જિંદગીથી કંટાળ્યા હોય તો આ પાંચ જીવનમંત્ર જિંદગી બદલી શકે છે…

જન્મ સમય યાદ છે? જન્મ તારીખ યાદ છે? અને જો યાદ હોય તો એ પછીનો પ્રશ્ન કે જન્મ શું કામ થયો એ યાદ છે? આ પ્રશ્નનો જવાન ખબર ન હોય તો આ લેખને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં. આ લેખમાં જણાવેલ જ્ઞાન જો ૫ મિનીટ કાઢીને વાંચી લેવામાં આવે તો આજીવન ખુશ રહેવાની ચાવી તમને મળી જશે એટલે શોર્ટમાં જીવનમાં હર એક ક્ષણની ખુશીનો લાભ લઈને ખુશ રહેતા શીખી જવું જોઈએ. પણ કઈ રીતે? માત્ર આ પાંચ મુદ્દાને હંમેશા માટે જીવનસુત્ર બનાવી લો.

૧ / ૫ : લોકોની હાજરીને મહેસૂસ કરો

સમય ઝડપી ચાલે છે એટલે માણસ પાસે આજે બહુ ઓછી ફુરસત છે. આખો દિવસ ભાગદોડમાં પસાર થઇ જાય છે અને રાતે ઘરે આવતા પણ વેપાર-ધંધાની ચિંતા અને મોબાઈલ ફ્રી થવા દેતા નથી. આ માનસિક તણાવ જીવનની ખુશીને મારી નાખે છે. આ શેડ્યુલને બંધ નથી કરવાનું માત્ર ચેન્જ કરવાનું છે. ઓફીસનું કામ ઓફીસ સુધી રાખો અને ઘરે આવ્યા પછી પરિવારના સભ્યો, મિત્રો કે સગા-સંબંધી સાથે વાતચીત કરો. જે તમને હળવાશ આપશે અને ખુશી માટેનું કારણ બનશે. આપણે કહીએ છીએ કે, ‘તેને મારામાં રસ નથી’ પણ એ વિચારવું જોઈએ કે આપણે કોઈનામાં રસ લઈએ છીએ. આ મુદાને ટૂંકમાં સમજીએ તો લોકોને હાજરીને મહેસૂસ કરીને તેમાંથી ખુશી લઈને ખુશ હંમેશા ખુશ રહો.

૨ / ૫ : શીખતા રહો અને રોજ ડેવલપમેન્ટ લાવો

આ દુનિયાના દરેક માણસને કોઈને કોઈ પ્રકારનું અભિમાન હોય જ છે, જે તેને શીખવાની વૃતિને નાબૂદ કરી નાખે છે. એક મહિનામાં ૩૦ દિવસ હોય અને દરરોજ એકવાર કોઇપણ રીતે અપડેટ થઈએ તો ૩૦ વખત અપડેટ થઇ શકીએ છીએ, પણ આદત સે મજબૂર…લર્નિંગ એટીટ્યુડ પણ ખુશીનું કારણ બને છે. તમને કદાચ પ્રશ્ન થતો હશે કે એ વળી કઈ રીતે? જો લર્નિંગ એટીટ્યુડ હશે તો કોઇપણની વાતમાં ધ્યાન આપી શકાશે. એટલે વાત દ્વિઅર્થી નહીં બને. આ દુનિયામાં એક જ પ્રોબ્લેમ સૌથી મોટો છે આપણે કહેતા કાંઈ અલગ હોય અને સામેનું વ્યક્તિ સમજતું કાંઈ અલગ હોય. આ અણસમજને આપણે તકલીફ સમજતા હોઈએ છીએ, જે માનસિક શાંતિને નુકસાન કરે છે. માટે સ્વભાવમાં હંમેશા શીખતું રહેવાનું વલણ રાખો એટલે જીવન ખુશખુશાલ બની જશે.

