જાણો,સ્ત્રીઓ માટે સુરક્ષા કવચ સ્વરૂપ એવા 5 ગેજેટ્સ વિશે, જે રસોડાના કામમાં પણ મદદરૂપ થાય છે

આજકાલ બજારમાં સ્ત્રીઓ માટે એવા ઘણા ગેજેટ્સ છે, જે તેના માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. વાસ્તવમાં આજના ભાગદોડ ભરેલા જીવનમાં સ્ત્રીઓ માટે પણ જરૂરી થઈ ગયું છે કે તે સુરક્ષા થી લઈને રસોડાના દરેક કામ માટે ગેજેટ્સનો ઉપયોગ કરે. સામાન્યરીતે બજારમાં ઘણા બધા ગેજેટ્સ ઉપલબ્ધ હોય છે, જેને સ્ત્રીઓ તેની જરૂરિયાત મુજબ ગમે ત્યારે ખરીદી શકે છે. પરંતુ અહી 5 એવા ગેજેટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સ્ત્રીઓ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.

1. સેફલેટ

સેફલેટ એક ખાસ ગેજેટ છે, જે ફક્ત સ્ત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ સેફટી ડિવાઇસ પર બે બટન આવેલા છે, જેની મદદથી સ્ત્રીઓ ગમે ત્યારે તેના શુભચિંતકો સાથે સંપર્ક કરી શકે છે. જો કોઈ સ્ત્રી કોઈપણ મુંઝવણમાં હોય તો સેફલેટનો ઉપયોગ કરી તે તેના કોઈપણ મિત્રને મેસેજ કરી શકે છે અથવા તો તેના કોઈ વાલીઓનો મદદ માટે સંપર્ક કરી શકે છે. આ ગેજેટ યુઝરના મોબાઈલ ફોન સાથે કનેક્ટ થાય છે અને ઓટોમેટિકલી ઓડિયો રેકોર્ડિંગ શરૂ કરે છે.

2. ટેમ્પરેચર કંટ્રોલ સ્માર્ટ મગ

ટેમ્પરેચર કંટ્રોલ સ્માર્ટ મગની મદદથી ગમે ત્યારે કોફી ગરમ કરીને પી શકો છો. આ મગની ખાસ વાત એ છે કે તમારું ડ્રીંક તેમાં લગભગ 80 મિનિટ સુધી ગરમ રહે છે. તેમજ સ્માર્ટ મગને સ્માર્ટફોનથી કંટ્રોલ કરી શકાય છે. તેટલું જ નહીં, તમે તમારા ફોનમાં એપ્લિકેશનની મદદથી મગનું તાપમાન પણ સેટ કરી શકો છો. એકંદરે, આ મગ એકદમ આર્થિક છે કેમકે તમે તેનો તમારા મોબાઈલ ફોનથી ગમે ત્યારે અને ગમે ત્યાં ઉપયોગ કરી શકો છો. આ મગ એટલા માટે પણ સ્માર્ટ છે કેમકે તેમાં ઓટો સ્લીપ મોડ પણ છે એટલે મગને જાણ છે કે ઓટોમેટિક ક્યારે ઓન અને ઓફ થવાનું છે. જ્યારે મગ ખાલી હોય છે અથવા જ્યારે તે સતત બે કલાક સુધી નિષ્ક્રિય હોય છે તો તે આપમેળે બંધ થઈ જાય છે.

3. હર્બ સીઝર

જો ચપ્પુથી શાકભાજી અથવા ફળ કાપવામાં ઘણો સમય લાગે છે તો તે માટે તમે હર્બ સીઝરનો ઉપયોગ કરી શકો છો. વાસ્તવમાં આ કિચન ગેજેટે સ્ત્રીઓનું કામ ઘણું સરળ કરી દીધું છે. આજકાલના ભાગદોડ ભરેલા જીવનમાં રસોઈનું કામ ઓછા સમયમાં સાંભળવામાં હર્બ સીઝર તમારી ઘણી મદદ કરી શકે છે કેમકે શાકભાજી કાપવામાં વધારે સમય લાગે છે. તેથી હવે ઓછા સમયમાં શાકભાજી કાપવા માટે આ ગેજેટનો ઉપયોગ કરી શકાય છે.

4. સેફ્ટી ટોર્ચ શોક ઈફેક્ટની સાથે

શોર્ક ઈફેક્ટ રિચાર્જ વાળી સેફ્ટી ટોર્ચ સ્ત્રીઓ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. વાસ્તવમાં,સ્ત્રીઓ આજકાલ તેની સુરક્ષા વિશે ઘણી જાગૃત થઈ ચૂકી છે, તેથી તે સ્ત્રીઓ માટે એક સારું ગેજેટ છે. આ LED લાઈટ કોઈપણ વ્યક્તિને ખરાબ રીતે ચોંકાવી દેવા સક્ષમ છે. સ્ત્રીઓની સુરક્ષા માટે આ લાઈટ ખૂબ જરૂરી છે કેમકે ઇમરજન્સી સમયે સ્ત્રીઓ તેનો ઉપયોગ કરી શકે છે. તેથી તેની સલામતી માટે સ્ત્રીઓને શોક ઈફેક્ટ રિચાર્જ વાળી સેફ્ટી લાઈટ તેની સાથે જરૂર રાખવી જોઈએ.

5. સ્ટીલ સ્નેક્સ મેકર

જો તમે ઘરે હેલ્ધી નાસ્તો બનાવવા ઇચ્છો છો તો સ્ટીલ સ્નેક્સ મેકર તમારા માટે એક સારો વિકલ્પ છે. તેની મદદથી તમે ઘરેજ ચકરી, સેવ, ભુજીયા, પાપડી, ફાફડા અને ગાઠીયા જેવી ટેસ્ટી વાનગીઓ સરળતાથી ઘરે બનાવી શકો છો. ખાસ વાત એ છે કે તેમાં પણ હવે ઘણી બધી વેરાયટી મળી રહે છે. તેટલું જ નહીં, તેનો ઉપયોગ કરવો પણ ખૂબ સરળ છે. સ્ટીલ સ્નેક્સ મેકરની સાથે જુદા જુદા પ્રકારના સાધન આવે છે, જેની મદદથી તમે અલગ અલગ નાસ્તા બનાવી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Image Credit: Amazon, Safelet.com, Snapdeal, freepik.com, wonderchef

Leave a Comment