પુરૂષો માટે 6 સસ્તી અને જરૂરી એવી એસેસરીઝ : જેનાથી તમે બની શકો છો એકદમ સ્ટાઈલીશ…

Image Source

તમે શોપિંગ કરવાના શોખીન હોય એ એક અલગ વાત છે પણ શોપિંગ કર્યા પછી કેટલી એવું વસ્તુ જેનો તમે ભરપૂર ઉપયોગ કરો છો? યાદ કરો ઘણા એવા કપડા પણ હશે જે કબાટની અંદર એમ જ પડ્યા હશે..

જો તમારી સાથે પણ એવું થાય છે કે શોપિંગ કરવા નીકળો ત્યારે ઘણું બધું લો છો પરંતુ એ યુઝમાં આવતું નથી અથવા તો ભૂલી જવાય છે તો આ આર્ટિકલ તમને ખુબ કામ આવશે. કારણ કે આજના આર્ટિકલમાં રસપ્રદ માહિતી લખવામાં આવી છે.

જો તમે શોપિંગ કરવા જઈ રહ્યા હોય તો કૈક એવું ખરીદો જે તમને હંમેશા કામ આવે, જે તમને સ્ટાઇલીશ બનાવે અને જેનો તમે ઉપયોગ પણ કરી શકો. તો ચાલો જાણીએ એવું તો શું છે જે ખરીદી કરવાથી પૈસાને બચાવી શકાય છે ને’ કહેવાય કે પૈસા યોગ્ય જગ્યાએ વાપર્યા.

પુરૂષોએ પોતાને કામમાં આવે એવી નીચે મુજબની એસેસરીઝ ખરીદી કરવી જોઈએ :

Image Source

નોઝ ક્લીપર્સ :

નાકમાં ઉગતા વાળ ઘણીવાર ચહેરાની ખુબસુરતી બગાડે છે અને ચહેરાને વિચિત્ર બનાવે છે. તો નાકમાં ઊગેલ મોટા વાળને દૂર કરવા જરૂરી હોય છે. તો પુરૂષ માટે આ એક જરૂરી એસેસરીઝના લીસ્ટમાં આવે છે કે એક નોઝ ક્લીપરની ખરીદી કરી લે.

નાકના વાળ કાપવા માટે કોઈ મોંઘી ચીજ કે વસ્તુ ખરીદવાની જરૂર નથી બસ નોઝ કલીપર તમને આસાનીથી મળી શકે છે અને એ પણ વ્યાજબી ભાવમાં તો આ રસ્તો જ બેસ્ટ રહે ને..! નોઝ ક્લીપર મોંઘુ ખરીદવા કરતા જરૂર છે અને સગવડ છે એ મુજબનું ખરીદો.

Image Source

કન્સીલર :

પુરૂષ મેકઅપ કરવામાં વધારે માનતા નથી. પણ ફક્ત એક કન્સીલરના ઉપયોગથી ફૂલ મેકઅપમાં નહીં આવી જવાય. પણ આ કન્સીલરની મદદથી તમે સ્ટાઇલીશ દેખાવવાના મામલાના બીજા પુરૂષને પાછળ રાખી દેશો.

કન્સીલર, ચહેરાના દાગ-ડાઘાને ઓછા કરી દે છે. અને ચહેરા પર રોનક લાગે છે. તેમજ સ્માર્ટ દેખાવવા માટે કન્સીલરનો ઉપયોગ કરી શકાય છે. પુરૂષો તેની દાઢીની ખરોચને પણ આનાથી છુપાવી શકે છે.

આ કન્સીલર તમને ત્યારે બહુ કામ આવશે જયારે કોઈ સારી જગ્યાએ કે ખાસ મીટીંગના જવાનું હોય. કારણ કે લોકોનું ધ્યાન આ સમયે ચહેરા પર વધારે રહેતું હોય છે એટલે કન્સીલર એ સમયમાં ઉપયોગમાં લઇ શકાય છે.

Image Source

વોચ :

તમારી પાસે વોચ હોવી એ કોઈ મોટી વાત નથી પણ પુરૂષ પાસે આમ તો એક કરતા વધારેની સંખ્યામાં વોચ હોવી જોઈએ. કારણ કે કપડા મુજબ વોચ પહેરી શકાય. એટલે સ્માર્ટ દેખાવવા માટે એક વોચ પણ અસર કરે છે.

વોચ સસ્તી હોય કે મોંઘી એ કોઈ પ્રશ્ન નથી હોતો પણ પુરૂષને સ્માર્ટ દેખાવવા માટે વોચ રોલ પ્લે કરતી રહે છે અને સામેવાળાના મનમાં પર્સનાલિટી બાબતે ખુદની સારી છાપ છોડી શકાય છે.

Image Source

ઇલેક્ટ્રિક રેઝર :

પુરૂષના જીવનમાં રેઝરની જરૂરિયાત ક્યારેય ઓછી નહીં થાય. દરેક પુરૂષ પાસે રેઝર હોવું એ આવશ્યક બની રહે છે. એવામાં તમને સુઝાવ છે કે જો પાસે રેઝર ન હોય તો બજારમાં જઈને આજે જ જરૂરિયાત મુજબનું ઇલેક્ટ્રિક રેઝર ખરીદી લો.

બેસ્ટ કંપનીના રેઝર મોંઘા હોય શકે છે પરંતુ શહેરના લોકલની દુકાન પર મળતા રેઝર ભાવમાં આવી શકે છે અને તેનાથી કામ પણ થઇ શકે છે. એટલે હેર રીમુવર તરીકે ઇલેક્ટ્રિક રેઝર પાસે રાખો જે તમને ટ્રાવેલિંગમાં પણ કામ આવશે.

Image Source

નેલ ગ્રૂમિંગ કિટ :

પુરૂષ વિચારે છે કે તેને નેલ ગ્રૂમિંગનું શું જરૂર છે, તો આપને જણાવી દઈએ કે જો તમે પર્સનલ પર્સનાલીટીને અપ ટુ ડેટ રાખવા ઇચ્છતા હોય તો નેલ ગ્રૂમિંગ કિટ જરૂરી છે. બેકાર વસ્તુ પર ખર્ચ કરવો કરતા આ વસ્તુની ખરીદી કરવી સારી રહે. અઠવાડિયામાં જ્યારે પણ સમય મળે ત્યારે નેલને શેપની અંદર સેટ કરી લો જેથી હાથની ખૂબસુરતીમાં ઝાંખપ આવશે નહીં.

Image Source

રૂમાલ :

ઘણાને પુરૂષોને હાથ રૂમાલ સાથે કાઈ લેવા-દેવા હોતા નથી. એ કોઈ પણ કપડાને હાથ રૂમાલ બનાવી દેતા હોય છે. તો કદરદાન, મહેરબાન – જો તમે પર્સનાલિટીને ઓકે રાખવા ઇચ્છતા હોય તો હાથ રૂમાલને પણ બદલતા રહો અને એક કરતા વધારે હાથ રૂમાલની ખરીદી આજે જ કરી લો.

પુરૂષો માટે અહીં એકદમ ઓછા ભાવની પણ અતિજરૂરી એવી એસેસરીઝનું નોલેજ શેયર કરવામાં આવ્યું છે. તો આશા છે કે આ નોલેજ તમને પસંદ આવ્યું હશે. આપના નજીકના મિત્રો સાથે પણ આ માહિતીને શેયર કરવાનું ભૂલશો નહીં.

આવા જ અન્ય મજેદાર આર્ટિકલ વાંચવા ઇચ્છતા હોય તો ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *