સુરત ના 26000 ઘરો માંથી 5-5 રોટલી આ રીતે મિટાવી રહી છે હજારો જરૂરિયાતમંદ લોકોની ભૂખ

સુરતની સાંઘાટ રેસીડેન્સીની રહેતી અનિલાની દિવસની શરૂવાત પ્રવાસી કામગારો માટે રોટીઓ બનાવવાની સાથે થાય છે. આ લોકો અનિલા માટે નવો જ પરિવાર છે. જો કે, આ પહેલા અનિલાની મુલાકાત આટલામાંથી કોઈ જોડે થઈ ના હતી. પરંતુ લોકડાઉન ની ઘોષણા થયા બાદ અનિલા તેના આ નવા પરિવાર માટે રોટીઓ બનાવી રહી છે. અનિલા જણાવે છે કે આ કોઈ મોટું કામ નથી. મને દસ રોટીઓ વધુ બનાવવી પડે છે. પરંતુ આ નાનું કામ કરવાથી મળતી ખુશી કઈક અલગ જ હોઈ છે. અને ઓછામાં ઓછા લોકોને ખાવા તો મળી રહેશે.

image source

અનિલાની રીતે, તેના બિલ્ડીંગમાં લગભગ 30 પરિવાર અને શહેરભરમાં ૨૬,૦૦૦ પરિવાર એક ગૈર-સરકારી સગંઠન, છ્નયદો દ્વારા શરુ કરવામાં આવેલી પહેલ ‘રોટી સેવા’ દ્વારા જરૂરતમંદ માટે રોટીઓ તૈયાર કરી રહી છે. એનજીઓના અધ્યક્ષ ભરત શાહ જણાવે છે કે, દર વર્ષે નોકરીની શોધમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને રાજસ્થાન સહિત લગભગ 21 રાજ્યો થી શ્રમિકો સુરત આવે છે. દેશભરમાં લોકડાઉન હોવાને લીધે કારખાનાઓ બંધ છે અને નોકરી અને આવશ્યક વસ્તુઓ ના હોવાને લીધે તે શહેરમાં ફસાઈ ગયા છે. અને જેમ કે આવવા જવા પર પાબંધી છે, ઘણા ઓછા લોકો તેની મદદ કરી શકે છે.

image source

27 માર્ચે એનજીઓ એ સોશલ મીડિયા પર દરેક ઓળખીતા લોકો પાસે મદદ માટે અપીલ કરી હતી. શરૂવાતમાં લગભગ 20 પરિવાર મદદ માટે આગળ આવ્યા અને હવે તેની સંખ્યા વધીને 1000 થઈ ગઈ હતી. આ ઉપરાંત ભરત અને તેની ટીમ ચૂલો, ઘી, લોટ, વાસણ પણ આપે છે જેથી દરેક લોકો શાંતિથી ખાઈ તો શકે.

કેવી રીતે કરે છે આ કામ

image source

ઈચ્છુક નાગરિક એક ઓનલાઈન ફોર્મ ભરી વોલન્ટીયર કરી શકે છે, ફેસબુકના માધ્યમથી એનજીઓ થી સીધો સંપર્ક કરી શકાય છે. ક્ષેત્રવાર કલેક્શન ડ્યુટીને આધારે, એનજીઓનાં સભ્યો દરરોજ સવારે 1,500 સ્થળોએ એનજીઓના રસોડામાં રોટલી લઈ એનજીઓના સ્થળે પહોચાડે છે. સરળ કામગીરીને સુનિશ્ચિત કરવા માટે એનજીઓએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી) પાસેથી પાસ લીધેલા છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment