મહિલાઓ માટે ફરવાલાયક 6 સલામત સ્થળો

જો  તમે ફરવાનું વિચારી રહ્યા છો, તો ચાઇ ક્રિએટિવ અને રીટર્ન ઓફ મિલિયન સ્માઈલ્સના ડિરેક્ટર અને સ્ટ્રેટેજિસ્ટ કેવલ કપૂર તમને જણાવી રહ્યા છે કે ભારતમાં મહિલાઓ માટે 6 એવી જગ્યાઓ છે જ્યાં તમે ચિંતા વગર ફરવા જઈ શકો છો.

Image Source

પોંડિચેરી:

ફ્રેન્ચ દ્વારા શાસિત આ શહેર ભારતના પૂર્વ કિનારે આવેલું છે. અહીં તમે સુંદર બીચ અને ફ્રેન્ચ આર્કિટેક્ચરનો આનંદ માણી શકો છો. સ્થાનિક વસ્તીને લીધે, આ સ્થાન સ્ત્રીઓ માટે ખૂબ જ સલામત છે. બીચની આજુબાજુ વાંસના ઘરો અને યુરોપિયન શૈલીનો આહાર સ્ત્રીઓ માટે રજાઓ માટેનું એક ઉત્તમ સ્થળ છે.

Image Source

કાઝીરંગા:

ઉત્તર પૂર્વ ભારતમાં આવેલું, આ શહેર સ્ત્રીઓ માટે સૌથી સલામત સ્થળ છે અને જો તમે કોઈ રાષ્ટ્રીય ઉદ્યાનના રોમાંચની શોધમાં છો, તો આ સ્થાન તમારા માટે શ્રેષ્ઠ છે. જે લોકોને નજીકના ભાગથી વન્યજીવનનો અનુભવ કરવો છે તેમના માટે એક શિંગડાવાળા રાઈનોઝથી ભરેલું આ સ્થાન આદર્શ છે. સરકાર દ્વારા સંચાલિત ઉદ્યાન એ બધા પ્રવાસીઓ માટે એલિફન્ટ ટૂર્સ અને ખાનગી પ્રવાસની સેવા પણ પ્રદાન કરે છે.

Image Source

સિક્કિમ:

સિક્કિમ એક એવું સ્થાન છે જે કુદરતી સૌંદર્યની દ્રષ્ટિએ દરેકને પાછળ છોડી દે છે. જો તમારે ભારતની સુંદરતાનો અનુભવ કરવો હોય તો તમારે અહીં જવું જોઈએ. ખીણો, પર્વતો અને બુદ્ધ મઠ વાળું આ શહેર ખૂબ શાંત અને સુખદ છે. ગુરુડોંગમાર અને સૈમોગો નદીની સુંદરતાની તુલના અન્ય કોઈ પણ વસ્તુ સાથે કરી શકાતી નથી. જે લોકો ટ્રેકિંગ પસંદ કરે છે, તેમના માટે પણ. ડઝોંગરીલા, ગોઇચેલા અને ગ્રીન વેલી ટ્રેક્સ એ કેટલાક પ્રખ્યાત ટ્રેકિંગ સ્થાનો છે. આ શહેરમાં તમે ઉત્તર પૂર્વી પ્રદેશની પરંપરાઓ અને રીતિ રિવાજોનો પણ અનુભવ કરી શકો છો.

Image Source

ખાજ્જિયાર:

ભારતમાં મિનિ સ્વીત્ઝરલેન્ડ તરીકે ઓળખાતું આ શહેર સ્ત્રીઓ માટે સુરક્ષિત સ્થાન છે. અહીં જોવા મળતા લીલાછમ મેદાનો, બરફથી ઢંકાયેલા પર્વતો જોવા માટે ખૂબ જ સુંદર લાગે છે. મુગલ અને રાજપૂતો પણ આ સ્થાનની સુંદરતાથી પ્રેરિત થયા હતા. આ હરિયાળીની મધ્યમાં બનેલ નાઈન હોલ ગોલ્ફ કોર્સ બધા મુસાફરોમાં ખૂબ જ લોકપ્રિય છે. અહી ઘોડેસવારી અને પેરાગ્લાઇડિંગ જેવા ઘણા વિકલ્પો છે. જો તમે ડલ્હાઉસી અથવા નજીકના અન્ય કોઈ સ્થળે જઈ રહ્યા છો, તો તમારે ખાજ્જિયાર પણ જવું જોઈએ.

Image Source

મુન્નાર:

આ શહેર સૌથી વધારે વૃક્ષારોપણ માટે પ્રખ્યાત છે, પરંતુ અહીંના લેન્ડસ્કેપ્સ આ શહેરની સુંદરતા બમણી કરે છે. આ સ્થાનની લીલા બેકગ્રાઉન્ડ ની સરખામણી અન્ય કોઈ પણ વસ્તુ સાથે કરી શકાતી નથી. અહીં વસતા લોકોનો સ્વભાવ સાચો અને મહેનતુ હોવાના કારણે આ શહેર દરેક માટે ખૂબ જ સલામત છે. આ સ્થાન પર ઘણા રિસોર્ટ્સ પણ છે, જે સોલો ટ્રાવેલર્સ માટે એકલા સમય પસાર કરવા માટેનું એક ઉતમ સ્થળ છે.

Image Source

ઝીરો ખીણ:

અરુણાચલ પ્રદેશમાં આવેલું આ સ્થાન દરેક લોકોએ જીવનમાં એકવાર ચોક્કસ જોવું જોઈએ.આ સ્થાનના અનોખા દૃશ્યો પરથી તમારી દ્રષ્ટિ હટશે નહિ. ચોખાના મોટા મોટા ખેતરો, તાજી હરિયાળી, જૂના મકાનો અને નાની નદીઓ આ સ્થાનને સપના જેવું સુંદર બનાવે છે. જો તમારી પાસે સમય હોય, તો તમે આ સ્થાનના રીતરિવાજો અને પરંપરાઓ વિશે પણ અભ્યાસ કરી શકો છો. આ સ્થાનના લોકોનો સારો સ્વભાવ, ઓછા ગીચ વિસ્તારો અને સુંદર દૃશ્યો, મહિલાઓને શહેરના તણાવપૂર્ણ જીવનથી દૂર લઈ જાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “મહિલાઓ માટે ફરવાલાયક 6 સલામત સ્થળો”

Leave a Comment