૩ / ૫ : અમુક પ્રશ્નોના જવાબ શોધવાના પ્રયત્નો ન કરો

જીવન એટલે કુદરતે બનાવેલી એવી ગૂંથણી; જેનો છેડો આપણને ક્યારેય મળી શકતો નથી. જીવન જીવતા-જીવતા અમુક વખત એવા પ્રશ્નો બની જાય છે કે, જેનો જવાબ શોધવા માટે આપણે લગાતાર કોશિશ કરતા રહીએ છીએ. તો જ્યારે આવી સ્થિતિ સર્જાય ત્યારે એ પ્રશ્નનો જવાન શોધવાના પ્રત્યનો કરવા નહીં. કુદરત તેનો મોનોપોલી કોઈને ક્યારેય જણાવે નહીં. એમ, જીવનમાં અમુક પ્રશ્નોમાં શબ્દરૂપી વાચા ન આપીએ તો ખુશીને લાંબી ટકાવી શકાય છે. આ વાતનું નાનું એક ઉદારહણ આપીએ તો, ચમનભાઈ અને રમેશભાઈ અંગત મિત્રો હતા પણ જયારે ચમનભાઈને ખબર પડી કે રમેશભાઈ મારા વિશે થોડું ઉલટું વિચારે છે ત્યાં સુધી… ચમનભાઈએ રમેશભાઈ સાથેના સાથને માણવાની જરૂર હતી. અમુક રાઝને રાઝ જ રહેવા દેવા જોઈએ.

૪ / ૫ : તમારી પોતાની જિંદગી છે આનંદથી વિતાવો

જીવનમાં ઘણા લોકો એ જ ભૂલી જાય છે કે, મને પણ એક સારું જીવન મળેલું છે. આખી જિંદગી કોઈની નિંદા કરવામાં કે ગોળગોળ-ભુલભુલામણી ભરેલ જીવન જીવવામાં વિતાવી નાખે છે. એ કરતા ટૂંકું કરીએ તો તેમાં મજા આવે. મતલબ કે, આપણને મળેલા જીવનમાં શક્ય તેટલા ખુશ રહેવાના પ્રયત્નો કરવા જોઈએ. આજ સુધી કોઈ એવો માણસ નથી જેને જીવનની બધી ખુશી મળી ગઈ હોય અને આજ સુધી એવો પણ કોઈ માણસ નથી જેને જીવનની બધી તકલીફ મળી હોય. જીવન છે – તકલીફ આવવાની ને’ જવાની પણ એન્જોયને ફર્સ્ટ પ્રાયોરીટી આપવી જોઈએ. આનંદથી જીવન જીવીએ તો આયુષ્ય ટૂંકું લાગશે.

૫ / ૫ : આર્થિક પરિસ્થિતિ ગૌણ છે

પૈસા હોય ત્યાં જ સુખ હોય એવું જરૂરી નથી. મોટાભાગના માણસો તેની આર્થિક પરિસ્થિતિથી નાખુશ હોય છે. તો આવા વિચારને દિમાગમાંથી ડીલીટ કરવા જરૂરી છે. જો આ વિષય પર વધુ વિચાર કરીએ તો જીવન કષ્ટદાયક લાગશે. જેના ઘરમાં તેલના પાંચ ડબ્બા છે એ પણ ઉપયોગ તો જરૂર પુરતો જ કરશે અને જેની પાસે વધુ પૈસા છે એ પણ ખાવા તો અનાજ જ ખરીદશે. એ કરતા સૌથી સારું એ છે કે તમારી વર્તમાન સ્થિતિને અનુરૂપ રહીને જીવનમાં ખુશ રહો.

આ પાંચ એવા મુદ્દાઓ છે જે તમને ડગલે-પગલે ખુશ રાખી શકે છે. અને ખુશીના બારણાં ખોલી શકે છે. તો પંક્તિમાં સમજાવીએ તો…

“જીવન, ગયું છે બધાનું અને આપણું પણ ચાલ્યું જવાનું,

જીવન છે પલભરનું તો આટલું બધું ટેન્શન શા માટે લેવાનું?

બસ, મોજથી જીવન જીવવાનું…”

અવનવી માહિતીનો ખજાનો અમે સ્પે. તમારા માટે લાવતા રહીશું. તમારે બસ એક નાનું એવું કામ કરવાનું છે અમારું ફેસબુક પેજ “ફક્ત ગુજરાતી” સાથે જોડાયેલ રહેવાનું છે અને મિત્રો સાથે આ પેજને શેયર કરવાનું છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *