BE AWARE! ગર્લ્સ ભૂલથી પણ ન બોલશો આ પાંચ વાક્યો – બોયફ્રેન્ડ કાયમ છોડીને જતો રહેશે..

સંબધોમાં પારદર્શકતા જરૂરી છે પણ એટલી હદે પણ નહીં કે જેમાં ખુદ બીજાના શિકાર વારેવારે બનતા રહીએ. દુનિયાનો નિયમ છે તમારી સિક્રેટ વાત કોઈને કહી દો એટલે લોકો તે વાત પર હસવાનું શરૂ કરી દેશે. એવી રીતે આજનો આર્ટીકલ સ્પે. ગર્લ્સ માટે જ છે. તો વાંચજો અંત સુધી.

છોકરીઓ ખાસ યાદ રાખો તમારો પ્રેમ ગમે તેટલો ગાઢ હોય અને તમને બોયફ્રેન્ડ પર ભલે વિશ્વાસ હોય તો પણ આ પાંચ વાત ક્યારેય તેને કહેવી નહીં. અમે અમુક વાતના મુદ્દાઓ અહીં જણાવ્યા છે જે તમારે યાદ રાખવાના છે. વાંચો વધુ આગળ…,

(૫) “Shut up”

આ શબ્દની અસર એવી છે કે તમને ખબર ન પડે પણ બે દિલ અને મન વચ્ચે અંતર થવા લાગે છે. જો તમે આ શબ્દને વારેવારે પ્રયોગ કરતા હોય તો તમારે સદંતર બંધ કરવાની જરૂર છે. દરેક વખતે તમારી વાત જ મહત્વની હોય એવું નથી હોતું. હા, મજાકની વાત કંઈક અલગ છે પરંતુ વાતેવાતે બોયફ્રેન્ડને કહેવાતું Shut up બંને વચ્ચેનું અંતર વધારી શકે છે. તેની વાતમાં પણ રસ લેતા શીખી જવું જોઈએ. પ્રેમીને પ્રેમ કરવા લાયક રાખો તેને ગુલામ ન બનાવો.

(૪) “Remember to time”

માનવામાં આવે છે કે, કોઈ ખાસ દિવસને યાદ રાખવો કે સંબંધોની વધુ દેખભાળ રાખવામાં પુરૂષનું કામ નબળું હોય છે. પરંતુ એવું નથી હોતું અમુક પુરૂષો સ્ત્રી કરતા પણ વધુ વિચારશીલ અને સંવેદનશીલ હોય છે. તો એવી રીતે બોયફ્રેન્ડને વારેવારે ભૂલકણ છે એવું મહેસૂસ ન કરાવો.

(૩) “Your friends or me?”

ગર્લ્સ જો તમે મજબૂત અને વિશ્વસનીય સંબંધોમાં છો તો ક્યારેય બોયફ્રેન્ડને નાની-નાની વાતો પૂછીને હેરાન કરવાનું બંધ કરી દો. બોયફ્રેન્ડના મિત્રો સાથે વાતમાં અને તેના પ્લાનિંગમાં વધુ દખલઅંદાજી કરવાનું બંધ કરી દો. ત્યારે ખાસ યાદ રાખો કે, આ Friend or me? શબ્દનું ઉચ્ચારણ ક્યારેય કરવું નહીં.

(2) “Sometimes you tend to remind me of my ex”

એ એવું વાક્ય છે જેનાથી સારા સંબંધોને પણ તૂટતા વાર નથી લાગતી. કારણ કે બોયફ્રેન્ડને એવું ગમતું હોય છે કે કોઈ પોતાનું થઈને રહે. બોયફ્રેન્ડ  એક ગર્લ્સ તરફથી સંબંધોમાં શુધ્ધતા અને ક્વોલીટી ઇચ્છતા હોય છે પણ અમુક છોકરીઓ આવી વાત યાદ કરીને તેને દિલની ચોંટ આપે છે, જેને કારણે તે અંતે તમારા માટે જ ખોટું વિચારવા માટે મજબૂર બને છે. એ તાત્કાલિકના સમયે એવું વિચારશે કે, મારી ગર્લફ્રેન્ડ જિંદગીનો એક એવો ભાગ છે જે આજ સુધી તેના ભૂતકાળમાં અટવાયેલ છે.

(૧) “Prove how much you love me”

દરેક વ્યક્તિની ‘પ્રેમ’ જતાવવાની રીત અલગ-અલગ હોય છે. એમ, પ્રેમમાં વારેવારે સાબિતી માંગવાનું બંધ કરી દો. કારણ કે એવું પણ બની શકે કે તમારા બોયફ્રેન્ડની તમામ વાત પસંદ હોય પણ પ્રેમ સાબિત કરવાની રીત તમે સમજી શકતા ન હોય. તો આ મુજબની ચર્ચા ક્યારેય કરવી નહીં.

આ પાંચ વાત દરેક ગર્લ્સને યાદ રાખવા જેવું છે. કારણ કે, અમુક સારા ચાલતા સંબંધોમાં નાની વાત એટલી હદે મોટી બની જાય છે કે, આજીવન એકબીજાનો વિશ્વાસ તૂટી જાય છે. એમ, બોયફ્રેન્ડની પણ કિંમત કરતા શીખો માત્ર તેને પ્રેમમાં રમકડું ન બનાવો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *