમે સરળતાથી ઘર માં જ ખતમ કરી શકો છો. તમે ડુંગળી નો રસ કાઢી ને જ્યાં ઊધઈ નીકળી હોય ત્યાં છંટકાવ કરવો.

આ રીતે ભગાડો ગરોળી ને.

Image Source

ઘર માં ગરોળી હોય તો મોર ના પાંખ ને દીવાલ પર લગાવી દો. મોર ગરોળી ને ખાઈ જાય છે. એટલે ગરોળી મોર પાંખ થી દૂર ભાગે છે. આવા સરળ ઉપાય થી તમે ગરોળી ને ભગાડી શકો છો.

મચ્છર ને આ રીતે ભગાડો.

Image Source

એક નાના લેમ્પ માં કેરોસીન લઈ ને તેમા 30 ટીપા લીમડા ના તેલ ના નાખો. 20 gm નારિયેળ તેલ માં થોડું કપૂર ભેળવી ને એક liquid બનાવો. જ્યાં સુધી લેમ્પ ચાલે ત્યાં સુધી મચ્છર ભાગી જશે. ત્યાં મચ્છર નહીં આવે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment