ઓનલાઇન ભણતર માં તમે બાળક ને કરી શકો છો આ રીતે મદદ..

હવે ધીમે ધીમે લોકો નું જીવન નોર્મલ થઈ રહ્યું છે. પણ કોરોના વાઇરસ થી હજી પણ જંગ ચાલુ છે. જેવુ કે આપણે જાણીએ છીએ કોરોના મહામારી ને કારણે અત્યારે બધી જ સ્કૂલ અને સંસ્થાઓ બંધ છે. જેના કારણે લાખોં વિધ્યાર્થી ઓનલાઇન શિક્ષણ લઈ રહ્યા છે.  જો કે ભારત માં સ્કૂલ અને બીજી સંસ્થ ઓ હવે ખોલવાની વાત થઈ રહી છે. પણ ઓનલાઇન શિક્ષણ લાંબા સમય સુધી ચાલશે તેવી સંભાવના લાગી રહી છે.

Image Source

તેમ જ કોરોના મહામારી ની વચ્ચે અભિભાવક લોકો પોતાના બાળક ને ઓનલાઇન શિક્ષણ મળી રહે તે માટે બધા જ પ્રયત્ન કરે છે. આમ થવાથી તેમના મોબાઈલ કે લેપટોપ ની સામે બેસી રેહવાના સમયમાં ભારે વૃદ્ધિ થઈ છે. અને તેનાથી પહોંચી વળવા માટે તેમનું રૂટિન બદલવું સરળ નથી. જો તમારું બાળક ઓનલાઇન સ્ટડિ માટે ગભરાઈ રહ્યું છે તો તેનું ભણવામાં પણ ધ્યાન નથી લાગતું અને આ લેખ દ્વારા અમે તમને કેટલીક ટિપ્સ પણ આપીશું.

ઓનલાઇન ક્લાસ દરમિયાન ધ્યાન ભટકાવતી એપ્લિકેશનથી બાળક ને દૂર રાખો.

Image Source

ઓનલાઇન ક્લાસ દરમિયાન માંતા પિતા એ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે બાળક ઓનલાઇન સ્ટડી કરતાં સમયે મેસેજિંગ પ્લેટફોર્મ કે પછી ગેમ થી દૂર રહે. જેથી તે સ્ટડી પર વધુ ધ્યાન આપી શકે. માંતા પિતા ને virtual ક્લાસ માં વધુ ધ્યાન આપવાની જરૂર પડે છે. આવા માં ધ્યાન ભટકે એવા એપ્પસ થી દૂર રહેવું. આ ઉપરાંત ક્લાસ દરમિયાન તમારો ફોન પણ દૂર રહે તેનું ધ્યાન રાખવું.

ઓનલાઇન ક્લાસ માટે કોઈ શાંત જગ્યા પસંદ કરવી.

ઓનલાઇન ક્લાસ દરમિયાન બાળક ને લાંબા સમય સુધી લેપટોપ ની સામે બેસી રહેવું પડે છે. આવા માં તેમના ડિસ્ટર્બ થવાની સંભાવના વધી જાય છે. આવા માં તેમની માટે એક નિશ્ચિત જગ્યા હોવી ખૂબ જ જરુરી બની જાય છે. એ વાત નું ધ્યાન રહે કે તમે પસંદ કરેલી જગ્યા શાંત, આરામદાયક અને ત્યાં કોઈ આવી-જાય ના શકે. સ્ટડી માટે ટેબલ અને ખુરશી પણ આરામદાયક હોવી જોઈએ. આમ કરવા થી તેમઉ ધ્યાન આમ ટેમ નહીં ભટકે. અને તે આરામ થી તેમની ક્લાસ લઈ શકે.

ટેક્નિકલ પ્રોબ્લેમ પર ધ્યાન આપવું.

Image Source

ઇન્ટરનેટ કનેક્ટિવિટી ની સમસ્યા થી લઈ ને ખરાબ ઓડિઓ સુધી,ઘણી બધી પ્રોબ્લેમ્સ થઈ શકે છે. જે તમારા બાળક ના સ્ટડી અને શીખવા પર પ્રભાવિત થાય છે. એટલે જ સ્ટડી શરૂ થતાં પહેલા આજ સમસ્યા નું નિવારણ લાવી દેવું. જેનાથી બાળક નું ધ્યાન ભંગ ન થાય.

બાળક ની પર્ફોમન્સ પર ધ્યાન રાખવું.

તમારું બાળક શું શીખી રહ્યું છે, તેની માટે તેને પ્રશ્ન કરો. જેથી તે મન લગાવી ને ભણી શકે. તમારા રાજા ના દિવસે થોડો ટાઇમ કઢી ને તેની સાથે શાંતિ થી વાત કરો. અને પૂછો કે આજે શું ભણાવ્યું. ક્લાસ દરમિયાન તેની સામે આવતી ચૂનોતી વિશે વાત કરવી. તેના પરથી તમને જાણવા મળશે કે તમારું બાળક શું શીખી રહ્યું છે.

જરુરી વાત

સામાન્ય છે કે બાળક નું બહાર રમવાનું બંધ જ થઈ ગયું છે. આવામાં બાળકો ને તમારા ફોન માં જ ગેમ રમવા આપવું એ જરુરી થઈ ગયું છે. જેવુ જ તેનું હોમવર્ક પતી જાય છે તે ફોન માં ગેમ રમવા લાગે છે. પણ તેમને વધારે સમય સુધી સ્કીન પર ન રહેવા દેવું.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *